AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: તબિયત ખરાબ હોવા છતાં મુંબઈ સામે દિનેશ કાર્તિકની તોફાની બેટિંગ, ફેન્સ થયા આફરીન

દિનેશ કાર્તિકે માત્ર 18 બોલમાં 30 રન બનાવ્યા હતા. પરંતુ આ દરમિયાન જ્યારે તે આઉટ થઈને પાછો જઈ રહ્યો હતો ત્યારે તે બીમાર જણાતો હતો. જેનો વીડિયો અને ફોટો હાલ વાયરલ થઈ રહ્યો છે. જે બાદ ફેન્સ કાર્તિકની આ ઈનિંગના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

IPL 2023: તબિયત ખરાબ હોવા છતાં મુંબઈ સામે દિનેશ કાર્તિકની તોફાની બેટિંગ, ફેન્સ થયા આફરીન
Dinesh Karthik
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 7:55 PM
Share

મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસની શાનદાર ઈનિંગ્સ સિવાય દિનેશ કાર્તિકની ટૂંકી છતાં દમદાર બેટિંગે ધૂમ મચાવી હતી.

દિનેશ કાર્તિકે માત્ર 18 બોલમાં 30 રન બનાવ્યા હતા. પરંતુ આ દરમિયાન જ્યારે તે આઉટ થઈને પાછો જઈ રહ્યો હતો ત્યારે તે બીમાર જણાતો હતો. જેનો વીડિયો અને ફોટો હાલ વાયરલ થઈ રહ્યો છે. જે બાદ ફેન્સ કાર્તિકની આ ઈનિંગના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

બીમાર હોવા છતા ધમાકેદાર ઈનિંગ રમ્યો દિનેશ કાર્તિક

ખરાબ તબિયત છતાં પણ લોકો દિનેશ કાર્તિકની આ શાનદાર ઈનિંગ પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. કાર્તિકની ઈનિંગના સહારે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ મુંબઈ સામે વાનખેડેમાં આતલ્લો મોટો સ્કોર કરવામાં સફળ રહ્યું હતું.

જો ગઈકાલની મેચની વાત કરવામાં આવે તો, મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. 200 રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઈની ટીમે 17મી ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. મુંબઈના ખેલાડીઓએ તોફાની બેટિંગ કરી ટીમને લીગમાં જરૂરી જીત અપાવી હતી.

ઈશાન કિશને મુંબઈને મજબૂત શરૂઆત અપાવી હતી અને 21 બોલમાં 42 રન ફટકાર્યા હતા. જે બાદ સૂર્યકુમાર યાદવે ધમાકેદાર ફટકાબાજી કરી હતી અને 35 બોલમાં 83 રનની જબરદસ્ત ઈનિંગ રમી બેંગ્લોર પાસેથી મેચ છીનવી લીધી હતી. સૂર્યાએ 83 રનની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

ગઈકાલની મેચમાં ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 200 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 68 રન ફટકાર્યા હતા, જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 65 રનની ઇનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે 18 બોલમાં 30 રનનું યોગદાન આપ્યું હતું. વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">