AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાખી પર લાગ્યો કલંક! કડી હુમલા કેસમાં 25 દિવસ વીત્યા છતાં ફરાર આરોપીઓ સામે ન કરાઈ કોઈ કાર્યવાહી

ખાખી પર લાગ્યો કલંક! કડી હુમલા કેસમાં 25 દિવસ વીત્યા છતાં ફરાર આરોપીઓ સામે ન કરાઈ કોઈ કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2026 | 2:34 PM
Share

મહેસાણાના કડીમાં સોલંકી રવિરાજસિંહ નામના ક્ષત્રિય યુવક પર તલવાર અને કુહાડી જેવા હથિયારોથી થયેલા જીવલેણ હુમલાના 25 દિવસ બાદ પણ ન્યાય ન મળતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં ક્ષત્રિય યુવક રવિરાજસિંહ સોલંકી પર થયેલા અત્યંત ક્રૂર હુમલાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે. હુમલાખોરોએ તલવાર અને કુહાડીના ઘા ઝીંકી યુવકને 40 જેટલા ફ્રેક્ચર કર્યા હોવા છતાં, બનાવના 25 દિવસ બાદ પણ મુખ્ય આરોપીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી ન થતા ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે.

અમદાવાદ અને મહેસાણાના ક્ષત્રિય આગેવાનોની આગેવાનીમાં યોજાયેલી આ વિશાળ રેલીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને ક્ષત્રિય આગેવાન અભિજીતસિંહ બારડે પોલીસ તંત્રની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. તેમનો આક્ષેપ છે કે રાજકીય દબાણના કારણે પોલીસ આ કેસમાં ઢીલી નીતિ અપનાવી રહી છે અને આરોપીઓ બેખોફ ફરી રહ્યા છે.

ક્ષત્રિય સમાજે માંગ કરી છે કે ફરાર આરોપીઓ સામે આઈપીસી કલમ 307 અને 120B હેઠળ ગુનો નોંધી તેમની તુરંત ધરપકડ કરવામાં આવે. જો આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જૈન મુની સાગરચંદ્ર સામે અવાજ ઉઠાવનાર પીડિત મહિલાઓને ‘જાનથી મારી નાખવાની ધમકી’, શું પોલીસ હજુ પણ તમાશો જોશે?

Published on: Mar 30, 2026 08:48 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">