AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈડન ગાર્ડન્સમાં વરસાદી વિઘ્ન, કોલકાતા-પંજાબ મેચ રદ, બંને ટીમોને એક-એક પોઈન્ટ

કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની IPL 2026ની મહત્વપૂર્ણ મેચ વરસાદને કારણે અધૂરી રહી ગઈ. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાતી આ મેચમાં ફક્ત થોડી જ ઓવર રમાઈ હતી. પરિણામે, બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યા.

Breaking News: ઈડન ગાર્ડન્સમાં વરસાદી વિઘ્ન, કોલકાતા-પંજાબ મેચ રદ, બંને ટીમોને એક-એક પોઈન્ટ
KKR vs PBKSImage Credit source: X
| Updated on: Apr 06, 2026 | 11:55 PM
Share

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાયેલી આ મેચની શરૂઆતથી જ વરસાદે ખલેલ પહોંચાડી. ટોસ બાદ રમત શરૂ થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં વરસાદના કારણે મેચ અટકાવી દેવી પડી. જે બાદ મેચ ફરી શરુ જ ના થઈ શકી અને બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો હતો.

KKR vs PBKS મેચમાં વરસાદનું વિઘ્ન

KKR ના કેપ્ટન અજિંક્ય રહાણે એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ટીમની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. ઓપનર ફિન એલન માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.તે બાદ કેમેરોન ગ્રીન પણ ફક્ત 4 રન બનાવીને આઉટ થયો. શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવતા KKR દબાણમાં આવી ગઈ હતી. વરસાદ પડ્યો ત્યારે રહાણે 8 રન અને અંગક્રિશ રઘુવંશી 7 રન પર રમતમાં હતા.

કટ-ઓફ સમય પહેલાં જ મેચ રદ કરવાનો નિર્ણય

વરસાદ સતત ચાલુ રહેતા મેદાન સંપૂર્ણપણે ભીનું થઈ ગયું હતું. અમ્પાયરોએ મેદાનની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ રમત ફરી શરૂ કરવી શક્ય ન હોવાનું માન્યું. કટ-ઓફ સમય પહેલાં જ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ કારણે બંને ટીમો 5-5 ઓવર પણ પૂર્ણ કરી શકી નહીં. IPL ના નિયમો મુજબ મેચ અધૂરી રહેતા બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. આ નિર્ણય બંને કેપ્ટનોની સંમતિથી લેવામાં આવ્યો હતો.

પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર

આ પરિણામ પંજાબ કિંગ્સ માટે ફાયદાકારક સાબિત થયું છે. પંજાબે હવે ત્રણ મેચમાં પાંચ પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ હજી સુધી જીત વિના સંઘર્ષ કરી રહી છે, જે ટીમ માટે ચિંતાનો વિષય છે.

Breaking News: પંજાબ કિંગ્સના વિકેટકીપરે પોતાની જ ટીમના ફાસ્ટ બોલરને માર્યો બોલ, જુઓ વીડિયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">