AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વુમન્સ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌર કરશે ટીમની કપ્તાની

ઈંગ્લેન્ડમાં 2026 માં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષે જ ટીમ ઈન્ડિયાએ પહેલીવાર મહિલા ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો અને આ વખતે પ્રથમ T20 વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે આ ટીમ મેદાનમાં પ્રવેશ કરશે.

Breaking News: વુમન્સ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌર કરશે ટીમની કપ્તાની
| Updated on: May 02, 2026 | 6:16 PM
Share

ઈંગ્લેન્ડમાં 2026 માં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષે પહેલો ODI વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભાગ લેશે. પોતાનો પહેલો T20 ટાઈટલ જીતવાની આશા સાથે ભારતીય ટીમ બે વર્ષ બાદ ટુર્નામેન્ટમાં પરત ફરી છે. આ દરમિયાન, ODI વર્લ્ડ કપની સ્ટાર ઓપનર પ્રતિકા રાવલને ટીમમાંથી બહાર રાખવામાં આવી છે.

T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોનો ટીમ જાહેર

કેપ્ટન હરમપ્રીત કૌર અને કોચ અમોલ મુઝુમદાર સહિતની સિનિયર મહિલા પસંદગી સમિતિએ શનિવાર, 2 મેના રોજ BCCI હેડક્વાર્ટરમાં ટીમની પસંદગી કરી હતી. તેના થોડા સમય પછી મુખ્ય પસંદગીકાર અમિતા શર્માના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિએ ટુર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી.

પ્રતિકા-હરલીન-સ્નેહ રાણા બહાર

આ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કે જ્યારે વાઈસ કેપ્ટન તરીકે સ્મૃતિ મંધાના જવાબદારી નિભાવશે, સાથે જ ભારતની ODI વર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ઘણી ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, અલગ-અલગ ફોર્મેટ અને ફોર્મના મુદ્દાઓને કારણે, કેટલીક ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવી છે. ઓપનર પ્રતિકા રાવલ તેમાં એક મુખ્ય નામ છે. સ્પિન-ઓલરાઉન્ડર સ્નેહ રાણા, અમનજોત કૌર અને બેટ્સમેન હરલીન દેઓલ પણ ટીમનો ભાગ નથી.

યાસ્તિકા ભાટિયાની પસંદગીથી આશ્ચર્ય

ટીમમાં સ્થાન મેળવનારા ખેલાડીઓમાં યાસ્તિકા ભાટિયા સૌથી ચર્ચિત નામ છે, જે એપ્રિલ 2024 થી T20 ટીમની બહાર છે. ફોર્મ અને ઈજાના મુદ્દાઓને કારણે તેણી ઓક્ટોબર 2024 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી, અને ઓગસ્ટ 2025 થી વિવિધ ઈજાઓને કારણે સંપૂર્ણપણે સાઈડલાઈન થઈ ગઈ છે. તેણીને ODI વર્લ્ડ કપ માટે પણ પસંદ કરવામાં આવી હતી પરંતુ તેને બહાર રાખવામાં આવી હતી, અને તાજેતરમાં 2026 WPL ચૂકી ગઈ હતી.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ, ક્રાંતિ ગૌર, શ્રી ચરાણી, શ્રેયંકા પાટિલ, ભારતી ફૂલમાલી, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદની શર્મા, રાધા યાદવ.

Breaking News: મેચના દિવસે CSK ડ્રેસિંગ રૂમમાંથી MS ધોની કેમ ગાયબ હોય છે? કોચે કર્યો મોટો ખુલાસો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">