AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026માં સદી ફટકાવનાર ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જીતાડનાર હીરો છે, અભિષેક શર્મા પણ સામેલ

India's T20 World Cup Winners in IPL 2026: પહેલા સાથે મળી ભારતને વર્લ્ડકપ જીતાડ્યો હતો. ટી20માં વર્લ્ડ ચેમ્પિયન બનાવી અને હવે આઈપીએલ 2026માં પોતાની ટીમમાટે સદી ફટકાવી હીરો બન્યા છે.

Breaking News :  IPL 2026માં સદી ફટકાવનાર ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જીતાડનાર હીરો છે, અભિષેક શર્મા પણ સામેલ
| Updated on: Apr 22, 2026 | 9:51 AM
Share

T20 World Cup 2026, IPL 2026 Century: વર્લ્ડકપ જીતનાર ખેલાડીઓ આઈપીએલ 2026માં સદી ફટકારી રહ્યા છે પરંતુ હવે અભિષેક શર્માની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. આઈપીએલ 2026માં સૌથી પહેલી સદી સંજુ સેમસનના બેટમાંથી નીકળી હતી. બીજી સદી તિલક વર્માના બેટમાંથી આવી અને ત્રીજી સદી અભિષેક શર્માએ ફટકારી છે. આ 3 ખેલાડીઓમાં એક વાત કોમન છે કે, તે ખેલાડીઓ આ વર્ષે ટી20 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયાના સભ્ય છે.

ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર હીરો

ભારતે 8 માર્ચના રોજ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ટી20 વર્લ્ડકપ 2026નો ખિતાબ જીત્યો હતો. સંજુ સેમસન, તિલક વર્મા અને અભિષેક શર્માએ માત્ર ભારતીય પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતા પરંતુ ટીમ માટે મહત્વનું યોગદાન પણ આપ્યું હતુ. ટી20 વર્લ્ડકપ 2026ની 5 મેચમાં 321 રન બનાવી સંજુ સેમસન આ આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારતનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો. તિલક વર્માએ 9 મેચમાં 207 રન ફટકાર્યા હતા. તો અભિષેક શર્માએ 158થી વધારેની સ્ટ્રાઈક રેટથી 141 રનનું યોગદાન ભારતને વર્લ્ડકપ જીતાડવામાં આપ્યું હતુ.

T20 વર્લ્ડ કપનો હીરો, IPL 2026માં સદી સાથે ચમક્યો

ટી20 વર્લ્ડકપના આ 3 હીરોએ આઈપીએલ 2026માં સદી ફટકારી છે. ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી રમી રહેલા સંજુ સેમસને આઈપીએલ 2026માં પહેલી સદી ફટકારી હતી. તેમણે 11 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમતા 56 બોલમાં અણનમ 115 રન બનાવ્યા હતા. સંજુસેમસનની ઈનિગ્સમાં 15 ચોગ્ગા અને 4 ચોગ્ગા સામેલ રહ્યા હતા.

તિલક વર્માએ આઈપીએલ 2026ની બીજી સદી છે. 20 એપ્રિલના ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમતા મુંબઈ ઈન્ડિયન્સના આ બેટ્સમેને અમદાવાદના મેદાન પર 45 બોલમાં 101 રન બનાવ્યા હતા. આ તિલક વર્માના આઈપીએલ કરિયરની પહેલી સદી હતી. જેમાં 8 ચોગ્ગા અને 7 સિક્સ સામેલ છે.

તિલક વર્માની સદીના 24 કલાક બાદ આઈપીએલ 2026માં પોતાની ત્રીજી સદી હતી. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદના સુપરસ્ટાર અભિષેક શર્માએ 10 સિક્સ અને 10 ચોગ્ગાની સાથે 68 બોલમાં અણનમ 135 રન બનાવ્યા હતા. અભિષેક શર્માના બેટમાંથી શાનદાર રન આવી રહ્યા છે. ટી20 વર્લ્ડકપ 2026 દરમિયાન તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પરંતુ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 21 એપ્રિલના રોજ સદી ફટકારી તેમણે પોતાનું ફોર્મ પાછું મેળવી પોતાની તાકત સાબિત કરી હતી.

આઈપીએલમાં 3માંથી 2 સદી દિલ્હી વિરુદ્ધ ફટકારી

હવે સદી આઈપીએલમાં તેમના બેટમાંથી આવે છે. જે ભારતને ટી20 વર્લ્ડકપ જીતાડનાર બેટ્સમેન પણ રહીચૂક્યા છે. મોટી વાત તો એ છે કે, આઈપીએલ 2026માં પહેલી 3માંથી 2 સદી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
g clip-path="url(#clip0_868_265)">