England vs India 3rd T20I live Score, streaming Highlights: ભારતે ગુમાવી અંતિમ મેચ, રોમાંચક સ્થિતીમાં ભારતે 17 રને મેચ ગુમાવી, સૂર્યકુમારની શાનદાર સદી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 11:38 PM

England vs India 3rd T20I live Score, streaming Updates in Gujarati: ભારતીય ટીમે ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આજે ટીમ પાસે ક્લીન સ્વીપની તક છે

England vs India 3rd T20I live Score, streaming Highlights: ભારતે ગુમાવી અંતિમ મેચ, રોમાંચક સ્થિતીમાં ભારતે 17 રને મેચ ગુમાવી, સૂર્યકુમારની શાનદાર સદી
Team India 2-0 થી અજેય

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ આજે નોટિંગહામમાં રમાશે. શ્રેણીની પ્રથમ બે મેચ જીત્યા બાદ ભારતે (Indian Cricket Team) 2-0 થી લીડ મેળવીને શ્રેણી જીતી લીધી છે. ભારતીય ટીમ આજે આ મેચ જીતીને ક્લીન સ્વીપ કરીને એજબેસ્ટન ટેસ્ટનો બદલો પૂર્ણ કરવા માંગશે. સાઉથમ્પટનમાં રમાયેલી પ્રથમ T20 ભારતે 50 રને જીતી હતી. તે જ સમયે, તેણે એજબેસ્ટન ખાતેની બીજી T20 49 રને જીતી હતી. બીજી તરફ નવા કેપ્ટન જોસ બટલર આ મેચ જીતીને ઘર આંગણાની શ્રેણીમાં પોતાની આબરુ બચાવવાનો પ્રયાસ કરશે.

IND vs ENG: આજની પ્લેઇંગ ઈલેવન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, અવેશ ખાન, ઉમરાન મલિક અને રવિ બિશ્નોઈ.

ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન-વિકટકીપર), જેસન રોય, ડેવિડ મલાન, ફિલ સોલ્ટ, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, હેરી બ્રુક, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, રીસ ટોપલી, ટિમલ મિલ્સ

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 10 Jul 2022 10:42 PM (IST)

    India vs England, Live Score: સૂર્યકુમાર આઉટ

    સૂર્યાએ 55 બોલમાં 117 રનની ઈનીંગ રમી હતી. તેની ઈનીંગ જબરદસ્ત રહી હતી અને એ મેચનો હિરો રહ્યો હતો. તેણે 6 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈંગ્લીશ બોલરોને તેણે નાકે દમ લાવી દીધો હતો. તેને મોઈન અલીએ આઉટ કર્યો હતો.

  • 10 Jul 2022 10:34 PM (IST)

    India vs England, Live Score: જાડેજા આઉટ

    રવિન્દ્ર જાડેજા રિવ્યૂ દ્વારા આઉટ જાહેર થયો હતો, તે ગ્લીસનના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. તે 7 રન નોંધાવીને પરત ફર્યો હતો

  • 10 Jul 2022 10:33 PM (IST)

    India vs England, Live Score: રવિન્દ્ર જાડેજાએ છગ્ગો ફટકાર્યો

    ગ્લીસનની ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ છગ્ગો જમાવ્યો છે. તેણે ફુલટોસ બોલને બોલરના માથા પર થઈને છગ્ગા માટે ફટકાર્યો હતો.

  • 10 Jul 2022 10:32 PM (IST)

    India vs England, Live Score: દિનેશ કાર્તિક આઉટ

    દિનેશ કાર્તિક એલબીડબલ્યુ આઉટ થયો હતો. તે 6 રન નોંધાવીને પરત ફર્યો હતો. ડેવિડ વિલીએ તેની વિકેટ ઝડપી હતી.

  • 10 Jul 2022 10:16 PM (IST)

    India vs England, Live Score: India vs England, Live Score: શ્રેયસ આઉટ

    રીસ ટોપ્લી આ વિશાળ ભાાગીદારીને તોડવામાં સફળ રહ્યો હતો. ભારતીય જોડીએ ધમાલ મચાવીને ઈંગ્લેન્ડને પરેશાન કરી મુક્યુ હતુ. બંનેએ વિકેટ માટે ઈંગ્લીશ બોલરોને તરસાવ્યા હતા. અય્યર 28 રન નોંધાવીને બટલરના હાથમાં કેચ આપી બેઠો હતો.

