AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs MI IPL 2023 Highlights : ‘El Clásico’ મેચમાં ચેન્નાઈની શાનદાર જીત, જાડેજાની 3 વિકેટ, રાહાણેની ફાસ્ટેસ્ટ ફિફટી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 11:00 PM
Share

Chennai super kings vs Mumbai indians IPL 2023 Highlights Updates In Gujarati : રાહાણે-ગાયકવાડની ધમાકેદાર બેટિંગને કારણે 18.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને ચેન્નાઈએ 7 વિકેટથી જીત મેળવી હતી. રાહાણેએ 19 બોલમાં આ સિઝનની ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારી હતી.

CSK vs MI IPL 2023 Highlights : 'El Clásico' મેચમાં ચેન્નાઈની શાનદાર જીત, જાડેજાની 3 વિકેટ, રાહાણેની ફાસ્ટેસ્ટ ફિફટી
CSK vs MI IPL 2023 Live Score Updates

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની ‘El Clásico’ મેચનો રોમાંચનો જોવા મળ્યો હતો. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 8 વિકેટના નુકશાન સાથે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ ઈનિંગમાં જાડેજાની 3 વિકેટ સાથે શાનદાર કેચ પણ જોવા મળ્યો હતો. ધોની રિવ્યૂ સિસ્ટમને કારણે પણ સ્ટેડિયમમાં ફેન્સ ઝૂમી ઉઠયા હતા. રાહાણે-ગાયકવાડની ધમાકેદાર બેટિંગને કારણે 18.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને ચેન્નાઈએ 7 વિકેટથી જીત મેળવી હતી. રાહાણેએ 19 બોલમાં આ સિઝનની ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી જાડેજાએ 3 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. દેશપાંડે અને સેનટનરે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે ડેબ્યૂ કરનાર બોલર મગાલાએ 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં ચેન્નાઈ તરફથી કોનવેએ 0 રન, ઋતુરાજ ગાયકવાડે 40 રન, રાહાણે 61 રન, શિવમ ડુબેએ 28 રન અને રાયડુએ 20 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 5 સિક્સર અને 14 ચોગ્ગા જોવા મળ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્માએ 21 રન, ઈશાન કિશને 32 રન, ગ્રીને 12 રન, સૂર્યાકુમાર યાદવે 1 રન, તિલકે 22 રન, અરશદ ખાને 2 રન, ટિમ ડેવિડે 31 રન, ત્રિશાન સ્ટબે 5 રન, શોકિને 18 અને ચાવલાએ 5 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 4 સિક્સર અને 15 ચોગ્ગા જોવા મળ્યા હતા. બીજી ઈનિંગમાં બોલરો પણ કોઈ ખાસ પ્રદર્શન કરી શકયા ન હતા. બેહરેડ્રોફ-ચાવલા અને કાર્તિકેયે 1-1 વિકેટ લીધી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Apr 2023 10:56 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : ચેન્નાઈની 7 વિકેટથી જીત

    રાહાણે-ગાયકવાડની ધમાકેદાર બેટિંગને કારણે 18.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને ચેન્નાઈએ 7 વિકેટથી જીત મેળવી હતી.

  • 08 Apr 2023 10:50 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 18 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 153/3

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 40 રન અને રાયડુ 16 રન સાથે રમી રહ્યાં છે. 18 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 153/3

  • 08 Apr 2023 10:41 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 16 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 135/3

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 37 રન અને રાયડુ 2 રન સાથે રમી રહ્યાં છે. ચેન્નાઈને જીતવા માટે 24 બોલમાં 23 રનની જરુર

  • 08 Apr 2023 10:38 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 15 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 135/2

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 37 રન અને રાડયુ 1 રન સાથે રમી રહ્યાં છે. ગાયકવાડે આજે આઈપીએલ 2023નો 14મો સિક્સર ફટકાર્યો હતો.

