India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં રમાશે પિંક-બોલ ટેસ્ટ મેચ, BCCI અધ્યક્ષ ગાંગુલીએ આપી જાણકારી

ભારત શ્રીલંકા સામે પિંક બોલ ટેસ્ટ મેચ રમશે. શ્રીલંકા ભારત સામે 3 ટી20 અને 2 ટેસ્ટ મેચની સીરિઝ રમશે. આ પહેલા ભારત બાંગ્લાદેશ સામે કોલકાતામાં અને ઇંગ્લેન્ડ સામે અમદાવાદમાં ઘરઆંગણે પિંક બોલ ટેસ્ટ મેચ રમી ચુક્યું છે.

India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં રમાશે પિંક-બોલ ટેસ્ટ મેચ, BCCI અધ્યક્ષ ગાંગુલીએ આપી જાણકારી
Sourav Ganguly (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 4:23 PM

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ ગુરુવારે જાણકારી આપી કે ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝ બેંગલુરુમાં રમાશે. આ મેચ પિંક-બોલ (Pink Ball Test) ટેસ્ટ મેચ રહેશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અંતિમ ટી20 મેચ 20 ફેબ્રુઆરીના રોજ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. ત્યાર બાદ શ્રીલંકા ક્રિકેટ ટીમ ભારતનો પ્રવાસ ખેડશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝ ફેબ્રુઆરીના અંતના સપ્તાહમાં શરૂ થશે અને માર્ચની શરૂઆતમાં બે ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. આ સીરિઝની શરૂઆત 2 મેચની ટેસ્ટ સીરિઝથી થશે.

સ્પોર્ટસ્ટાર સાથે વાતચીત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “બંને ટીમ વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચ બેંગલુરુમાં રમાશે. અમે હજુ સુધી સીરિઝ માટે બધા જ સ્થળોને લઇને અંતિમ નિર્ણય નથી લીધો. પણ જલ્દીથી તેના પર નિર્ણય લેવામાં આવશે અને તેની જાણકારી આપવામાં આવશે.” નવેમ્બર 2019માં કોલકાતામાં બાંગ્લાદેશ સામે રમ્યા બાદ ભારત ત્રીજીવાર પિંક બોલ ટેસ્ટની યજમાની કરશે. બીજીવાર ફેબ્રુઆરી 2021માં અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે પિંક બોલ ટેસ્ટ મેચ રમી હતી. જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકા સામે વિરાટ કોહલીએ ટેસ્ટમાં સુકાની પદ છોડ્યા બાદ પહેલીવાર શ્રીલંકા સામે ટેસ્ટ મેચ રમશે.

બેંગલુરુની ટેસ્ટ મેચ કોહલીની 100મી ટેસ્ટ મેચ હશે શ્રીલંકાના ભારત પ્રવાસની શરૂઆત 2 મેચની ટેસ્ટ સીરિઝથી થશે. ત્યાર બાદ 3 મેચની ટી20 સીરિઝ રમાશે. જેમાં બેંગલુરુમાં રમાનાર ટેસ્ટ મેચ વિરાટ કોહલીની 100 મી ટેસ્ટ મેચ હશે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 99 ટેસ્ટ મેચમાં 50.39ની એવરેજથી 7962 રન કર્યા છે. જેમાં 28 અડધી સદી અને 27 સદી ફટકારી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ ફેબ્રુઆરીના અંતમાં શ્રીલંકાની ટીમ ભારતનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસ પર બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ અને 3 ટી20 મેચની સીરિઝ રમાશે. સીરિઝની પહેલી ટેસ્ટ મેચ 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમ્યાન રમાશે. તો બીજી ટેસ્ટ મેચ 5 માર્ચથી 9 માર્ચ દરમ્યાન રમાશે. ત્યાર બાદ 13 માર્ચે પહેલી ટી20, 15 માર્ચના રોજ બીજી મેચ અને 19 માર્ચના રોજ ત્રીજી ટી20 મેચ રમાશે. આ પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને પહેલા ટી20 અને ત્યાર બાદ ટેસ્ટ સીરિઝ રમવા માટે અનુરોધ કર્યો હતો. જોકે આ અંગે હજુ સુધી કોઇ અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો.

આ પણ વાંચો : વડોદરાની ટ્રાયએથલીટ રિદ્ધિની યશસ્વી સિદ્ધિ, ટ્રાયથ્લોનમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટેના ટ્રાયલ કેમ્પ માટે પસંદગી

આ પણ વાંચો : મહિલાઓ માટે IPL ટૂર્નામેન્ટના આયોજનને લઇ BCCI અધ્યક્ષનુ મોટુ અપડેટ, સૌરવ ગાંગુલીએ બતાવ્યુ ક્યારે કરાશે આયોજન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">