AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘મારા હાથમાં કંઈ નથી’…ધોનીએ IPLમાંથી નિવૃત્તિના સવાલ પર કહી મોટી વાત

એમએસ ધોની IPLની આગામી સિઝનમાં રમશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આ મુદ્દે હજુ સુધી કંઈ કહ્યું નથી. જો કે આ સવાલનો ખુદ પૂર્વ કેપ્ટન ધોનીએ રસપ્રદ જવાબ આપ્યો છે.

'મારા હાથમાં કંઈ નથી'...ધોનીએ IPLમાંથી નિવૃત્તિના સવાલ પર કહી મોટી વાત
MS Dhoni
| Updated on: Aug 01, 2024 | 6:19 PM
Share

એક તરફ તમામ 10 ટીમો IPL 2025 પહેલા મેગા ઓક્શનના મુદ્દાને લઈને ઝઝૂમી રહી છે, તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ આ ટૂર્નામેન્ટમાં નિવૃત્તિના સવાલ પર મોટી વાત કહી છે. જ્યારે ધોનીને હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તે IPL 2025માં રમશે તો તેણે સ્પષ્ટ કહ્યું કે આ બધું તેના હાથમાં નથી. ધોનીએ કહ્યું કે IPL 2025ના રિટેન્શન નિયમોને જોઈને જ નિર્ણય લેવામાં આવશે, હાલમાં આ નિર્ણય તેના હાથમાં નથી.

પ્લેયર રિટેન્શન પર ધોનીની નિવૃત્તિનો આધાર!

ધોનીએ કહ્યું, ‘અમારે પ્લેયર રિટેન્શનના નિર્ણયની રાહ જોવી પડશે, બોલ અત્યારે અમારા કોર્ટમાં નથી. એકવાર નિયમો બની જશે પછી હું નિર્ણય લઈશ.’ એમએસ ધોની 43 વર્ષનો છે અને તેણે છેલ્લી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે તે આધારે જ નિર્ણય લેવામાં આવશે. જો કે તેની ફિટનેસ હવે પહેલા જેવી નથી રહી, પરંતુ આ ખેલાડીએ આખી સિઝનમાં વિકેટકીપિંગ કરી છે, તેથી એવું ન કહી શકાય કે ધોનીમાં હવે તાકાત નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સ કોને રિટેન કરશે?

એક અહેવાલ હતો કે જો BCCI માત્ર ચાર ખેલાડીઓને જ રિટેન કરવાનો નિયમ બનાવે છે તો ધોની માટે આગામી સિઝનમાં રમવું મુશ્કેલ બની જશે. રિપોર્ટ અનુસાર, જો BCCI આગામી સિઝન પહેલા પાંચથી છ ખેલાડીઓને રિટેન કરવાનો નિયમ બનાવે તો જ ચેન્નાઈની ટીમ ધોનીને રિટેન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે જો ચાર ખેલાડીઓને રિટેન કરવા પડશે તો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, મતિશા પથિરાના અને શિવમ દુબેને રિટેન કરી શકાય છે. હવે બધાની નજર IPL ગવર્નિંગ કાઉન્સિલના નિર્ણય પર છે.

ધોનીનું છેલ્લી સિઝનમાં પ્રદર્શન

પ્રદર્શનના દૃષ્ટિકોણથી ધોનીની નિવૃત્તિ અત્યારે યોગ્ય નથી. આ ખેલાડીએ ગત સિઝનમાં ફિનિશર તરીકે ટીમ માટે ઘણું યોગદાન આપ્યું હતું. તે 8 ઈનિંગ્સમાં 53થી વધુની એવરેજથી 161 રન બનાવવામાં સફળ રહ્યો હતો. તેનો સ્ટ્રાઈક રેટ 220થી વધુ હતો.

આ પણ વાંચો: IND vs SL : શ્રીલંકાની ટીમમાં મોહમ્મદ શિરાઝ-ઈશાનની એન્ટ્રી, ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાની વધારશે મુશ્કેલી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">