AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં પોલીસની હેલ્મેટ ડ્રાઈવ સામે લોકોનો રોષ: કાળઝાળ ગરમીમાં હેલ્મેટ પહેરીએ તો મરી ન જવાય?

રાજકોટમાં પોલીસની હેલ્મેટ ડ્રાઈવ સામે લોકોનો રોષ: “કાળઝાળ ગરમીમાં હેલ્મેટ પહેરીએ તો મરી ન જવાય?”

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2026 | 9:40 PM
Share

રાજકોટમાં સતત બીજા દિવસે ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન હંગામો જોવા મળ્યો હતો. ગરમીના કારણે હેલ્મેટ પહેરવામાં સમસ્યા થતી હોવાના દાવા સાથે વાહનચાલકોએ પોલીસની કામગીરીને વખોડી છે અને ઉનાળામાં છૂટછાટની માગ કરી છે.

રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી, પરંતુ આ કામગીરી સામે વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હેલ્મેટ વિના પકડાયેલા લોકોએ પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો અને અનેક જગ્યાએ પોલીસ કર્મચારીઓ સાથે રકઝક કરતા દ્રશ્યો સામે આવ્યા હતા.

ગરમીના બહાના અને આક્રોશ

હેલ્મેટ ન પહેરનારા લોકોનું કહેવું છે કે આવી આકરી ગરમીમાં હેલ્મેટ પહેરવું અશક્ય છે. એક વાહનચાલકે તો ત્યાં સુધી પૂછ્યું કે, “આવી કાળઝાળ ગરમીમાં હેલ્મેટ પહેરીએ તો મરી ન જવાય?” લોકો એવા દાવા પણ કરી રહ્યા છે કે હેલ્મેટ પહેરવાથી ગરમીને લીધે ચક્કર આવે છે અને લોકો નીચે પડી રહ્યા છે. ઉનાળાના દિવસોમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ અથવા છૂટછાટ આપવા માટે લોકો હવે સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર માગ ઉઠાવી રહ્યા છે.

લોકોનો મિશ્ર પ્રતિસાદ

એક તરફ હેલ્મેટ પહેરેલા જાગૃત નાગરિકો પોલીસની આ કડક કામગીરીને સલામતી માટે યોગ્ય ગણાવી બિરદાવી રહ્યા છે, તો બીજી તરફ દંડ ભરવાની ધરાર ના પાડતા લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. લોકો સ્વીકારે છે કે સલામતી માટે હેલ્મેટ જરૂરી છે, પરંતુ વર્તમાન ગરમીની સ્થિતિમાં તેમને આ નિયમ મંજૂર નથી.

સમગ્ર ડ્રાઈવ દરમિયાન રાજકોટના રસ્તાઓ પર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો, જેમાં ટ્રાફિકના નિયમો અને આકરી ગરમી વચ્ચે જનતા અટવાયેલી જોવા મળી હતી.

મહીસાગરમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી: પરીક્ષા પૂરી થયા બાદ સ્વાધ્યાય પોથીઓ વહેંચી, કરોડોનો ખર્ચ પસ્તી સમાન!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">