વેઈટર માતા અને રસોઈયા પિતાના પુત્રએ વર્લ્ડ નંબર 1 ખેલાડીને હરાવી મચાવી ધમાલ
22 વર્ષીય યાનિક સિનરે ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઈનલ મેચમાં નોવાક જોકોવિચને હરાવ્યો હતો. સિનરની આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ છે. આ ઈટાલિયન ખેલાડીના માતા-પિતા હોટલમાં વેઈટર્સ અને શેફ છે, પરંતુ જોકોવિચને હરાવીને તેણે ઈતિહાસ રચી દીધો છે.
ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં મોટો અપસેટ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમની પ્રથમ સેમિફાઈનલ વિશ્વના નંબર 1 સર્બિયાના નોવાક જોકોવિચ અને યાનિક સિનર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સિનરે 24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન જોકોવિચને 6-1, 6-2, 6-7 (8-6), 6-3થી હરાવ્યો હતો. આ મેચ 3 કલાક અને 23 મિનિટ ચાલી હતી.
જોકોવિચને હરાવ્યા બાદ સિનર ફેમસ થઈ ગયો
અગાઉ જોકોવિચે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાર્કમાં તેની તમામ 10 ફાઈનલ અને સેમીફાઈનલ મેચો જીતી હતી, પરંતુ આ વખતે સિનર તેના રસ્તામાં ઉભો રહ્યો હતો. ગઈકાલ સુધી અજાણ્યો સિનર માત્ર એક મેચ બાદ વિશ્વનો સૌથી પ્રખ્યાત ટેનિસ ખેલાડી બની ગયો છે. પ્રશ્ન એ છે કે સિનર કોણ છે અને તેઓ ક્યાંનો છે?
યાનિક સિનર કોણ છે?
યાનિક સિનરનો જન્મ 16 ઓગસ્ટ 2001ના રોજ ઈટાલીના સાન કેન્ડિડોમાં થયો હતો. હાલમાં તે મોન્ટે-કાર્લોમાં રહે છે. સાન કેન્ડીડો એ ઓસ્ટ્રિયન સરહદની નજીક ઉત્તર ઈટાલીમાં દક્ષિણ ટાયરોલનું એક નગર છે. સિનર બાળપણથી રોજર ફેડરરથી પ્રેરણા લઈ ટેનિસ શીખી રહ્યો છે અને આ 22 વર્ષના ખેલાડી માટે આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હશે.
FIRST GRAND SLAM FINAL!! #AusOpen • #AO2024 pic.twitter.com/OUV9Pd3IJI
— #AusOpen (@AustralianOpen) January 26, 2024
માતા વેઈટ્રેસ, પિતા રસોઈયા
સિનર સેક્સટન શહેરમાં મોટો થયો હતો, જ્યાં તેના પિતા અને માતા સ્કી લોજમાં રસોઈયા અને વેઈટ્રેસ તરીકે કામ કરતા હતા. તેને માર્ક નામનો એક ભાઈ છે. સિનરે ત્રણ વર્ષની ઉંમરે સ્કીઇંગ અને ટેનિસ રમવાનું શરૂ કર્યું. તે અગાઉ ચાર વખત ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પણ પહોંચી ચૂક્યો છે. તેણે 2020 માં રોલેન્ડ-ગેરોસ ખાતે અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતું, જ્યાં તેણે એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવ્યો હતો.
Scintillating Sinner
He achieves the impossible defeating 10x #AusOpen champion Djokovic 6-1 6-2 6-7(6) 6-3.@janniksin • #AO2024 • @wwos • @espn • @eurosport • @wowowtennis@Kia_Worldwide • #Kia • #MakeYourMove pic.twitter.com/X6qFAtegq7
— #AusOpen (@AustralianOpen) January 26, 2024
સિનર માટે 2023 શાનદાર રહ્યું
આ આખું વર્ષ સિનર માટે આશ્ચર્યજનક રહ્યું છે. તે શાનદાર ફોર્મમાં છે અને તેણે તેની છેલ્લી 20 મેચમાંથી 19 જીતી છે. સિનરે ઓક્ટોબરમાં એટીપી ટાઈટલ જીત્યું હતું. તે ઈટાલીની ડેવિસ કપ જીતમાં પણ સામેલ હતો. હવે તેણે 24 વખત ગ્રાન્ડ સ્લેમ જીતનાર નોવાક જોકોવિચને હરાવ્યો છે. બીજા સ્થાને સ્પેનના રાફેલ નડાલ છે, જેના નામે 22 ખિતાબ છે.
આ પણ વાંચો : 3 વર્ષની ઉંમરે આંખો ખરાબ થઈ છતાં લીધી 1000થી વધુ વિકેટ, વિશ્વક્રિકેટમાં બનાવી અલગ પહેચાન