હાર્દિક પંડ્યાની હોશિયારી ભારે પડી, અર્શદીપ સિંહ સમક્ષ મારી ડંફાસ, ટીમ ઈન્ડિયાને થયું નુકસાન

દક્ષિણ આફ્રિકાના પોર્ટ એલિઝાબેથમાં, ગઈકાલ રવિવારે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકાના હાથે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ, 20 ઓવરમાં માત્ર 124 રન જ બનાવી શકી હતી, જેમાં હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા, આમ છતાં તેની રમવાની શૈલી પર સવાલો ઉભા થયા છે.

હાર્દિક પંડ્યાની હોશિયારી ભારે પડી, અર્શદીપ સિંહ સમક્ષ મારી ડંફાસ, ટીમ ઈન્ડિયાને થયું નુકસાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2024 | 9:02 AM

ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ડરબનમાં વિસ્ફોટક બેટિંગથી મોટો સ્કોર સર્જનારી ટીમ ઈન્ડિયા પોર્ટ એલિઝાબેથમાં માત્ર 124 રનમાં જ ખખડી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને પણ 124 રનનો સ્કોર પાર કરવા સુધી એક તબક્કે તો ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો, આમ છતા છતાં દક્ષિણ આફ્રિકાની ટીમે માત્ર 19 ઓવરમાં જીત માટેનો લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.

જો કે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર નિષ્ફળ જતા આ હારનું મુખ્ય કારણ હતું, પરંતુ હાર્દિક પંડ્યાની હોશિયારી પણ ટીમને મોંઘી પડી હતી. આમ છતા હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન તો બનાવ્યા પણ છેલ્લી ઓવરોમાં કરેલ ભૂલોના કારણે ટીમ અસફળ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. જો હાર્દિકે હોશિયારી ના બતાવી હોત તો ટીમ ઈન્ડિયા 124 રનના સ્કોરમાં થોડા વધુ રન ઉમેરી શકી હોત.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઝડપથી સંજુ સેમસન, કેપ્ટન સૂર્યકુમાર યાદવ જેવા વિસ્ફોટક બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી હતી. 45 રનમાં માત્ર 4 વિકેટ પડી હતી, ત્યારબાદ હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો હતો. આ દરમિયાન અક્ષર પટેલે કેટલાક શોટ ફટકારીને ઝડપથી રન બનાવ્યા હતા, પરંતુ તે રન આઉટ થયો.

Jyotish Shastra : વર્ષની છેલ્લી પૂર્ણિમા પર આ 4 રાશિના લોકો થશે ધનવાન!
રેખા પાછળ લટ્ટુ થઈને ફરતા હતા આ સ્ટાર્સ, લિસ્ટ જોઈ ચોંકી જશો
અંબાણી પરિવારની Radhika Merchant નું આ લિસ્ટમાં આવ્યું નામ
ભારતના 100 રૂપિયા થાઈલેન્ડમાં કેટલા થઈ જાય ?
વિશ્વમાં ગુજરાતનું આ પ્રથમ શહેર જ્યાં માંસાહારી ખાવા અને વેચવા પર છે પ્રતિબંધ
શાહરૂખ ખાન અને જુહીની 7 સુપરહિટ ફિલ્મો, 5મી ફિલ્મ તો કમાલ

આ સમયે હાર્દિક પંડ્યાને રન બનાવવામાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. અક્ષર રન આઉટ થતાં અને રિંકુ સિંહની વિકેટ પણ પડી જતાં, આખી જવાબદારી હાર્દિક પંડ્યા પર આવી ગઈ, જેણે 28માં બોલ પર પોતાની ઇનિંગની પ્રથમ બાઉન્ડ્રી ફટકારી.

હાર્દિકે અર્શદીપને શું કહ્યું?

હાર્દિક સાથે ફટકાબાજી કરવા ક્રિઝ પર ઉતરવા માટે કોઈ મહત્વના બેટ્સમેન ન હતા અને 16મી ઓવરથી અર્શદીપ સિંહ તેની સાથે ક્રિઝ પર આવ્યો હતો. આવી સ્થિતિમાં રન બનાવવાની સમગ્ર જવાબદારી હાર્દિક પંડ્યા પર હતી. હાર્દિકે કેટલાક શોટ પણ માર્યા હતા પરંતુ તેમ છતાં તે ટીમ ઈન્ડિયાની જરૂરિયાત મુજબના નહોતા.

ત્યારબાદ 19મી ઓવરમાં કંઈક એવું બન્યું, જે બાદમાં હાર્દિક ટીકાનું કારણ બની ગયો. આ ઓવરના બીજા બોલ પર અર્શદીપે 1 રન લીધો અને હાર્દિક સ્ટ્રાઈક પર આવ્યો. અહીં જ હાર્દિકે અર્શદીપને કહ્યું કે, હવે તે બીજા છેડે ઊભા રહીને તમાશો જુએ.

આ વાત મેચના લાઈવ પ્રસારણ દરમિયાન સ્ટમ્પ માઈક દ્વારા સામે અને બધાએ તેને ટીવી પર સાંભળી. હવે હાર્દિક પંડ્યા કહેવાના અર્થ એ હતો કે અર્શદીપ તેને બાઉન્ડ્રી ફટકારતો જોતો રહે અને તેનો આનંદ ઉઠાવે, પરંતુ થયું બિલકુલ તેનાથી ઊલટું.

હાર્દિક આગામી 3 બોલમાં એક પણ રન બનાવી શક્યો ના હતો અને છેલ્લા બોલ પર લેગ બાયનો 1 રન લઈને સ્ટ્રાઈક પોતાની પાસે રાખી હતી. પછી 20મી ઓવરમાં પણ આવું જ થયું અને હાર્દિક પ્રથમ 4 બોલમાં એકપણ બાઉન્ડ્રી મારી શક્યો ન હતો, જ્યારે એ ચાર પૈકી 3 બોલમાં સિંગલ રન કરવાનો ઇનકાર કર્યો હતો.

ટીમ ઈન્ડિયાની હાર

અંતે, હાર્દિકે 5માં બોલ પર 2 રન અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યા હતા, પરંતુ આ રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાને ઘણા રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવું નહોતું કે અર્શદીપ ખૂબ જ અનુભવી બેટ્સમેન હતો પરંતુ પ્રથમ બેટિંગ કરતી વખતે દરેક રન મહત્વપૂર્ણ છે અને કોઈપણ રીતે અર્શદીપે 6 બોલમાં 7 રન બનાવ્યા હતા જેમાં એક લાંબી સિક્સર પણ સામેલ હતી. હવે જો હાર્દિકે સ્ટ્રાઈક રોટેટ કરી હોત તો કદાચ સ્કોરમાં કેટલાક વધુ રન ઉમેરાયા હોત અને ટીમ ઈન્ડિયાની હારને ટાળી શકાઈ હોત. હાર્દિકે 45 બોલમાં 39 રન બનાવ્યા હતા.

ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીએ જીત્યા 10 એવોર્ડ
ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીએ જીત્યા 10 એવોર્ડ
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video
Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video
Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video
ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ
ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">