AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું કોહલીએ BCCIના નિયમો તોડ્યા? ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન વાયરલ થયેલ ફોટો બાદ ઉઠયા સવાલ

પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને તેની આગામી મેચ પહેલા 6 દિવસનો વિરામ મળ્યો. આ વિરામ દરમિયાન ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ આરામ કરી રહ્યા છે અને હવે ટ્રેનિંગ પર પાછા ફર્યા છે, જ્યારે વિરાટ કોહલી આ દરમિયાન IPL માટે શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. જે બાદ કોહલીએ BCCIનો નિયમ તોડ્યો હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર શરૂ થઈ છે.

શું કોહલીએ BCCIના નિયમો તોડ્યા? ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન વાયરલ થયેલ ફોટો બાદ ઉઠયા સવાલ
Virat KohliImage Credit source: PTI
| Updated on: Feb 26, 2025 | 8:42 PM
Share

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે રમવાની છે પરંતુ તે પહેલા પણ ટીમ ઈન્ડિયાને બ્રેક મળી ગયો છે. આ વિરામમાં, ભારતીય ખેલાડીઓએ થોડો આરામ કર્યા પછી ફરીથી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે, પરંતુ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ IPL માટે તૈયારી શરૂ કરી દીધી છે, જેના કારણે પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું કોહલીએ BCCI ના નિયમો તોડ્યા છે?

વિરાટ કોહલી RCBની જર્સીમાં જોવા મળ્યો

વિરાટ કોહલીએ આરામ કરવાની સાથે IPL સંબંધિત મહત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ કર્યું. વિરાટનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેની IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જર્સીમાં જોવા મળી રહ્યો છે. આ ફોટા સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોહલી દુબઈની ટીમ હોટલમાં આ જર્સી પહેરીને આવ્યો હતો અને આ દરમિયાન તે IPL 2025 માટે એક જાહેરાતનું શૂટિંગ કરી રહ્યો હતો. આ ફોટોશૂટ જિયોસ્ટાર માટે થઈ રહ્યું હતું.

કોહલીએ BCCIનો નિયમો તોડ્યો?

પરંતુ આનાથી એ પ્રશ્ન ઉભો થયો છે કે શું કોહલીએ BCCIના નિયમો તોડ્યા છે? હકીકતમાં, ગયા મહિને જ, BCCI દ્વારા ખેલાડીઓ માટે નવા નિયમો (માર્ગદર્શિકા) જારી કરવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ખેલાડીઓ કોઈપણ ટુર્નામેન્ટ અથવા શ્રેણી દરમિયાન વ્યક્તિગત ફોટો શૂટ કે જાહેરાત શૂટ નહીં કરે. તો શું વિરાટે BCCI ના નિયમો તોડ્યા? વાસ્તવમાં, BCCIએ ખેલાડીઓના વ્યક્તિગત પ્રમોશન અથવા જાહેરાત અંગે આ નિયમો બનાવ્યા છે, પરંતુ IPL એ BCCIની જ ટુર્નામેન્ટ છે. આવી સ્થિતિમાં, કોઈપણ પ્રકારનું શૂટ વ્યક્તિગત જાહેરાતની શ્રેણીમાં આવતું નથી.

22 માર્ચથી શરૂ થશે IPL

ચેમ્પિયન્સ ટ્રોફી સમાપ્ત થયાના થોડા દિવસો પછી જ IPLની 18મી સિઝન શરૂ થશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ 9 માર્ચે રમાશે, જ્યારે IPL 22 માર્ચથી શરૂ થશે અને પહેલી જ મેચમાં કોહલીની RCB ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો કરશે. આ વખતે બેંગલુરુ નવા કેપ્ટનના નેતૃત્વમાં રમશે. સ્ટાર બેટ્સમેન રજત પાટીદારને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જે ફાફ ડુ પ્લેસિસનું સ્થાન લેશે.

આ પણ વાંચો: પહેલા ફટકાર્યા, બાદમાં હાથ જોડ્યા, જાણો અફઘાન ખેલાડીની સદીનું શું છે ભારતીય કનેક્શન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">