AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026માં પહેલી જીત સાથે SRHએ લાંબી છલાંગ લગાવી, પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ આગળ જુઓ

IPL 2026 Points Table : સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2026માં જીતનું ખાતું ખોલનારી છઠ્ઠી ટીમ બની ગઈ છે. આ જીત પછી પોઈન્ટ ટેબલમાં ફેરફાર જોવા મળ્યો છે પરંતુ કેકેઆરની ટીમ હજુ પણ જીતની રાહ જોઈ રહી છે.

Breaking News : IPL 2026માં પહેલી જીત સાથે SRHએ લાંબી છલાંગ લગાવી, પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ આગળ જુઓ
| Updated on: Apr 03, 2026 | 10:45 AM
Share

આઈપીએલ 2026ની છઠ્ઠી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો દબદબો જોવા મળ્યો હતો. જેમણે કેકેઆરને 65 રનથી હરાવી સીઝનની પહેલી જીત મેળવી હતી. આ પહેલા તેને પોતાની શરુઆતની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીતની સાથે સનરાઈઝર્સ હૈદરાબાદે પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું હતુ.

પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદનું ખાતું ખોલ્યું

કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.હૈદરાબાદે અત્યારસુધી 2 મેચ રમી છે. જેમાં 1માં જીત અને 1માં હાર થઈ હતી. 2 પોઈન્ટ છે. તેનો નેટ રન રેટ પણ +0.469 પર પહોંચી ગયો છે. જે સારી વાત છે. આ પહેલા તેને આરસીબી વિરુદ્ધ 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

આઈપીએલ 2026 પોઈન્ટ ટેબલ

1. રાજસ્થાન રોયલ્સ

2. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

3. દિલ્હી કેપિટલ્સ

4. મુંબઈ ઈન્ડિયન્સ

5. પંજાબ કિંગ્સ

ટોપ-5માં કઈ કઈ ટીમ

રાજસ્થાન રોયલ્સ હાલમાં સૌથી આગળ છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સનો નેટ રન રેટ 4.171 છે. અન્ય ટીમના મુકાબલે વધારે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નેટ રન રેટ 2.907 છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ ત્રીજા સ્થાને, મુંબઈ ઈન્ડિયન્સ તોથા સ્થાને અને પંજાબ કિંગ્સ 5માં સ્થાને છે. આ તમામ ટીમો પાસે 2-2 પોઈન્ટ છે પરંતુ નેટ રન રેટનો તફાવત છે.

IPL 2026 ઓરેન્જ કેપ લિસ્ટ

IPL 2026ની છઠ્ઠીમી મેચ પછી પણ ઓરેન્જ કેપ લિસ્ટ જોઈએ તો. અંગક્રિશ રઘુવંશી 103 રન સાથે ટોપ પર છે. ઈશાન કિશન 94 રન સાથે બીજા ક્રમે,હેનરિક ક્લાસેન 83 રન સાથે ત્રીજા સ્થાને, ચોથા સ્થાને 81 રન સાથે રાયન પાંચમાં સ્થાને રોહિત શર્મા 78 રન છે.

IPL 2026 પર્પલ કેપ લિસ્ટ

હૈદરાબાદ અને કોલકાતા વચ્ચેની મેચ બાદ, પર્પલ કેપ લિસ્ટમાં ફેરફાર થયો છે. જયદેવ ઉનડકટ 4 વિકેટ સાથે પહેલા નંબરે,મુઝારાબાની 4 વિકેટ સાથે બીજા નંબરે,જેકબ ડફી 3 વિકેટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ચોથા સ્થાને નટરાજન 3 વિકેટ સાથે ગુજરાત ટાઇટન્સનો પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ વિકેટ સાથે ટોપ-5 માં સ્થાન મેળવ્યું છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">