IPL 2024 વચ્ચે આ ટીમનો માલિક મેચ ફિક્સિંગમાં ફસાયો, ફ્રેન્ચાઈઝીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવી

શ્રીલંકા ક્રિકેટમાં મેચ ફિક્સિંગને લઈ એક મોટા સમાચાર સામે આવી ગયા છે. મેચ ફિક્સિંગને લઈ એક ટીમને લંકા પ્રીમિયર લીગમાંથી બહાર કરી દેવામાં આવી છે. આ ટીમના માલિક પર મેચ ફિક્સિંગનો આરોપ પણ લાગ્યો છે.

IPL 2024 વચ્ચે આ ટીમનો માલિક મેચ ફિક્સિંગમાં ફસાયો, ફ્રેન્ચાઈઝીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવી
Follow Us:
| Updated on: May 23, 2024 | 11:17 AM

ભારતમાં હાલમાં ક્રિકેટ જગતની સૌથી મોટી લીગ આઈપીએલ રમાઈ રહી છે. આ લીગ વચ્ચે શ્રીલંકામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આઈપીએલની જેમ શ્રીલંકામાં લંકા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવે છે. હાલમાં આ લીગ માટે ઓક્શન પણ યોજાયું હતુ, પરંતુ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, આ લીગની એક ફેન્ચાઈઝીના માલિક ફિક્સિંગમાં ફસાય ચુક્યો છે. ત્યારે શ્રીલંકા ક્રિકેટના આ માલિકને ફ્રેન્ચાઈઝીને લંકા પ્રીમિયર લીગમાંથી બહાર કરી દેવામાં આવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શ્રીલંકા ક્રિકેટે એક મોટો નિર્ણય લેતા દાંબુલા થંડર્સ ફ્રેન્ચાઈઝીને લંકા પ્રીમિયર લીગમાંથી બહાર કરી દીધી છે. આ ટીમના માલિક તમીમ રહમાનને મેચ ફિક્સિંગ મામલે ધરપકડ કરવામાં આવી છે.

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ટીમનો માલિક

શ્રીલંકા ક્રિકેટે મોટો નિર્ણય લેતા દાંબુલા થંડર્સ ફ્રેન્ચાઈઝીને લઈ લંકા પ્રીમિયર લીગમાંથી બહાર કરી દીધી છે. આ ટીમના માલિક તમીમ રહમાનને મેચ ફિક્સિંગમાં શંકા જતા ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશના મૂળ બ્રિટિશ નાગરિક તમીમ રહમામ લંકા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી દાંબુલા થંડર્સના માલિક છે. તેમણે અદાલતના આદેશ બાદ શહેરના ભંડારનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.

કોર્ટે રહેમાનને 31 મે સુધી કસ્ટડીમાં મોકલી દીધો

રમતગમત સંબંધિત ગુનાઓને રોકવા માટે રમત મંત્રાલયમાં રચાયેલ વિશેષ તપાસ એકમના અધિકારીએ આ વ્યક્તિની ધરપકડની પુષ્ટિ કરી છે. કોલંબો મેજિસ્ટ્રેટ કોર્ટે રહેમાનને 31 મે સુધી કસ્ટડીમાં મોકલી દીધો છે.SLCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લંકા પ્રીમિયર લીગે તાત્કાલિક અસરથી દામ્બુલા થંડર્સ ફ્રેન્ચાઇઝીને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. ઈમ્પીરીયલ સ્પોર્ટ્સ ગ્રુપના સ્થાપક તમીમ રહેમાન સામે ફ્રેન્ચાઈઝીની માલિકી અને કાનૂની મુદ્દાઓ સંબંધિત  પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Lanka Premier League જુલાઈ મહિનામાં રમાશે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ છે જેણે મેચ ફિક્સિંગ અને રમતગમતમાં ભ્રષ્ટાચારને ગુનાહિત ગણાવ્યો હતો જ્યારે તેણે 2019માં આ જોખમ સામે કાયદો પસાર કર્યો હતો. કોઈપણ દોષિત ઠરે તેને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને દંડ પણ ભરવો પડી શકે છે.

આ પણ વાંચો : IPL 2024 માંથી RCB બહાર, સતત 17મી વખત ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">