AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 GT vs PBKS : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોણ મારશે બાજી? જાણો ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને કેમ લીધો બોલિંગનો નિર્ણય

IPL 2026 ના 46મા મુકાબલામાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ આમને-સામને છે. અમદાવાદમાં રમાઈ રહેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. બંને ટીમો બે પોઈન્ટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે, ત્યારે જોવાનું એ રહેશે કે કઈ ટીમ મેદાન મારી જાય છે.

IPL 2026 GT vs PBKS  : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોણ મારશે બાજી? જાણો ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને કેમ લીધો બોલિંગનો નિર્ણય
Image Credit source: TV9 Network
| Updated on: May 03, 2026 | 7:48 PM
Share

અમદાવાદના મેદાનમાં જામશે જંગ: ગુજરાત અને પંજાબ વચ્ચે કાંટાની ટક્કર, આઈપીએલ 2026 નો રોમાંચ હવે ચરમસીમા પર છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 46મો મુકાબલો રમાઈ રહ્યો છે. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે અને પંજાબ કિંગ્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

ક્યારે શરૂ થશે મેચનો રોમાંચ?

મેચની શરૂઆત સાંજે 7.30 વાગ્યે થઈ છે. ઘરઆંગણે રમી રહેલી ગુજરાતની ટીમ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વની છે, જ્યારે શ્રેયસ અય્યરની આગેવાનીમાં પંજાબની ટીમ પણ વળતો પ્રહાર કરવા તૈયાર છે.

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ XI (Gujarat Titans Playing XI)

શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર

ઇમ્પેક્ટ સબ: રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, કુલવંત ખેજરોલિયા.

પંજાબ કિંગ્સની પ્લેઇંગ XI (Punjab Kings Playing XI)

શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, કૂપર કોનલી, સૂર્યાંશ શેડગે, નેહાલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાનસન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

ઇમ્પેક્ટ સબ: હરપ્રીત બરાર, વિષ્ણુ વિનોદ, વિજયકુમાર વૈશાક, મુશીર ખાન, મિચ ઓવન.

બે પોઈન્ટ માટેની જંગ

બંને ટીમો આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છશે. ગુજરાત માટે ઘરઆંગણાના પ્રેક્ષકોનો સપોર્ટ પ્લસ પોઈન્ટ રહેશે, જ્યારે પંજાબ કિંગ્સ પાસે પણ આક્રમક ખેલાડીઓની ફોજ છે.

યુદ્ધની સ્થિતિ બાદ મોરબીના સિરામીક ઉદ્યોગે ફરી પકડી રફ્તાર, 350 થી વધુ યુનિટ થયા ધમધમતા- Video

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">