  • 10 Jul 2022 10:14 PM (IST)

    India vs England, Live Score: India vs England, Live Score: જોર્ડનની પણ ધોલાઈ

    ક્રિસ જોર્ડન 15મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા અન્ને ત્રીજા બોલ પર સૂર્યકુમારે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરના અંતિમ બોલ પર બેકવર્ડ પોઈન્ટ પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 18 રન આવ્યા હતા.

  • 10 Jul 2022 09:56 PM (IST)

    India vs England, Live Score: લિવિંગસ્ટોનની ઓવરમાં 3 છગ્ગા

    શાનદાર ઓવર ભારત માટે રહી હતી. ઓવરમાં શ્રેયસ અય્યર અને સુર્યકુમારે 3 છગ્ગા જમાવી દીધા હતા. સૂર્યકુમારે ઘૂંટણ ટેકવીને બેકવર્ડ સ્કેવર લેગ પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર અય્યરે ડીપ મીડવિકેટ પર છગ્ગો ફટકાર્યો હતો. પાંચમો નો બોલ રહ્યો હતો. જેની ફ્રી હિટ પર સૂર્યકુમારે છગ્ગો જમાવી દીધો હતો. આમ ઓવરમાં ત્રણ છગ્ગા વડે 21 રન મેળવ્યા હતા.

  • 10 Jul 2022 09:53 PM (IST)

    India vs England, Live Score: સૂર્યાકુમારે અડધી સદી પુરી કરી

    સૂર્યકુમાર યાદવે 32 બોલમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી છે. તેણે મુશ્કેલ સમયમાં ભારત માટે મહત્વની ઈનીંગ રમી છે. તેની સાથે શ્રેયસ અય્યર સાથ પુરાવી રહ્યો છે.

  • 10 Jul 2022 09:46 PM (IST)

    India vs England, Live Score: મોઈન અલી પર અય્યરની સિક્સર

    મોઈન અલી 10મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં શ્રેયસ અય્યરે મીડ વિકેટની દિશામાં છ રન માટે શોટ લગાવ્યો હતો. મોઈને આ બોલ ફુલટોસ નાંખ્યો હતો.

  • 10 Jul 2022 09:45 PM (IST)

    India vs England, Live Score: સૂર્યાએ જમાવ્યા 3 ચોગ્ગા

    લિયામ લિવિંગસ્ટોન બોલીંગ લઈને આવ્યો છે. તેની ઓવરમાં સૂર્યાકુમારે એક બાદ એક ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. પહેલા બોલ પર પ્રથમ ચોગ્ગો પોઈન્ટ તરફ, ત્રીજા બોલ પર બીજો ચોગ્ગો ફાઈન લેગ પર થી અને ત્રીજો ચોગ્ગો ચોથા બોલ પર મીડ વિકેટ તરફ ફટકાર્યો હતો. ઓવરમાં 15 રન આવ્યા હતા.

  • 10 Jul 2022 09:38 PM (IST)

    India vs England, Live Score: સૂર્યકુમારે છગ્ગો ફટકાર્યો

    સુર્યકુમાર યાદવે 7મી ઓવરના બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. ડેવિડ વિલીના બોલ પર ફાઈન લેગની દિશામાં શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા સૂર્યાએ ચાર રન માટે શોટ લગાવ્યો હતો. ઓવરમાં ભારતને 15 રન મળ્યા હતા.

  • 10 Jul 2022 09:26 PM (IST)

    India vs England, Live Score: રોહિત શર્મા આઉટ

    પાંચમી ઓવરમાં ટોપ્લીએ રોહિતને આઉટ કર્યો. રોહિતે ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, જોકે છેલ્લા બોલ પર તેની વિકેટ મળી. રોહિત સ્વિંગ કરે છે પરંતુ તે ડીપ મિડ-વિકેટ પર ફિલ સોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. તે 12 બોલમાં 11 રન બનાવીને પરત ફર્યો હતો.

  • 10 Jul 2022 09:24 PM (IST)

    India vs England, Live Score: રોહિત શર્માની બાઉન્ડરી

    રીસ ટોપ્લીના બોલ પર રોહિત શર્માએ એક બાદ એક બે ચોગ્ગા પાંચમી ઓવરમાં ફટકાર્યા હતા. ટોપ્લીની ઓવરના પહેલા અને ચોથા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી.