  • 08 Apr 2023 10:34 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : ચેન્નાઈની ત્રીજી વિકેટ પડી

    કાર્તિકેય કુમારની ઓવરમાં શિવમ ડુબે 28 રન બનાવી આઉટ થયો. ચેન્નાઈનો સ્કોર 14.2 ઓવર બાદ 125/3

  • 08 Apr 2023 10:32 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 14 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 125/2

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 29 રન અને ડુબે 28 રન સાથે રમી રહ્યાં છે. ચેન્નાઈને જીતવા માટે 36 બોલમાં 33 રનની જરુર. આ ઓવરમાં એક ચોગ્ગો અને સિક્સર જોવા મળ્યો. 14 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 125/2

  • 08 Apr 2023 10:25 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 12 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 108/2

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 22 રન અને ડુબે 18 રન સાથે રમી રહ્યાં છે. ચેન્નાઈને જીતવા માટે 48 બોલમાં 50 રનની જરુર. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 08 Apr 2023 10:21 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 11 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 102/2

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 21 રન અને ડુબે 13 રન સાથે રમી રહ્યાં છે. ચેન્નાઈને જીતવા માટે 54 બોલમાં 56 રનની જરુર.11 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 102/2

  • 08 Apr 2023 10:15 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 10 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 97/2

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 20 રન અને ડુબે 9 રન સાથે રમી રહ્યાં છે. ચેન્નાઈને જીતવા માટે 60 બોલમાં 61 રનની જરુર.આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો હતો.

  • 08 Apr 2023 10:12 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 9 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 86/1

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 15 રન અને ડુબે 3 રન સાથે રમી રહ્યાં છે. ચેન્નાઈને જીતવા માટે 66 બોલમાં 72 રનની જરુર

  • 08 Apr 2023 10:05 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : ચેન્નાઈની બીજી વિકેટ પડી

    ચેન્નાઈની બીજી વિકેટ પડી, અજિક્ય રાહાણે 61 રન બનાવી આઉટ. 8 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 82/2

  • 08 Apr 2023 09:55 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : અજિક્ય રાહાણે ફિફટી ફટકારી

    અજિક્ય રાહાણેએ 19 બોલમાં ફિફટી ફટકારી. તેણે આઈપીએલ 2023ની ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારી. 6 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 68/1

  • 08 Apr 2023 09:50 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 5 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 55/1

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 4 રન અને રાહાણે 44 રન સાથે રમી રહ્યાં છે. રાહાણે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. 5 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 54/1

  • 08 Apr 2023 09:45 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 4 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 44/1

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 2 રન અને રાહાણે 36 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર અને 4 ચોગ્ગા જોવા મળ્યો. 4 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 44/1

  • 08 Apr 2023 09:40 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 3 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 21/1

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 2 રન અને રાહાણે 13 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર પણ જોવા મળ્યો. 3 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 21/1

  • 08 Apr 2023 09:37 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 2 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 12/1

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 2 રન અને રાહાણે 2 રન સાથે રમી રહ્યાં છે. 2 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 12/1, મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 158 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 08 Apr 2023 09:29 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : ચેન્નાઈની પ્રથમ વિકેટ પડી

    ચેન્નાઈની પ્રથમ વિકેટ પડી, પ્રથમ ઓવરમાં જ કોનવે 0 રન પર બોલ્ડ થયો. મુંબઈ ઈન્ડિયનસે 158 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 08 Apr 2023 09:10 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 157/8

    અંતિમ ઓવરમાં 3 ચોગ્ગા પણ જોવા મળ્યા. 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 157/8. ચેન્નાઈને મેચ જીતવા માટે 158 રનનો ટાર્ગેટ મળ્યો

  • 08 Apr 2023 09:05 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 19 ઓવર બાદ મુંબઈનો સ્કોર 141/8

