AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : શ્રેયંકા પાટીલે પકડ્યો આશ્ચર્યજનક કેચ, Video સોશિયલ મીડિયા પર વાયરલ

ભારતે આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026માં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતુ. વર્લ્ડકપમાં શાનદાર શરુઆત કરી છે. સ્મૃતિ મંધાનાએ શાનદાર ઈનિગ્સ રમી હતી. જ્યારે દિપ્તી શર્માએ 5 વિકેટ લઈ પાકિસ્તાનની બેટિંગ ઓર્ડરને સંકટમાં નાખ્યું હતુ.

IND vs PAK : શ્રેયંકા પાટીલે પકડ્યો આશ્ચર્યજનક કેચ, Video સોશિયલ મીડિયા પર વાયરલ
| Updated on: Jun 15, 2026 | 11:18 AM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ ખુબ જ રોમાંચક રહી હતી. આ દરમિયાન કોઈ એક એવી ક્ષણ પણ સામે આવે છે જે ચાહકોને લાંબા સમય સુધી યાદ રહે છે. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026માં એજબેસ્ટનમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે ભારતીય ખેલાડી શ્રેયંકા પાટિલે હવામાં જઈ એવો કેચ પકડ્યો કે, આખું સ્ટેડિયમ તેમજ તેના ચાહકો ચોંકી ગયા હતા. ભારતીય ટીમની જીત વચ્ચે શ્રેયંકાનો આ શાનદાર કેચ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આઈસીસીએ પોતાના ઓફિશિયલ ફેસબુક અકાઉન્ટ પર આ શાનદાર કેચનો વીડિયો શેર કર્યો છે.

શ્રેયંકાએ પકડ્યો શાનદાર કેચ

પાકિસ્તાનની ઈનિગ્સની 15મી ઓવરમાં સ્પિનર શ્રી ચરણી બોલિંગ કરી રહી હતી. તેમણે ઓવરના ચોથા બોલ ઓફ સ્ટંપની બાહર થોડો ફ્લાઈટેડ રાખ્યો હતો. આ બોલ પર રમી શમીમ આગળ આવી મોટો શોર્ટ રમવા ગઈ હતી પરંતુ આ શોર્ટને શ્રેયંકા પાટિલે એવી રીતે પકડ્યો કે, બધા જોતા રહી ગયા. તેમણે હવામાં ડ્રાઈવ લગાવી આ શાનદાર કેચ પકડ્યો હતો. શ્રેયંકાના આ કેચ બાદ પાકિસ્તાનનો સ્કોર 91/7 હતો. મેચ સંપૂર્ણ રીતે ભારતીય ટીમની નજરમાં જોવા મળી રહી હતી.

મંધાના અને દીપ્તિએ અપાવી જીત

આ પહેલા ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 170/6 નો મજબુત સ્કોર બનાવ્યો હતો. શરુઆતના ઝટકા બાદ સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી 44 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેની ઈનિગ્સમાં 9 ચોગ્ગા અને 2 સિકસ સામેલ હતી. સ્મૃતિ મંધનાએ કેપ્ટન હરમનપ્રીત કૌરની સાથે ત્રીજી વિકેટ માટે 91 રનની મહત્વની પાર્ટનરશીપ કરી હતી. હરમનપ્રીત કૌરે 36 રન બનાવ્યા હતા. જ્યારે રિચા ધોષે 17 બોલમાં 34 રનની તોફાની ઈનિગ્સ રમી ભારતને મોટા સ્કોર સુધી પહોંચાડયું હતુ.

171 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાને શાનદાર શરુઆત કરી હતી. પાવરપ્લે સુધી 52/1 બનાવ્યા હતા. મુનબા અલીએ 41 રન બનાવ્યા હતા પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ આખી મેચને પલટાવી નાંખી હતી. દીપ્તિ શર્માએ 4 ઓવરમાં માત્ર 10 રન આપી 5 વિકેટ લીધી હતી. શ્રી ચરણી 3 વિકેટ લઈ પાકિસ્તાનને ધુળ ચટાવી હતી. આખી પાકિસ્તાનની ટીમ 17 ઓવરમાં 106 રન પર સમેટાય ગઈ હતી. ભારતીય ટીમે 64 રનથી શાનદાર જીત મેળવી હતી.

5 ભાઈ – બહેનમાં સૌથી નાની છે દીપ્તિ, યુપી વોરિયર્સે દીપ્તિ શર્માને 3.2 કરોડમાં રિટેન કરી, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
g clip-path="url(#clip0_868_265)">