  • 10 Jul 2022 09:12 PM (IST)

    India vs England, Live Score: વિરાટ કોહલી આઉટ

    વિરાટ કોહલીએ શાનદાર બાઉન્ડરી અને છગ્ગો ફટકાર્યા બાદ તુરત જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ચાહકોની ખુશી તુરત જ ગમમાં ફેરવાઈ ગઈ હતી. ડેવિસ વિલીના બોલને કવર પર મારવાના પ્રયાસમાં આસાન કેચ જેસન રોયને આપી દીધો હતો. 6 બોલમાં તેણે 11 રન નોંધાવ્યા હતા.

  • 10 Jul 2022 09:08 PM (IST)

    India vs England, Live Score: વિરાટ કોહલીએ જમાવ્યો ચોગ્ગો અને છગ્ગો

    ત્રીજી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર વિરાટ કોહલીએ શાનદાર શોટ જમાવ્યા હતા. તેણે પહેલા બાઉન્ડરી ફટકારી હતી અને બાદમાં છગ્ગો ફટકાર્યો હતો. તેણે શાનદાર શોટ જમાવીને ફેન્સને ખુશ કરી દીધા હતા.

  • 10 Jul 2022 09:03 PM (IST)

    India vs England, Live Score: ઋષભ પંત આઉટ

    ઋષભ પંતના રુપમાં ભારતે પ્રથમ વિકેટ ગુમાવી છે. બીજી ઓવરમાં રીસ ટોપ્લીનો બોલ બેટની કિનારીને અડકીને પેડને અથડાઈ વિકેટકીપરના હાથમાં પહોંચ્યો હતો. પંત માત્ર 1 જ રન નોધાવીને પરત ફર્યો હતો.

  • 10 Jul 2022 09:02 PM (IST)

    India vs England, Live Score: ભારતની બેટીંગ શરુ

    રોહિત શર્મા અને ઋષભ પંત બંને ઓપનીંગ જોડીના રુપમાં ક્રિઝ પર આવ્યા છે. ભારતે 215 રનનો વિશાળ સ્કોરનો પિછો કરવાનો છે. ડેવિડ વિલી પ્રથમ ઓવર લઈને આવ્યો છે.

  • 10 Jul 2022 08:52 PM (IST)

    India vs England, Live Score: ભારત સામે 216 રનનુ લક્ષ્ય

    ડેવિડ મલાનની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડે સાત વિકેટે 215 રન બનાવ્યા હતા. મલનના 77 રન ઉપરાંત લિયામ લિવિંગસ્ટને અણનમ 42 અને જેસન રોયે 27 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોમાં રવિ બિશ્નોઈ અને હર્ષલ પટેલને બે-બે જ્યારે અવેશ ખાન અને ઉમરાન મલિકને એક-એક વિકેટ મળી હતી.

  • 10 Jul 2022 08:37 PM (IST)

    India vs England, Live Score: હેરી બ્રૂક્સ આઉટ

    હર્ષલ પટેલે આ સફળતા મેળવી છે. ઈંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ આ સાથે પેવેલિયન પરત ફરી હતી. રવિ બિશ્નોઈએ મીડ વિકેટમાં હેરી બ્રુક્સનો કેચ ઝડપ્યો હતો.

  • 10 Jul 2022 08:36 PM (IST)

    India vs England, Live Score: લિવિંગસ્ટોનની સિક્સર

    18મી ઓવરમાં અવેશ ખાનના બોલ પર લિયામ લિવિંગસ્ટોને છગ્ગો ફટકાર્યો હતો. આક્રમક રમત રમી રહેલા લિયામ ટીમને સ્કોર 200 પ્લસ તરફ આગળ વધારવા પ્રયાસ કરી રહ્યો છે.

  • 10 Jul 2022 08:26 PM (IST)

    India vs England, Live Score: મોઈન અલી શૂન્યમાં પરત ફર્યો

    રવિ બિશ્નોઈએ કમાલની બોલીંગ કરીને મલાન બાદ મોઈન અલીની વિકેટ ઝડપી છે. મોઈનને ગુગલી બોલ નાંખ્યો હતો અને તેનો કેચ હર્ષલ પટેલે ઝડપ્યો હતો. મોઈન અલી શૂન્ય રનમાં જ પરત ફર્યો હતો.

  • 10 Jul 2022 08:24 PM (IST)

    India vs England, Live Score: ડેવિડ મલાન આઉટ

    ડેવિડ મલાનની મોટી ઈનીંગ સમાપ્ત થઈ ગઈ છે. લિયામ લિવિંગ સ્ટોન સાથેની તેની ભાગીદારી ભરી રમત આગળ વધી રહી હતી, પરંતુ તેને તોડવામાં રવિ બિશ્નોઈને સફળતા મળી છે. મલાને 39 બોલમાં 77 રનની ઈનીંગ રમી હતી.

