ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં B.Com સેમ-4ની પરીક્ષામાં પૂછાયા સેમ-2ના પ્રશ્નો, વિદ્યાર્થીઓ અટવાયા – જુઓ Video
પંચમહાલની ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની પરીક્ષામાં એક મોટી ભૂલ સામે આવી છે. કાલોલની એમ.એમ. ગાંધી કોલેજમાં B.Com સેમિસ્ટર-4ના પેપરમાં ભૂલથી સેમિસ્ટર-2ના પ્રશ્નો પૂછાઈ જતાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા.
પંચમહાલ જિલ્લાની ગુરુ ગોવિંદ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં એક ગંભીર ભૂલ સામે આવી છે. કાલોલની “એમ.એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ”માં યોજાયેલી પરીક્ષા દરમિયાન આ છબરડો જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, અહીં B.Com સેમિસ્ટર 4 ની પરીક્ષામાં બિઝનેસ મેનેજમેન્ટ વિષયનું પેપર લેવામાં આવી રહ્યું હતું. જો કે, આ પ્રશ્નપત્રમાં સેમિસ્ટર 4 ને બદલે સેમિસ્ટર 2 ના પ્રશ્નો પૂછવામાં આવતા વિદ્યાર્થીઓ ગૂંચવણમાં મુકાયા હતા. આ ભૂલ અંગે વિદ્યાર્થીઓએ તાત્કાલિક સુપરવાઈઝરનું ધ્યાન દોર્યું હતું, જે બાદ યુનિવર્સિટીના સંચાલકોને જાણ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ યુનિવર્સિટી દ્વારા નવું પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ કરવા માટે અલગથી વધારાનો સમય પણ ફાળવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, કોલેજ તંત્ર દ્વારા આ ઘટનાને છબરડો માનવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને તેને માત્ર એક ‘પ્રિન્ટિંગ મિસ્ટેક’ ગણાવવામાં આવી છે. આ ઘટનાને કારણે પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓએ પણ આ પ્રકારની ભૂલો ફરી ન થાય તે માટે યોગ્ય આયોજન અને ચકાસણીની માગણી કરી છે.
આ પણ વાંચો: જૈન મુની સાગરચંદ્ર સામે અવાજ ઉઠાવનાર પીડિત મહિલાઓને ‘જાનથી મારી નાખવાની ધમકી’, શું પોલીસ હજુ પણ તમાશો જોશે?
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
