AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 42 વર્ષની ઉંમરે એબી ડી વિલિયર્સે 37 બોલમાં ફટકારી ધમાકેદાર સદી, 11 છગ્ગા ફટકાર્યા

શારજાહમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં એબી ડી વિલિયર્સે 40 બોલમાં અણનમ 111 રન ફટકારીને દક્ષિણ આફ્રિકાને જીત અપાવી. એબી ડી વિલિયર્સે 11 છગ્ગા ફટકાર્યા હતા. 42 વર્ષની ઉંમરે ધમાકેદાર બેટિંગ કરી એબી ડી વિલિયર્સે સાબિત કર્યું કે ઉંમર એ ફક્ત એક નંબર છે.

Breaking News: 42 વર્ષની ઉંમરે એબી ડી વિલિયર્સે 37 બોલમાં ફટકારી ધમાકેદાર સદી, 11 છગ્ગા ફટકાર્યા
AB de VilliersImage Credit source: X
| Updated on: Oct 09, 2026 | 9:30 PM
Share

એવું કહેવાય છે કે સિંહ ગમે તેટલો મોટો થઈ જાય, તે ક્યારેય શિકાર કરવાનું ભૂલતો નથી. આ કહેવત એબી ડી વિલિયર્સને સંપૂર્ણ રીતે બંધબેસે છે. એબી ડી વિલિયર્સને નિવૃત્તિ લીધાને ઘણો સમય થઈ ગયો છે પરંતુ આ ખેલાડીના બેટની તાકાત અને ચમક હજુ પણ અદ્ભુત છે. શારજાહમાં રમાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં એબી ડી વિલિયર્સે ફક્ત 37 બોલમાં સદી ફટકારીને આ સાબિત કર્યું. એબી ડી વિલિયર્સે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સના બોલરોને કચડી નાખ્યા અને તેની તોફાની ઇનિંગના આધારે દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે ફક્ત 15.4 ઓવરમાં 210 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.

એબી ડી વિલિયર્સનો ધમાકો

એબી ડી વિલિયર્સે 37 બોલમાં પોતાની સદી પૂરી કરી, પણ પહેલા ત્રણ બોલમાં તે ખાતું પણ ખોલી શક્યો નહીં. તેણે પોતાના સાતમા બોલ પર પોતાનો પહેલો છગ્ગો ફટકાર્યો અને પછી બાઉન્ડ્રીનો મારો ચલાવ્યો. તેણે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરો બેન લાફલિન-કેન રિચાર્ડસન અને લેગ-સ્પિનર ​​ફવાદ અહેમદની જોરદાર ધુલાઈ કરી હતી. ડી વિલિયર્સે 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછીના 14 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ડી વિલિયર્સે બેન હેલ્ફેનહોસના બોલ પર છગ્ગો મારીને પોતાની સદી પૂરી કરી હતી.

WCLમાં ડી વિલિયર્સ જોરદાર ફોર્મમાં

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં એબી ડી વિલિયર્સનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. આ દિગ્ગજ બેટ્સમેને WCLમાં તેની છેલ્લી સાત ઇનિંગ્સમાં ત્રણ સદી ફટકારી છે. તે ફક્ત એક જ વાર નિષ્ફળ ગયો છે અને છ રન બનાવ્યા હતા. તેણે WCLમાં બે અડધી સદી પણ ફટકારી છે. આ સબીટ કરે છે કે ડી વિલિયર્સ 42 વર્ષનો હોવા છતાં હજુ પણ ક્રિકેટમાં ધમાલ મચાવી શકે છે.

Breaking News: સંજુ સેમસનની 21 બોલમાં ફિફ્ટી, પાવરપ્લેમાં મચાવી ધમાલ, કોહલીના રેકોર્ડની કરી બરાબરી

Follow Us
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો
અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
g clip-path="url(#clip0_868_265)">