  • 10 Jul 2022 08:22 PM (IST)

    India vs England, Live Score: હર્ષલ પટેલ પર સળંગ 2 છગ્ગા

    16મી ઓવરમાં લિયામ લિવિંગસ્ટોને ત્રીજા અને ચોથા બોલ પર 2 સળંગ છગ્ગા જમાવી દીધા હતા બંને છગ્ગા વિશાળ હતા. હર્ષલ પટેલે ઓવરમાં 16 રન ગુમાવ્યા હતા.

  • 10 Jul 2022 08:09 PM (IST)

    India vs England, Live Score: અવેશ ખાન પર 2 છગ્ગા

    અવેશ ખાન બોલીંગ કરવા આવ્યો હતો. 14મી ઓવરના પ્રથમ બોલ પર જ લિયામ લિવિંગસ્ટોને છગ્ગો ફટકાર્યો હતો. આ કમાલનો છગ્ગો જોવા મળ્યો હતો. ઓવરના અંતમાં ડેવિડ મલાને પણ છગ્ગો જમાવી દીધો હતો. આમ ઓવરમાં ખાને 17 રન ગુમાવ્યા હતા.

  • 10 Jul 2022 08:07 PM (IST)

    India vs England, Live Score: મલાને ઉમરાનના બોલ પર છગ્ગો ફટકાર્યો

    13મી ઓવરમાં ત્રીજા બોલ પર બાઉન્ડરી અને બાદમાં ચોથા બોલ પર પોઈન્ટ તરફ છગ્ગો ડેવિડ મલાને ફટકાર્યો હતો. ઓવરમાં મલિકે 13 રન ગુમાવ્યા હતા. ઓવરમાં ઉમરાને 13 રન ગુમાવ્યા હતા.

  • 10 Jul 2022 08:01 PM (IST)

    India vs England, Live Score: ડેવિડ મલાનનો વધુ એક છગ્ગો

    રવિન્દ્ર જાડેજા જ્યારે પણ સામે આવે છે એટલે મલાન છગ્ગો જમાવી રહ્યો છે. આ વખતે 12મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાની ઓવરના પ્રથમ બોલ પર એક્સ્ટ્રા કવર પર બાઉન્ડરી ફટકારી હતી અને બાદમાં આગળના બોલ પર જ છગ્ગો ફટકાર્યો હતો. વધુ એકવાર જાડેજાની ઓવર ખર્ચાળ રહી હતી.

  • 10 Jul 2022 07:59 PM (IST)

    India vs England, Live Score: ડેવિડ મલાની બાઉન્ડરી

    11 મી ઓવર કરી રહેલ રવિ બિશ્નોઈએ ચોથો બોલ નો બોલ કર્યો હતો, જેની પર ડેવિડ મલાને ચોગ્ગો ફટકાર્યો હતો. વન બાઉન્સ બાઉન્ડરી માટે બોલ ગયો હતો. ફ્રી હિટ મળી હતી પરંતુ મલાને તેની પર એક જ રન લઈ શક્યો હતો. ઓવરમાં 12 રન રવિએ ગુમાવ્યા હતા.

  • 10 Jul 2022 07:49 PM (IST)

    India vs England, Live Score: હર્ષલ પટેલે ફિલ સોલ્ટને ક્લિન બોલ્ડ કર્યો

    હર્ષલ પટેલે 10મી ઓવરના ત્રીજા બોલને કમાલનો કર્યો હતો. તેણે લૂપી લો ફુલટોસ બોલ નાંખ્યો હતો અને જેની પર લલચાઈને ફિલ સોલ્ટે પહેલાથી જ બેટને ઘૂમાવી દીધુ હતુ. બોલ રોકાઈને આવ્યો હતો અને બોલ સીધો જ સ્ટંપને ઉડાવી ગયો હતો. સોલ્ટ 8 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 10 Jul 2022 07:43 PM (IST)

    India vs England, Live Score: જાડેજાના બોલ પર ડેવિડ મલાનનો છગ્ગો

    રવિન્દ્ર જાડેજા 9મી ઓવર લઈને આવ્યો હતો, પરંતુ તેણે આ વખતે ફરી એક વાર છગ્ગો સહન કરવો પડ્યો છે. જાડેજાએ 9 રન ઓવરમાં ગુમાવ્યા હતા. ડેવિડ મલાને ઓવરના બીજા બોલ પર ઘૂંટણ ટેકવીને બેકવર્ડ સ્કેવર લેગ પર સ્લોગ સ્વીપ કરીને છગ્ગો જમાવ્યો હતો.

