AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, પંજાબ કિંગ્સ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની બારમી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બોલિંગ કરશે.

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, પંજાબ કિંગ્સ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
KKR vs PBKS
| Updated on: Apr 06, 2026 | 7:24 PM
Share

IPL 2026માં આજે સિઝનના બારમા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં KKRએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે PBKS આ મેચમાં પહેલા બોલિંગ કરશે. બંને ટીમોની આ સિઝનની ત્રીજી મેચ છે અને બંને ટીમો જીતવા પ્રયાસ કરશે.

અજિંક્ય રહાણેએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, KKRના બે મુખ્ય સ્પિનરો બહાર થઈ ગયા છે. સુનીલ નારાયણ બીમાર છે અને વરુણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત છે. તેમની જગ્યાએ નવદીપ સૈની અને રોવમેન પોવેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

નવદીપ સૈનીનું KKR માટે ડેબ્યૂ

કોલકાતા નાઈટ રાઈડર્સ સિઝનની શરૂઆતથી જ ફાસ્ટ બોલરોની ઈજાઓના કારણે પરેશાન છે. એવામાં આજની મેચમાં ટીમમાં નવા સામેલ થયેલ ફાસ્ટ બોલરને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી છે. ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈની આજની મેચમાં કોલકાતા માટે ડેબ્યૂ કરી રહ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન

ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), રોવમેન પોવેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, નવદીપ સૈની, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.

કોલકાતા નાઈટ રાઈડર્સ ઈમ્પેક્ટ સબ્સ: બ્લેસિંગ મુઝારાબાની, મનીષ પાંડે, તેજસ્વી સિંહ, રાહુલ ત્રિપાઠી, સૌરભ દુબે.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), કૂપર કોનોલી, નેહલ વાઢેરા, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

પંજાબ કિંગ્સ ઈમ્પેક્ટ સબ્સ: પ્રિયાંશ આર્ય, સૂર્યાંશ શેડગે, વિષ્ણુ વિનોદ, પ્રવિણ દુબે, હરપ્રીત બ્રાર.

Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ટોપ 5 વિકેટકીપર કોણ છે?

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">