AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૃથ્વીથી માઇલો દૂર સ્પેસ સ્ટેશનમાં લંચ કેવી રીતે તૈયાર થાય છે ? ભારતીય એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાએ ખોલ્યું અંતરિક્ષના કિચનનું રહસ્ય

જ્યારે તમારું સ્પેસ સ્ટેશન 28,000 કિમી પ્રતિ કલાકની ઝડપે અંતરિક્ષમાં ફરી રહ્યું હોય ત્યારે જમવાનું કેવી રીતે બને છે? ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ સ્પેસ સ્ટેશનમાંથી એક ખાસ વીડિયો શેર કરી ડીહાઈડ્રેટેડ ફૂડમાંથી મેંગો સલાડ બનાવીને બતાવ્યું છે. ગુરુત્વાકર્ષણ વિના રસોઈ બનાવવાની પદ્ધતિ અને પડકારો વિશે વાંચો આ અહેવાલમાં.

પૃથ્વીથી માઇલો દૂર સ્પેસ સ્ટેશનમાં લંચ કેવી રીતે તૈયાર થાય છે ? ભારતીય એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાએ ખોલ્યું અંતરિક્ષના કિચનનું રહસ્ય
| Updated on: Sep 30, 2026 | 4:51 PM
Share

અંતરિક્ષનું નામ સાંભળતાં જ સામાન્ય રીતે આપણા મગજમાં રોકેટ, ચંદ્ર, તારાઓ અને બ્રહ્માંડના અણઉકેલાયેલા રહસ્યો ઘૂમવા લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે અવકાશયાત્રીઓ પૃથ્વીથી સેંકડો માઈલ દૂર સ્પેસમાં હોય છે, ત્યારે તેઓ શું ખાય છે અને તેમનું ભોજન કેવી રીતે તૈયાર થાય છે? તાજેતરમાં જ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ ઇન્સ્ટાગ્રામ પર એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે બતાવ્યું છે કે જ્યારે સ્પેસ સ્ટેશન રૂપી તમારું ‘રેસ્ટોરન્ટ’ 28,000 કિલોમીટર પ્રતિ કલાકની અકલ્પનીય ઝડપે અવકાશમાં ફરી રહ્યું હોય, ત્યારે લંચ કેવી રીતે તૈયાર થાય છે.

અંતરિક્ષમાં પાણી અને ફ્રિજનો જુગાડ

શુભાંશુ શુક્લાએ આ મજેદાર વીડિયોમાં પોતાની મનપસંદ વાનગી ‘મેંગો સલાડ’ બનાવીને બતાવી છે. સ્પેસ સ્ટેશનમાં ભોજન પૃથ્વી પરના સામાન્ય રસોડાની જેમ બનતું નથી. અહીં ખોરાક અલગ-અલગ સ્વરૂપમાં મોકલવામાં આવે છે—જેમ કે ડીહાઈડ્રેટેડ (પાણી શોષી લીધેલું), ફ્રીઝ-ડ્રાઈડ અને થર્મલી સ્ટેબિલાઈઝ્ડ.

મેંગો સલાડ બનાવવા માટે તેમણે એક સ્પેશિયલ મશીનનો ઉપયોગ કર્યો હતો, જે ફૂડ પેકેટની અંદર ચોક્કસ માત્રામાં ઠંડુ પાણી ભરે છે. પાણી ભરાઈ ગયા બાદ પેકેટને થોડીવાર માટે એમ જ રહેવા દેવામાં આવે છે જેથી સૂકાયેલો ખોરાક ફરીથી રી-હાઈડ્રેટ થઈ જાય અને મૂળ સ્વરૂપમાં આવી જાય. ત્યારબાદ પેકેટને બરાબર મિક્સ કરવામાં આવે છે. જો તેને ઠંડુ ખાવું હોય તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં બનેલા ખાસ ફ્રિજમાં રાખી શકાય છે અથવા ગરમ કરવું હોય તો ફૂડ વોર્મરમાં ગરમ કરી શકાય છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે પૃથ્વીના કિચનની જેમ સ્પેસ સ્ટેશનમાં માઇક્રોવેવ હોતો નથી.

સ્પેસમાં સૌથી મોટો પડકાર

અંતરિક્ષમાં ભોજન બનાવવા અને ખાવા પાછળનો સૌથી મોટો પડકાર ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ) નો અભાવ છે. પૃથ્વી પર જો કોઈ ખાવાની વસ્તુ હાથમાંથી છૂટી જાય તો તે સીધી પ્લેટમાં કે જમીન પર પડે છે. પરંતુ સ્પેસમાં ઝીરો-ગ્રેવિટી (માઇક્રોગ્રેવિટી) હોવાને કારણે ખોરાકના નાના-નાના ટુકડા કે કણો (ક્રમ્બ્સ) હવામાં તરવા લાગે છે.

હવામાં તરતા આ સૂક્ષ્મ ટુકડાઓ આસપાસ ઉડીને સ્પેસ સ્ટેશનના અત્યંત સંવેદનશીલ અને મોંઘા સાધનોની અંદર ઘૂસી શકે છે, જે મોટો અકસ્માત સર્જી શકે છે. આ જ કારણ છે કે અંતરિક્ષમાં નાની સરખી વસ્તુ ખાવા માટે પણ ખૂબ જ સાવધાની, આધુનિક ટેકનોલોજી અને અખૂટ ધીરજની જરૂર પડે છે.

જુઓ Video

આ છે દુનિયાના સૌથી મોંઘા ફળો, એકની કિંમત ₹22 લાખ: જાણો ક્યાં થાય છે આ દુર્લભ ફળોની ખેતી

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">