AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાડેજાની વિકેટ પર વિવાદ, શું અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો, જાણો શું છે સત્ય

હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રવીન્દ્ર જાડેજાના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. આ ભારતીય ઓલરાઉન્ડર 87 રન બનાવીને આઉટ થયો હતો. જાડેજા તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી માત્ર 13 રનથી ચૂકી ગયો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે તેની વિકેટને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે.

જાડેજાની વિકેટ પર વિવાદ, શું અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો, જાણો શું છે સત્ય
Ravindra Jadeja
| Updated on: Jan 27, 2024 | 1:50 PM
Share

હૈદરાબાદ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ સાથે જે થયું, એવી જ સ્થિતિ રવીન્દ્ર જાડેજાની થઈ. યશસ્વી અને રાહુલની જેમ રવીન્દ્ર જાડેજા પણ હૈદરાબાદ ટેસ્ટમાં સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. જોકે, રવીન્દ્ર જાડેજાએ જે રીતે આઉટ આપવામાં આવ્યો તેને લઈ હવે નવો વિવાદ શરૂ થઈ ગયો છે.

રવીન્દ્ર જાડેજા સાથે ખોટું થયું!

રવીન્દ્ર જાડેજાની વિકેટ શા માટે વિવાદાસ્પદ હતી તે તમે આગળ જાણશો પણ પહેલા સમજો કે તેને કેવી રીતે આઉટ જાહેર કરવામાં આવ્યો. રવીન્દ્ર જાડેજાએ રૂટના બોલ પર ફ્રન્ટ ફૂટ ડિફેન્સ કર્યું અને આ દરમિયાન બોલ તેના પેડ સાથે અથડાયો. અમ્પાયરે તેને આઉટ આપ્યો. આ પછી રવીન્દ્ર જાડેજાએ તરત જ રિવ્યુ લીધો હતો.

થર્ડ અમ્પાયરે જાડેજાને આઉટ જાહેર કર્યો

રિપ્લેમાં જોવા મળ્યું હતું કે બોલ તેના બેટ સાથે અથડાઈને પેડ સાથે અથડાયો હતો. આ જ કારણ છે કે રવીન્દ્ર  જાડેજાએ તરત જ ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો. આ પછી થર્ડ અમ્પાયરે તેની પાસે ઉપલબ્ધ તમામ તકનીકોનો ઉપયોગ કર્યો. થર્ડ અમ્પાયર એ જાણી શક્યા નહોતા કે બોલ રવીન્દ્ર જાડેજાના પેડમાં વાગ્યો હતો કે બેટમાં. લાંબા સમય સુધી રિપ્લે ચાલુ રહ્યો અને પછી રવીન્દ્ર જાડેજાને આઉટ આપવામાં આવ્યો.

જાડેજાને શા માટે આઉટ આપવામાં આવ્યો?

સવાલ એ છે કે જ્યારે ત્રીજા અમ્પાયરને ખબર ન હતી કે બોલ રવીન્દ્ર જાડેજાના બેટ કે પેડમાંથી કોને પહેલા અથડાયો હતો તો પછી તેને આઉટ કેવી રીતે આપવામાં આવ્યો? તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં ઘણીવાર થર્ડ અમ્પાયર મેદાન પરના અમ્પાયરની તરફેણમાં નિર્ણય આપી દે છે. ઓન ફિલ્ડ અમ્પાયરે રવીન્દ્ર જાડેજાને આઉટ આપ્યો હતો અને તેથી જ થર્ડ અમ્પાયરે પણ જાડેજાને આઉટ આપ્યો.

આ પણ વાંચો : વેઈટર માતા અને રસોઈયા પિતાના પુત્રએ વર્લ્ડ નંબર 1 ખેલાડીને હરાવી મચાવી ધમાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">