AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Countries : આ દેશોમાં છે ભારતીય રૂપિયાનો દબદબો, ઓછી કિંમતમાં માણો વિદેશ પ્રવાસ

હાલમાં અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે. જોકે, દુનિયામાં કેટલાક દેશો એવા છે જેમની ચલણની કિંમત ભારતીય રૂપિયા કરતા ઓછી છે. આવા દેશોમાં મુસાફરી કરતી વખતે ત્યાં મુસાફરી અને ખરીદીનો ખર્ચ ખૂબ જ ઓછો હોય છે.

Cheap Countries : આ દેશોમાં છે ભારતીય રૂપિયાનો દબદબો, ઓછી કિંમતમાં માણો વિદેશ પ્રવાસ
Cheap CountriesImage Credit source: Google
| Updated on: May 20, 2026 | 9:29 AM
Share

આજના સમય દરમિયાન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો નબળો પડતો જોવા મળી રહ્યો છે. રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. જોકે, દુનિયામાં કેટલાક દેશો એવા છે જ્યાં ભારતીય રૂપિયાનું મૂલ્ય ખૂબ જ મજબૂત છે. આ દેશોની ચલણોની સરખામણીમાં ભારતીય રૂપિયો સ્ટ્રોંગ છે. લગભગ 6 દેશોમાં ભારતીય રૂપિયો પોતાનું વર્ચસ્વ જાળવી રહ્યો છે. આ દેશોમાં આપણા ભારતીય રૂપિયાનું મૂલ્ય ભારતીયો માટે મહત્વપૂર્ણ છે. આ યાદીમાં ઘણા દેશોનો સમાવેશ થાય છે. તેમાં વિયેતનામ, નેપાળ, ઇન્ડોનેશિયા સહિત સાત દેશોનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ કે આ છ દેશોમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય શું છે.

આ દેશોમાં ભારતીય 1 રૂપિયાની કિંમત છે વધારે

  • વિયેતનામમાં, 1 ભારતીય રૂપિયાનું મૂલ્ય આશરે 272.41 ડોંગ છે.
  • ઇન્ડોનેશિયામાં, 1 ભારતીય રૂપિયાનું મૂલ્ય આશરે 182.78 રૂપિયા છે.
  • પેરાગ્વેમાં, 1 ભારતીય રૂપિયાનું મૂલ્ય આશરે 63.30 ગુઆરાની છે.
  • કમ્બોડિયામાં, 1 ભારતીય રૂપિયાનું મૂલ્ય આશરે 41.45 રિયાલ છે.
  • શ્રીલંકામાં, 1 ભારતીય રૂપિયાનું મૂલ્ય આશરે 3.42 શ્રીલંકન રૂપિયા છે.
  • નેપાળમાં, 1 ભારતીય રૂપિયાનું મૂલ્ય આશરે 1.6 નેપાળી રૂપિયા છે.

આ દેશો ભારતીય પ્રવાસીઓ માટે બન્યા ફેવરિટ

આ બધા દેશોમાં, ભારતીય પ્રવાસીઓ ઓછા રૂપિયામાં સારી મુસાફરી કરી શકે છે. કારણ કે તેમને ઓછા રૂપિયા ખર્ચવા પડે છે. તેઓ આ દેશમાં મુસાફરી કરતી વખતે સારી રીતે ખાઈ-પી શકે છે. તેઓ ખરીદીનો આનંદ માણી શકે છે. તેઓ સારી હોટલોમાં રહી શકે છે. નબળા સ્થાનિક ચલણ અને સસ્તા જીવનધોરણને કારણે, આ દેશો ભારતીયો માટે મુસાફરી કરવા માટે સારા અને બજેટ-ફ્રેંડલી માનવામાં આવે છે. તેથી, છેલ્લા કેટલાક વર્ષોમાં આ દેશમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા વધી છે. ખાસ કરીને વિયેતનામ તેના સુંદર પર્યટન સ્થળોને કારણે ભારતીયોનું ખૂબ જ પ્રિય બન્યું છે.

ભારતીય રૂપિયાની કિંમત કોણ નક્કી કરે છે?

માર્કેટમાં થતી ચઢ-ઉતાર, દેશનું વિદેશી નાણા ભંડોળ, દેશની અર્થવ્યવસ્થા સહિતના મુદ્દાઓની અસર રૂપિયાના ભાવ પર પડે છે. તેનાથી રૂપિયાની કિંમત નક્કી થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અન્ય ડોલર સામે ભારતીય રૂપિયાની કિંમત કોઈ એક વ્યક્તિ કે સરકાર નક્કી કરતી નથી. ડોલરની કીંમત વૈશ્વિક બજારમાં રૂપિયાની માંગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવે છે.

વિશેષ નોંધ : ઉપર આપેલી માહિતી રિપોર્ટ્સના આધારે આપવામાં આવેલી છે. કરન્સી એક્સચેન્જ રેટ રોજબરોજ બદલાતા રહે છે. તેથી વિદેશ પ્રવાસ અથવા ટ્રાવેલ પ્લાનિંગ કરતા પહેલા તાજા કરન્સી રેટ ચકાસી લો. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, રોકાણકારોને થશે ‘મોટો ફાયદો’ ! ₹1,100 કરોડનું ‘બાયબેક’ લાવી રહી છે આ ‘ફાર્મા કંપની’

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">