AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: શું ICC પાકિસ્તાનના ટીમ ડાયરેકટર સામે પગલાં લેશે? વિવાદાસ્પદ નિવેદન પર મોટા સમાચાર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એક લાખથી વધુ દર્શકોની સામે રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો આસાનીથી વિજય થયો હતો. આ મેચ માટે સ્ટેડિયમમાં માત્ર પસંદગીની સંખ્યામાં પાકિસ્તાની ચાહકો હાજર હતા અને સમગ્ર વાતાવરણ સ્વાભાવિક રીતે જ ભારતની તરફેણમાં હતું, જેના પર મિકી આર્થરે વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાની ટીમના ડાયરેક્ટર મિકી આર્થરે હાર બાદ વર્લ્ડ કપ પર જ સવાલ ઉઠાવ્યા હતા.

Pakistan: શું ICC પાકિસ્તાનના ટીમ ડાયરેકટર સામે પગલાં લેશે? વિવાદાસ્પદ નિવેદન પર મોટા સમાચાર
Mickey Arthur
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 1:18 PM
Share

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની સૌથી મોટી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી, આ મેચમાં પાકિસ્તાનને હરાવી ટીમ ઈન્ડિયા (Team India) એ વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર પોતાની બાદશાહત કાયમ રાખી હતી. મેચમાં કારમી હાર બાદ વિરોધી ટીમ પાકિસ્તાન (Pakistan) ના ટીમ ડાયરેકટરના નિવેદને હોબાળો મચાવ્યો હતો.

પાકિસ્તાન ટીમ ડાયરેક્ટરે ઉઠાવ્યા સવાલ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલા બાદ પાકિસ્તાની હાર ન પચાવી શકનાર પાકિસ્તાન ટીમના ડાયરેક્ટર મિકી આર્થરે હાર બાદ બફાટ કર્યો હતો. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે હાર બાદ પોતાની ભૂલો સ્વીકારી હતી, પરંતુ મિકી આર્થરે હારનું બહાનું બનાવીને ICC અને BCCI પર જ સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ હોબાળો મચી ગયા બાદ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તેની સમીક્ષા કરી છે.

મિકી આર્થરે શું કહ્યું હતું ?

ભારત-પાકિસ્તાન મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો હાજર રહ્યા હતા, પરંતુ તે બધા જ ભારતના ચાહકો હતા. ત્યાં માત્ર થોડા જ પાકિસ્તાની ચાહકો હતા કારણ કે પાકિસ્તાનના નાગરિકો વિઝા સમસ્યાઓના કારણે હાજરી આપી શક્યા ન હતા. આવી સ્થિતિમાં સ્ટેડિયમની અંદરનું વાતાવરણ સંપૂર્ણપણે ભારતના પક્ષમાં હતું, જે સ્વાભાવિક હતું.

મેચ પૂર્ણ થયા બાદ પાકિસ્તાન ટીમના ડાયરેક્ટર મિકી આર્થરે પ્રેસ કોન્ફરન્સમાં આના પર સવાલ ઉઠાવ્યા હતા. આર્થરે કહ્યું હતું કે ક્યાંયથી પણ આ ICC ટૂર્નામેન્ટ હોય તેવું લાગ્યું નહીં, તેના બદલે BCCIની દ્વિપક્ષીય ઈવેન્ટ જેવું લાગતું હતું. પાકિસ્તાનના સમર્થનમાં ‘દિલ-દિલ પાકિસ્તાન’ જેવું ગીત એકવાર પણ સ્ટેડિયમમાં વગાડવામાં આવ્યું નહીં.

હંગામા બાદ ICCનું નિવેદન

આર્થરના આ નિવેદન પર ભારે હોબાળો થયો છે. ભારતમાં તેની ટીકા થઈ છે એટલું જ નહીં, પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજોએ પણ આર્થરની ટીકા કરી છે. હવે માહિતી આવી છે કે ICC આર્થરના નિવેદનની સમીક્ષા કરશે. હવે સવાલ એ છે કે શું આ રિવ્યુ આર્થરના વલણ વિરુદ્ધ કરવામાં આવશે? ICC અધ્યક્ષના નિવેદન પરથી એવું લાગતું નથી.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેનર પડ્યા, દર્શકો બાલ-બાલ બચ્યા, જુઓ Video

જ્યારે ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેને મુંબઈમાં આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે દર વખતે એવું થાય છે કે કોઈને કોઈ આરોપો લગાવવામાં આવે છે, પરંતુ તે તેમાંથી શીખશે અને વધુ સારું કરવાનો પ્રયાસ કરશે.તેમણે કહ્યું કે ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ તે જોશે. પરિસ્થિતિ શું હતી. અને તેની સમીક્ષા કરશે જેથી ભવિષ્યમાં વિશ્વ કપની ઇવેન્ટ વધુ સારી બને. એટલું જ નહીં, બાર્કલેએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભારતમાં યોજાઈ રહેલો વર્લ્ડ કપ એક શાનદાર ટૂર્નામેન્ટ સાબિત થશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">