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પિયુષ ચાવલા 4 રન અને શોકિન 6 રન સાથે રમી રહ્યાં છે. 19 ઓવર બાદ મુંબઈનો સ્કોર 141/8

  • 08 Apr 2023 09:00 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 18 ઓવર બાદ મુંબઈનો સ્કોર 135/8

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પિયુષ ચાવલા 2 રન અને શોકિન 3 રન સાથે રમી રહ્યાં છે. 18 ઓવર બાદ મુંબઈનો સ્કોર 135/8

  • 08 Apr 2023 08:56 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 17 ઓવર બાદ મુંબઈનો સ્કોર 131/8

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ટિમ ડેવિડ 31 રન બનાવી આઉટ થયો. આ ઓવરમાં 2 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો.17 ઓવર બાદ મુંબઈનો સ્કોર 131/8

  • 08 Apr 2023 08:51 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : મુંબઈની સાતમી વિકેટ પડી

    ડેબ્યૂ બોલર મગાલાએ ત્રિસન્ટ સ્ટબની વિકેટ લીધી, રુતુરાજએ બાઉન્ડ્રી પર સાથી ખેલાડીની મદદથી શાનદાર કેચ પકડયો. 16 ઓવર બાદ મુંબઈનો સ્કોર 113/7

  • 08 Apr 2023 08:43 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 109/6

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ટીમ ડેવિડ 12 રન અને સ્ટબ 3 રન સાથે રમી રહ્યાં છે.15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 109/6

  • 08 Apr 2023 08:37 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : મુંબઈની છઠ્ઠી વિકેટ પડી

    જાડેજાની ઓવરમાં તિલક વર્મા 22 રન બનાવી આઉટ થયો મુંબઈની સ્થિતિ ખરાબ થઈ. 13.1 ઓવરમાં મુંબઈનો સ્કોર 103/6

  • 08 Apr 2023 08:32 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 12 ઓવર બાદ મુંબઈનો સ્કોર 93/5

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્મા 15 રન અને ટીમ ડેવિડ 6 રન સાથે રમી રહ્યાં છે.12 ઓવર બાદ મુંબઈનો સ્કોર 93/5

  • 08 Apr 2023 08:23 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 84/5

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્મા 11 રન અને ટીમ ડેવિડ 3 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો પણ જોવા મળ્યો

  • 08 Apr 2023 08:19 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : મુંબઈની અડધી ટીમ પવેલિયનમાં

    મુંબઈની અડધી ટીમ પવેલિયનમાં, સેન્ટનરની ઓવરમાં અરશદ ખાન 2 રન બનાવી આઉટ થયો. 9.1 ઓવર બાદ મુંબઈનો સ્કોર 76/5

  • 08 Apr 2023 08:14 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : મુંબઈની ચોથી વિકેટ પડી

    મુંબઈની ચોથી વિકેટ પડી, જાડેજાએ શાનદાર કેચ પકડીને ગ્રીનને આઉટ કર્યો. ગ્રીન 12 રન બનાવી આઉટ. 8.2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 73/4

  • 08 Apr 2023 08:09 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : મુંબઈની ત્રીજી વિકેટ પડી

    મુંબઈની ત્રીજી વિકેટ પડી, ધોનીએ સ્ટંપની પાછળથી સૂર્યકુમારનો કેચ પકડી તેને 1 રન પર આઉટ કર્યો, સૂર્યકુમાર યાદવ, ધોની રીવ્યૂ સિસ્ટમને કારણે આઉટ થયો હતો. 8 ઓવર બાદ મુંબઈનો સ્કોર 73/3

  • 08 Apr 2023 08:05 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : ઈશાન કિશન 32 રન બનાવી આઉટ

    જાડેજાની ઓવરમાં ઈશાન કિશન 32 રન બનાવી આઉટ થયો, 6.4 ઓવરમાં મુંબઈનો સ્કોર 64/2

  • 08 Apr 2023 08:00 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 61/1

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 31 રન અને ગ્રીન 7 રન સાથે રમી રહ્યાં છે. મગાલાની ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 61/1

