AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akash Deep Marriage: આકાશ દીપની જાનમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જોરદાર ડાન્સ કર્યો, જુઓ Video

Akash Deep Marriage : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર આકાશદીપ લગ્નના બંધનમાં બંધાયો છે. તેમણે વારણસીમાં અક્ષિતા રાજા સાથે લગ્ન કર્યા છે. આ દરમિયાન જાનમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ડાન્સ કર્યો હતો.

Akash Deep Marriage: આકાશ દીપની જાનમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જોરદાર ડાન્સ કર્યો, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Jun 25, 2026 | 9:43 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર આકાશદીપે લગ્નજીવનની નવી ઈનિગ્સ શરુ કરી છે. તિલક અને પીઠીની પારંપારિક વિધિ પછી બુધવાર સાંજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયો છે. આકાશ દિપના આ આલીશાન લગ્ન ઉત્તરપ્રદેશના વારણસીમાં આયોજિત કરવામાં આવ્યા હતા. તેમણે અક્ષિતા રાજાની સાથે લગ્ન કર્યા છે. આ ખાસ તકે બંન્ને પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓ તેમજ અનેક વીઆઈપી મહેમાનો લગ્નમાં કપલને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. આ દરમિયાન જાનમાં ભારતીય ટીમના ખેલાડીઓ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

જાનમાં મુકેશ કુમાર અને શાહબાઝ અહમદની ધમાલ

આકાશ દીપના લગ્નમાં સૌથી શાનદાર અને ચર્ચામાં રહેનાર વાત ત્યારે આવી હતી.જ્યારે જાન નીકળી હતી. સાથી ખેલાડીઓએ લગ્નને શાનદાર બનાવવા માટે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને ઓલરાઉન્ડર શાહબાઝ અહમદ પણ જાનમાં જોવા મળ્યા હતા. બંને ક્રિકેટર દેશી રંગમાં રંગાયા હતા. તેમજ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. મુકેશ કુમાર અને શાહબાઝ અહમદનો ધમાકેદાર ડાન્સનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટના મેદાનમાં પોતાની બોલિંગથી વિરોધીઓ બેટ્સમેનોને નચાવનાર ખેલાડીની જાનમાં ડાન્સ મુવથી ચાહકોનું દિલ જીત્યું હતુ.

વર્ષ અને મહિનો ખુશીઓ ભરેલું

આ હાઈ પ્રોફાઈલ લગ્નમાં રમત-ગમતથી લઈ રાજનેતાઓ સહિત મનોરંજન જગતની ફેમસ હસ્તીઓ પહોંચી હતી. લગ્ન સમારોહમાં ભોજપુરી ફિલ્મના પાવરસ્ટાર પવન સિંહ પણ પહોંચ્યા હતા. વારણસીમાં લગ્ન સમારોહ પહેલા આકાશદીપના ગામ રોહતાસમાં છેલ્લા 4 દિવસથી લગ્નના રીતિ-રિવાજ ચાલી રહ્યા હતા. જેમાં આખા ગામમાં તહેવાર જેવો માહૌલ હતો. આ સિવાય આકાશદીપ માટે આ વર્ષ અને મહિનો ખુશીઓ ભરેલું રહ્યું છે. લગ્ન પહેલા બિહાર સરકારે રમત-ગમતના કોટા હેઠળ પોલીસ વિભાગમાં ડીએસપીના રુપમાં નિયુક્તી કરી છે.

View this post on Instagram

આકાશ દીપનું ઈન્ટરનેશનલ કરિયર

આકાશદીપે વર્ષ 2004માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતુ. ભારત માટે અત્યારસુધી 10 ટેસ્ટ મેચ રમી ચૂકેલા આકાશ દીપે 28 વિકેટ લીધી છે. તે એક મેચમાં 10 વિકેટ લેવાનું કારનામું કરીચૂક્યો છે. આ સાથે તેમણે આઈપીએલની 14 મેચમાં 10 વિકેટ પણ લીધી છે. તો ઘરેલું ક્રિકેટમાં આકાશદીપ બંગાળ માટે રમે છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">