ક્રિકેટમાં T20 ફોર્મેટ અને IPL ના આયોજન બાદ ક્રિકેટના રોમાંચને વધારી દીધો છે. T20 ફોર્મેટ બાદ અનેક આક્રમક અને શાનદાર ખેલાડીઓ જોવા મળ્યા છે. જોકે T20 ફોર્મેટમાં અત્યાર સુધી સૌથી વઘારે રન બનાવનારા ખેલાડીઓમાં વિરાટ કોહલી (Virat Kohli) નો પણ સમાવેશ થાય છે. વિરાટ કોહલી ઉપરાંત ટોપ ફાઇવના લીસ્ટમાં કિયરોન પોલાર્ડ અને યૂનિવર્સ બોસ ક્રિસ ગેઇલ (Chris Gayle) નો પણ સમાવેશ છે.
T20 ફોર્મેટ બાદ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પણ ખૂબ આગળ વધવા લાગી છે. અનેક દેશો હવે પોતાના ઘર આંગણે T20 લીગનુ આયોજન કરવા લાગ્યા છે. જેનાથી વિશ્વભરના ખેલાડીઓની રમત નિખરવા સાથે અઢળક કમાણી થવા લાગી છે. અનેક ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાંસ લેવા છતાં પણ T20 ફોર્મટના આકર્ષણમાં ઝકડાયેલા જોવા મળે છે. જેમ કે એમએસ ધોની. સૌથી વધુ રન ધરાવતા ટોપ ફાઇવ ખેલાડીઓ પર નજર કરી એ.
સૌથી વધુ રન T20 ફોર્મેટમાં બનાવવામાં ગેઇલ ટોચ પર છે. યૂનિવર્સ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેઇલને T20 ફોર્મેટના સૌથી દિગ્ગજ ખેલાડી માનવામાં આવે છે. IPL માં પણ ક્રિસ ગેઇલ રનના મામલામાં અનેક રેકોર્ડ સ્થાપી આકર્ષણનુ કેન્દ્ર રહ્યો છે. T20 ફોર્મેટમાં તે 4 હજાર થી લઇને 14 હજાર સુધીના રન સ્કોરના આંકને ઝડપ થી પાર કરવાના રેકોર્ડ ધરાવે છે. ગેઇલ T20 ફોર્મેટમાં 432 ઇનીંગ રમી ચુક્યો છે. જેમાં તેણે 37.63 ની સરેરાશ થી 14,038 રન બનાવ્યા છે.
વેસ્ટઇન્ડીઝનો દિગ્ગજ ઓલરાઉન્ડ ખેલાડી સૌથી વધુ રન T20 ફોર્મેટમાં નોંધાવવામાં બીજા સ્થાને છે. IPLમાં મુંબઇ ઇન્ડીયન્સ તરફ થી રમતા પોલાર્ડે T20 ફોર્મેટમાં 484 ઇનીંગ રમી છે. જેમાં તેણે 31.68 રનની સરેરાશ થી 10,836 રન બનાવ્યા છે. પોલાર્ડ આ દરમ્યાન 1 શતક અને 54 અર્ધશતક લગાવી ચુક્યો છે.
પાકિસ્તાનનો આ પૂર્વ કેપ્ટન આ મામલામાં ત્રીજા સ્થાન પર છે. મલિક IPL ટૂર્નામેન્ટમાં શરુઆતની સિઝનમાં રમી ચુક્યો છે. પાકિસ્તાનની સુપર લીગમાં પણ તે તેની રમત દર્શાવી ચુક્યો છે. આ સાથે જ તે વિશ્વની કેટલીક T20 લીગમાં હિસ્સો લઇ ચુક્યો છે. શોએબ મલિક 397 T20 ફોર્મેટની ઇનીંગ રમી ચુક્યો છે. જેમાં તેણે 37.03 ની સરેરાશ થી 10,741 રન કર્યા છે.
ઓસ્ટ્રેલિયન ઓપનર બિગબેશ લીગ ઉપરાંત IPLનો પણ હિસ્સો છે. તે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો સુકાની રહી ચુક્યો છે. આ ઉપરાંત પણ તે કેટલીક T20 લીગનો હિસ્સો રહ્યો છે. તેણે T20 ફોર્મેટમાં 8 શતક અને 82 અર્ધશતક લગાવ્યા છે. આમ વોર્નરે 37.08 ની સરેરાશ થી 10,017 રન બનાવ્યા છે.
ભારતીય ટીમના કેપ્ટન T20 ફોર્મેટમાં 10 હજાર રનના આંકને પાર કરવા માટે થોડોક જ દુર છે. તો વળી ડેવિડ વોર્નર થી પણ તે 100 રન કરતા પણ ઓછા અંતરે પાછળ છે. આમ વિરાટ કોહલી રનના રેકોર્ડમાં હજુ પણ ફેન્સને નવી સિદ્ધીઓ હાંસલ કરતો જોવા મળી શકે છે. આગામી IPL 2021 ના આગળના તબક્કા અને T20 વિશ્વકપની તેની ઇનીંગ સાથે તેના આ રેકોર્ડમાં મોટા ફેરફાર કરી શકે છે.
કોહલી સૌથી વધુ રન બનાવવાના મામલામાં હાલ પાંચમા સ્થાને છે. તેની આગળના ચારેય ખેલાડીઓમાં સૌથી વધારે એટલે કે, 41.86 રનની સરેરાશ ધરાવે છે. આમ તે 9922 રન બનાવી ચુક્યો છે. જેમાં તેણે 5 શતક અને 72 અર્ધશતક લગાવી ચુક્યો છે.