ધોનીનો નવો અવતાર સામે આવ્યો, ‘અથર્વ’ બનીને જંગ લડશે, પસંદ આવી રહ્યો છે લોકોને ધોનીનો નવો લુક

મહેન્દ્ર સિંહ ધોનીની પહેલી વેબ સીરિઝ અથર્વ (Atharva: The Origin) નું ટ્રેલર રિલીઝ, માહીએ ચાહકો સાથે ટ્રેલર રિલીઝ કર્યું

ધોનીનો નવો અવતાર સામે આવ્યો, 'અથર્વ' બનીને જંગ લડશે, પસંદ આવી રહ્યો છે લોકોને ધોનીનો નવો લુક
MS Dhoni Atharva : The Origin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 5:27 PM

મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Sinh Dhoni)ને લઇને કહેવામાં આવે છે કે એ જે માટીને અડે છે તે સોનું બની જાય છે. ધોનીએ ક્રિકેટ(Cricket)ની દુનિયામાં વિકેટકીપર, બેટ્સમેન અને ત્યારબાદ સુકાની તરીકે જબરદસ્ત સફળતા મેળવી. બિઝનસ(Business)ની દુનિયામાં પણ ધોનીનો જલવો છે. પણ હવે ભારતીય ટીમનો આ પુર્વ સુકાની હવે એક નવા જ અવતારમાં લોકો સમક્ષ આવી રહ્યો છે. ધોની હવે એક અવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યો છે તે કહેવામાં કઇ જ ખોટુ નથી. વાત એવી છે કે મહેન્દ્ર સિંહ ધોની એક નવા અવતારમાં લોકો સમક્ષ આવી રહ્યો છે. ધોની હવે વેબ સીરિઝમાં નજર આવશે. આ વેબ સીરિઝનું નામ અથર્વ (Atharva: The Origin) છે. ધોનીએ પોતે આ વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલર રિલીઝ થયા બાદ સોસિયલ મીડિયામાં તહેલકો મચાવી દીધો છે. આ વેબ સીરિઝમાં ધોની એક યોદ્ધા તરીકે જોવા મળશે.

અથર્વ ધ ઓરિજિનમાં ધોનીનો લુક ભગવાન શિવથી પ્રેરિત થયો હોય તેવું લાગી રહ્યું છે. ધોનીના વાળ લાંબા છે. તેના વાળની જતા એકદમ શિવજીની જેમ લાગી રહ્યા છે. તો તેના ગળામાં માળા છે. તેના બંને હાથમાં હથિયાર છે અને તે રાક્ષસો સાથે જંગ લગી રહ્યો છે. લોકોએ ધોનીને ક્રિકેટ રમતો જોયો છે, ફૂટબોલ રમતા જોયો છે, મોંધી બાઇક-કાર ચલાવતા જોયો છે પણ એક યોદ્ધાના લુકમાં પહેલાવાર જોઇ રહ્યા છે અને તેનો આ લુક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ધોનીએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં આ વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ કર્યું છે અને લાખોની સંખ્યામાં લોકો તેને શેર કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અથર્વ : ધ ઓરિજિન શું છે અથર્વ : ધ ઓરિજિન પૌરાણિક કથાઓ અને વિજ્ઞાનના મિશ્રણથી બનેલી એક વેબ સીરિઝ છે. એક લેખક રમેશ થમિલમનીએ એક બુક લખી છે. જે અત્યાર સુધી પબ્લિશ થઇ નથી. આજ આધાર પર ધોનીની વેબ સીરિઝ છે. આ વેબ સીરિઝને ધોનીની એન્ટરટેનમેન્ટ કંપની બનાવી રહી છે. ધોનીની પત્નિ સાક્ષીએ વર્ષ 2019માં આ કંપની બનાવી હતી.

તમને જણાવી દઇએ કે આ પહેલીવાર નથી કે ધોની મનોરંજન જગતમાં ધમાલ મચાવી રહ્યો છે. વર્ષ 2016 માં ધોનીની બાયોપિક એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી રિલીઝ થઇ હતી. જે લોકોએ મોટી સંખ્યામાં પસંદ કરી. સુશાંત સિંહ રાજપુતે આ ફિલ્મમાં ધોનીનું પાત્ર ભજવ્યું હતું. હવે ધોની ગ્રાફિક્સ નોવેલની દુનિયામાં પ્રવેશી રહ્યો છે. તેના ચાહકો આતુરતાથી તેની આ વેબ સીરિઝની રાહ જોઇ રહ્યા છે. જોકે અત્યારે ધોની ચેન્નઈમાં આઈપીએલના મેગા ઓક્શનની રણનીતિ બનાવી રહ્યો છે. આઈપીએલનું મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરી બેંગલુરુમાં થશે.

આ પણ વાંચો : India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં રમાશે પિંક-બોલ ટેસ્ટ મેચ, BCCI અધ્યક્ષ ગાંગુલીએ આપી જાણકારી

આ પણ વાંચો : IND vs WI: શાર્દુલ ઠાકુરે પોતાને બતાવ્યો અસલી ઓલરાઉન્ડર, હાર્દિક પંડ્યા વિશે પણ આપ્યું મોટું નિવેદન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">