ઓસ્ટ્રેલિયામાં વોર્નરને લઈ હોબાળો, પસંદગી-નિવૃત્તિ પર ઉભા થયા સવાલ, બે પૂર્વ સાથી ખેલાડીઓ સામ-સામે
ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામે રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં આ અંગે હોબાળો મચી ગયો છે. વોર્નરના બે ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ એકબીજાની વિરુદ્ધ થઈ ગયા છે.

ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. તે પાકિસ્તાન શ્રેણી બાદ ક્રિકેટને અલવિદા કહી દેશે. હાલમાં, પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં તેને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. સિરીઝની છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમાશે, જે વોર્નરની કારકિર્દીની છેલ્લી મેચ હશે. પરંતુ આ અંગે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં હોબાળો મચી ગયો છે. પૂર્વ ક્રિકેટર વોર્નરને લઈને સામ-સામે આવી ગયા છે. આ બંને વોર્નર સાથે રમ્યા છે.
ડેવિડ વોર્નર પાકિસ્તાન શ્રેણી બાદ નિવૃત્તિ લેશે
જોન્સનને વોર્નરના જૂના ઘા તાજ કર્યા હતા. વોર્નર એ ક્રિકેટર છે જેના પર બોલ ટેમ્પરિંગના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન તે ટીમનો વાઈસ કેપ્ટન હતો અને ત્યારબાદ આ વિવાદ ઊભો થયો હતો. આ અંગે જોન્સને કહ્યું છે કે આજ સુધી વોર્નરે આ મામલાની સંપૂર્ણ જવાબદારી લીધી નથી. વોર્નરની નિવૃત્તિને કારણે ઓસ્ટ્રેલિયામાં સર્જાયેલા વાતાવરણને લઈને જોન્સન નારાજ છે અને બેઈલીએ તેને આ અંગે જવાબ આપ્યો છે.
‘I hope he is okay’ – Chief selector George Bailey responds to Mitchell Johnson’s explosive column
READ ⬇️https://t.co/fju0eQUUMk
— Wisden (@WisdenCricket) December 3, 2023
જોન્સને વોર્નરની પસંદગી પર સવાલ ઉઠાવ્યા
જોન્સને ધ વેસ્ટ ઓસ્ટ્રેલિયનમાં પોતાની કોલમમાં પાકિસ્તાન શ્રેણી માટે વોર્નરની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. તેણે લખ્યું છે કે વોર્નર જે રીતે વિદાઈ લઈ રહ્યો છે તે જોઈને લાગે છે કે તે દેશનું અપમાન છે. વોર્નરની છેલ્લી શ્રેણી જે રીતે તૈયાર થઈ રહી છે તેનું કારણ શું કોઈ સમજાવી શકે છે? સંઘર્ષ કરી રહેલા ઓપનિંગ બેટ્સમેનને નિવૃત્તિની તારીખ પસંદ કરવાનો અધિકાર કોણે આપ્યો? જે વ્યક્તિ ઓસ્ટ્રેલિયન ક્રિકેટના સૌથી મોટા કૌભાંડનું કેન્દ્ર રહ્યો છે તેને હીરોની જેમ વિદાય કેમ આપવામાં આવી રહી છે?
બેઈલીએ જવાબ આપ્યો
બેઈલીએ જ્હોન્સનની કોલમ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બેઈલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેણે જોન્સનના લેખનો ભાગ વાંચ્યો છે અને આશા છે કે તે ઠીક થઈ જશે. જોકે બેઈલીએ વોર્નરનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું કે શું કોઈ તેને કહી શકે છે કે ટીમથી દૂર રહીને કોઈ આવી વાતો કેવી રીતે કહી શકે છે, તે જાણ્યા વિના કે ખેલાડી કેવી પરિસ્થતિમાંથી પસાર થયો છે, ટીમ અને કોચિંગ સ્ટાફની યોજના શું છે તે જાણ્યા વિના, હું તે પદ્ધતિ જાણવા માંગુ છું.
આ પણ વાંચો: એક બોલ પર બે બેટ્સમેન આઉટ, શું તમે જાણો છો ક્રિકેટનો આ નિયમ?
