રાજકોટના સોરઠિયાવાડીમાં PGVCLની ઘોર બેદરકારી: સતત 4 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા જનતા પરેશાન, અધિકારીઓએ ફોન સ્વીચ ઓફ કર્યા!
રાજકોટના સોરઠિયાવાડી વિસ્તારમાં PGVCLની લાલિયાવાડી સામે આવી છે. છેલ્લા ચાર દિવસથી મોડી રાત્રે વીજ પ્રવાહ ખોરવાઈ જવાની સમસ્યાથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે જવાબદાર અધિકારીઓએ ફોન સ્વીચ ઓફ કરી લેતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
રાજકોટના સોરઠિયાવાડી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી PGVCLના અણઘડ વહીવટને કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં રોજ મોડી રાત્રે વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે કાળઝાળ ગરમીમાં લોકોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે સતત ચાર દિવસથી આ હાલાકી હોવા છતાં PGVCL દ્વારા કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી. જ્યારે આ અંગે ફરિયાદ કરવા માટે અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે તેમના ફોન સ્વીચ ઓફ જોવા મળે છે. તંત્રના આવા નકારાત્મક વલણને કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ હવે તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો યથાવત કરવાની ઉગ્ર માગ કરી છે.
રાજકોટમાં પોલીસની હેલ્મેટ ડ્રાઈવ સામે લોકોનો રોષ: “કાળઝાળ ગરમીમાં હેલ્મેટ પહેરીએ તો મરી ન જવાય?”
Follow Us
Latest Videos
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