  • 08 Apr 2023 07:55 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 5 ઓવર બાદ મુંબઈનો સ્કોર 47/1

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 18 રન અને ગ્રીન 6 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 08 Apr 2023 07:51 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : રોહિત શર્મા 21 રન બનાવી આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્મા 21 રન બનાવી બોલ્ડ થયો.  દેશપાંડેની ઓવરમાં પ્રથમ બોલ પણ એક સ્કિસર જોવા મળી. 4 ઓવર બાદ મુંબઈનો સ્કોર 37/1. ઈશાન કિશન 15 રન સાથે ક્રિઝ પર છે.

  • 08 Apr 2023 07:46 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 3 ઓવર બાદ મુંબઈનો સ્કોર 30/0

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્મા 14 રન અને ઈશાન કિશન 14 રન સાથે રમી રહ્યાં છે.  આઈપીએલમાં ડેબ્યૂ કરનાર મગાલાની ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા.

  • 08 Apr 2023 07:42 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 16/0

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્મા 13 રન અને ઈશાન કિશન 1 રન સાથે રમી રહ્યાં છે.  દેશપાંડેની ઓવરમાં 5 રન મુંબઈને મળ્યા.

  • 08 Apr 2023 07:36 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : 1 ઓવર બાદ મુંબઈનો સ્કોર 10/0

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્મા અને ઈશાન કિશન મેદાન પર ઓપનિંગ માટે ઉતર્યા છે. દીપક ચહરની ઓવરમાં 2 ચોગ્ગો જોવા મળ્યા. આ ઓવર દરમિયાન દીપક ચહર ઈજાગ્રસ્ત પણ જોવા મળ્યો. તેની સારવાર માટે મેડિકલ સ્ટાફ પણ આવ્યો હતો.

  • 08 Apr 2023 07:20 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : એક ફ્રેમમાં દેખાયે બે દિગ્ગજ

    મુંબઈ અને ચેન્નાઈની મેચ પહેલા સ્ટેડિયમમાં ધોની અને સચિન એકસાથે જોવા મળ્યા હતા. ઘણા સમય બાદ ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજને એક સાથે જોઈ ફેન્સ પણ ખુશ થયા હતા.

  • 08 Apr 2023 07:18 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

    ચેન્નાઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), શિવમ દુબે, ડ્વેન પ્રિટોરિયસ, દીપક ચહર, મિશેલ સેન્ટનર, સિસાંડા મગાલા, તુષાર દેશપાંડે

    મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અરશદ ખાન, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ

  • 08 Apr 2023 07:16 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ નહી રમે

    જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ આઈપીએલની ‘El Clásico’ મેચ, ઈજાને કારણે  બહાર

  • 08 Apr 2023 07:02 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : ચેન્નાઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

     

    ચેન્નાઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી. વાનખેડે સ્ટેડિટયમમાં આજે આઈપીએલની કલાસિક મેચ જોવા મળશે. ટોસ પહેલા સ્ટેડિયમમાં ધોની ધોની અને રોહિત રોહિતના નારા લાગ્યા.

  • 08 Apr 2023 06:58 PM (IST)

    CSK vs MI IPL 2023 Live Score : આજે આઈપીએલની ‘El Clásico’ મેચ

    આજે શનિવારે આઈપીએલની 16મી સિઝનની ત્રીજી ડબલ હેડર છે. પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જ્યારે બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ-ચેન્નાઈને મેચને આઈપીએલની ‘અલ ક્લાસિકો’ મેચ કહેવામાં આવે છે. આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ-ચેન્નાઈ વચ્ચે ઘણી રોમાંચક મેચ જોવા મળી હતી. આજની મેચને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Published On - Apr 08,2023 11:01 AM

g clip-path="url(#clip0_868_265)">