  • 10 Jul 2022 07:36 PM (IST)

    India vs England, Live Score: જેસન રોય આઉટ

    8મી ઓવર લઈને ઉમરાન મલિક આવ્યો હતો, ઝડપી ગતિએ બોલીંગ કરતા ઉમરાન મલિકે ભારતને વિકેટની સફળતા અપાવી હતી. તેણે જેસન રોયની વિકટે ઝડપી છે. રોયના બેટનો કટ લઈને બોલ વિકેટકીપર ઋષભ પંતના હાથમાં પહોંચ્યો હતો. રોય 26 બોલનો સામનો કરીને 27રન નોંધાવી પરત ફર્યો હતો.

  • 10 Jul 2022 07:36 PM (IST)

    India vs England, Live Score: મલાનનો વધુ એક ચોગ્ગો

    રવિ બિશ્નોઈ 7મી ઓવર લઈ આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર ડેવિડ મલાને ચોગ્ગો ફટકાર્યો હતો. બેકફુટ પર જઈને ડિપ પોઇન્ટ તરફ કોહલીની પાસે થઈને બોલને બાઉન્ડરીની પાર મોકલ્યો હતો. રવિએ 9 રન ઓવરમાં ગુમાવ્યા હતા.

  • 10 Jul 2022 07:34 PM (IST)

    India vs England, Live Score: ડેવિડ મલાને બાઉન્ડરી ફટકારી

    છઠ્ઠી ઓવર લઈને હર્ષલ પટેલ આવ્યો છે. ઓવરના પ્રથમ બોલ પર સિંગલ રન લઈને જેસન રોયે સ્ટ્રાઈક ડેવિડ મલાનને આપી હતી, મલાને બેકવર્ડ પોઈન્ટ પર બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં હર્ષલે 6 રન ગુમાવ્યા હતા.

  • 10 Jul 2022 07:23 PM (IST)

    India vs England, Live Score: જાડેજા પર જેસન રોયે ફટકાર્યો છગ્ગો

    5 મી ઓવર લઈને રવિન્દ્ર જાડેજા આવ્યો અને તેના પ્રથમ બોલ પર જ જેસન રોયે છગ્ગો ફટકાર્યો હતો. જાડેજાના માથા પર થઈને ઓફ સ્ટંપના બોલને બાઉન્ડરીની બહાર હવામાં જ મોકલી દીધો હતો. જે બોલ પણ સાઈટ સ્ક્રીનની આસપાસમાં ખોવાઈ જતા શોધવો પડ્યો હતો. ત્યાર બાદ જાડેજાના ત્રીજા બોલ પર મીડ ઓન પર બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 11 રન જાડેજાએ ગુમાવ્યા હતા.

  • 10 Jul 2022 07:19 PM (IST)

    India vs England, Live Score: બટલર બોલ્ડ, અવેશ ખાને અપાવી સફળતા

    ચોથી ઓવર લઈને અવેશ ખાન આવ્યો અને તેણે ભારતીય ટીમને પ્રથમ સફળતા જોસ બટલરના રુપમાં અપાવી હતી. બટલરને બોલ્ડ કરીને તેણે બહાર મોકલ્યો હતો. બટલરે 9 બોલમાં 18 રન નોંધાવ્યા હતા.

  • 10 Jul 2022 07:14 PM (IST)

    India vs England, Live Score: જેસન રોયે છગ્ગો ફટકાર્યો

    ત્રીજી ઓવર લઈને રવિ બિશ્નોઈ આવ્યો હતો. જેની ઓવરની શરુઆત સારી રહી હતી પરંતુ અંતિમ બોલે જેસન રોયે છગ્ગો જમાવ્યો હતો. આ પહેલા તેણે એક એક રન આપ્યો હતો. પરંતુ અંતિમ બોલ પર એક ઘૂંટણ પિચ પર ટેકવીને મીડ વિકેટ પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 8 રન આપ્યા હતા.

