AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિરાટથી ભુવનેશ્વર… ગુજરાત ટાઈટન્સની ટ્રોફી જીતવાની આશા પર પાણી ફેરવી શકે છે RCB ના આ 8 મેચ વિનર ખેલાડીઓ

IPL 2026 ની ફાઈનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. RCB ના આઠ ખેલાડીઓ આ મેચ ગુજરાત ટીમ પાસેથી છીનવી શકે છે. ચાલો જાણીએ કોણ છે આ 8 મેચ વિનર ખેલાડીઓ.

Breaking News: વિરાટથી ભુવનેશ્વર... ગુજરાત ટાઈટન્સની ટ્રોફી જીતવાની આશા પર પાણી ફેરવી શકે છે RCB ના આ 8 મેચ વિનર ખેલાડીઓ
Virat KohliImage Credit source: X
| Updated on: May 31, 2026 | 4:44 PM
Share

IPL 2026ની ફાઈનલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર જામવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ પહેલા RCBનું પલડું ભારે માનવામાં આવી રહ્યું છે. તેનું મુખ્ય કારણ ટીમના આઠ મેચ વિનર ખેલાડીઓ છે, જેમણે સમગ્ર સિઝનમાં વિવિધ પ્રસંગોએ ટીમને યાદગાર જીત અપાવી છે. હવે આ 8 મેચ વિનર GT ની ટ્રોફી જીતવાની આશા પર પાણી ફેરવી શકે છે. ચાલો જાણીએ કોણ છે આ આઠ ખેલાડીઓ.

8 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ વિજેતા

આ સિઝનમાં RCBએ પોતાની સફળતાનો આધાર માત્ર એક કે બે સ્ટાર ખેલાડીઓ પર રાખ્યો નથી. ટીમે અત્યાર સુધીમાં 10 જીત મેળવી છે અને આ જીતમાં આઠ અલગ-અલગ ખેલાડીઓએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. અને આ આઠ મેચ વિનર ખેલાડીઓ ફાઈનલમાં ગુજરાત માટે ખતરો બની શકે છે.

8 મેચ વિનર ખેલાડીઓ

RCB ની આખી ટીમમાં અને પ્લેઇંગ ઈલેવનમાં સામલે ખેલાડીઓમાં આઠ ખેલાડીઓ ટીમના હુકમના એક્કા સાબિત થયા છે. આ આઠ મેચ વિનર ખેલાડીઓ છે- વિરાટ કોહલી, રજત પાટીદાર, ફિલ સોલ્ટ, વેંકટેશ અય્યર, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને જેકબ ડફી.

RCBની તાકાત ગુજરાત માટે ચિંતાનો વિષય

વિરાટ કોહલી, રજત પાટીદાર અને ફિલ સોલ્ટ જેવા બેટ્સમેનોએ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે, તો બીજી તરફ વેંકટેશ અય્યર અને ટિમ ડેવિડે પણ નિર્ણાયક ક્ષણોમાં ટીમને જીત અપાવી છે. મધ્યક્રમ અને ફિનિશિંગ વિભાગમાં RCBની તાકાત ગુજરાત માટે ચિંતાનો વિષય બની શકે છે.

ફાઈનલમાં આ આઠની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે

બોલિંગ વિભાગમાં ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને જેકબ ડફી જેવા અનુભવી ખેલાડીઓએ વિરોધી બેટિંગ લાઇનઅપને વારંવાર મુશ્કેલીમાં મૂકી છે. આ બોલરો મેચનું પરિણામ બદલવાની ક્ષમતા ધરાવે છે અને ફાઈનલમાં પણ તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

મેચ જીતાડવાની ક્ષમતા

ગુજરાત ટાઈટન્સ માટે સૌથી મોટો પડકાર એ છે કે તેઓ માત્ર એક કે બે ખેલાડીઓને રોકીને મેચ જીતી શકશે નહીં. જો કોહલી અથવા પાટીદાર વહેલા આઉટ થઈ જાય તો પણ RCB પાસે અન્ય અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. ટીમના આઠ-આઠ ખેલાડીઓ મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે.

ફાઈનલમાં ટક્કરનો મુકાબલો થશે!

શુભમન ગિલની આગેવાની હેઠળ ગુજરાત ટાઈટન્સ ઈતિહાસ રચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, પરંતુ RCBની ઊંડી અને સંતુલિત ટીમ તેમને જોરદાર ટક્કર આપશે. ફાઈનલમાં કઈ ટીમ ટ્રોફી જીતશે તે તો સમય જ જણાવશે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે ક્રિકેટપ્રેમીઓને ટક્કરનો મુકાબલો જોવા મળશે.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાને હેરાન કરનારા ચાર લોકો કોણ હતા ? હવે MIની કમાન કોણ સંભાળશે ?

Follow Us
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
g clip-path="url(#clip0_868_265)">