  • 10 Jul 2022 07:08 PM (IST)

    India vs England, Live Score: ઉમરાન પર બટલરનો છગ્ગો

    બીજી ઓવર લઈને ઉમરાન મલિક આવ્યો હતો. ઝડપના માલિક ગણાતા મલિક પર બટલરે 2 ચોગ્ગા અને એક છગ્ગો જમાવી દીધો હતો. પ્રથમ ઓવરની રનની કસર બટલરે ઉમરાનની ઓવરમાં જાણે પુરી કરી હતી. ઉમરાનનુ સ્વાગત કવર પોઈન્ટની દીશામાં બાઉન્ડરી વડે કર્યુ હતુ અને અંત પણ એક્સ્ટ્રા કવર પર બાઉન્ડરી વડે બટલરે કર્યો હતો. આ દરમિયાન પાંચમા બોલ પર બેકફુટ પર જઈને બટલરે શાનદાર છગ્ગો જમાવી દીધો હતો. ઓવરમાં ઉમેરાને 17 રન ગુમાવ્યા હતા.

  • 10 Jul 2022 07:08 PM (IST)

    India vs England, Live Score: પ્રથમ ઓવરમાં માત્ર 2 રન

    અવેશ ખાન પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. તેણે કસીને બોલીંગ કરીને બંને ઓપનરોને બેટ ખોલવાથી બાંધી રાખવા પ્રયાસ કર્યો હતો. જેસન રોયે માત્ર ડબલ રન મેળવતો શોટ લગાવ્યો હતો અને જે રન વડે ઓવરમાં માત્ર 2 રન આવ્યા હતા.

  • 10 Jul 2022 07:01 PM (IST)

    India vs England, Live Score: ઈંગ્લેન્ડની બેટીંગ સાથે મેચ શરુ

    ઈંગ્લેન્ડ તરફથી ઓપનીંગ જોડી જોસ બટલર અને જેસન રોયના રુપમાં ક્રિઝ પર હાજર છે. બંનેએ ઈંગ્લેન્ડની બેટીંગ શરુ કરી છે. ભારત વતી અવેશ ખાન પ્રથમ ઓવર લઈને આવ્યો છે. જે ભૂવનેશ્વર કુમારને આરામ આપતા અંતિમ ઈલેવનમાં સામેલ કરાયો છે.

  • 10 Jul 2022 06:46 PM (IST)

    India vs England, Live Score: ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

    ઈંગ્લેન્ડની ટીમમાં બે પરિવર્તન કરવામાં આવ્યા છે. ફિલ સોલ્ટ અને રીસ ટોપ્લીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

    ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન-વિકટકીપર), જેસન રોય, ડેવિડ મલાન, ફિલ સોલ્ટ, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, હેરી બ્રુક, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, રીસ ટોપ્લી, ટિમલ મિલ્સ

  • 10 Jul 2022 06:44 PM (IST)

    India vs England, Live Score: ભારતે 4 ખેલાડીઓને આરામ આપ્યો, જુઓ પ્લેઈંગ ઈલેવન

    ભારતે 4 ફેરફાર કર્યા છે. રવિ બિશ્નાઈ, ઉમરાન મલિક, અવેશ ખાન અને શ્રેયસ અય્યર પરત ફર્યા છે. હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે.

    ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, અવેશ ખાન, ઉમરાન મલિક અને રવિ બિશ્નોઈ.

  • 10 Jul 2022 06:35 PM (IST)

    India vs England, Live Score: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટીંગ પસંદ કરી

    સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આજે રવિવારે નોટિંગહામમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે મેચનો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત સિરીઝમાં 2-0 થી આગળ છે અને હવે અંતિમ મેચમાં હારથી બચવા તમામ તાકત ઈંગ્લીશ ટીમ અજમાવી દેશે.

  • 10 Jul 2022 06:22 PM (IST)

    India vs England, Live Score: ભારતે બંને મેચો એકતરફી અંદાજથી જીતી

    ભારતે શ્રેણીની પ્રથમ બે મેચ એકતરફી રીતે જીતી હતી. ભારતે પ્રથમ T20 મેચ 50 રને જીતી લીધી હતી. તે જ સમયે, તેણે એજબેસ્ટન ખાતેની બીજી T20 49 રને જીતી હતી.

  • 10 Jul 2022 06:21 PM (IST)

    India vs England, Live Score: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે. ભારત આ સીરીઝ પહેલા જ જીતી ચૂક્યું છે અને આજે ટીમ ઈન્ડિયા સીરીઝમાં ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે.

Published On - Jul 10,2022 6:18 PM

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">