Breaking News : ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો, ટુ-વ્હીલર રજીસ્ટ્રેશન પહેલી વાર 2 લાખને પાર
ઈલેક્ટ્રિક ગાડીના ઓવરઓલ વેંચાણમાં જુલાઈ મહિનામાં ખુબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન ઈલેક્ટ્રિક વાહનોમાં ટુ વ્હીલર્સમાં પહેલી વખત એક મહિનામાં 2 લાખને આંકડો પાર થયો છે.

દેશમાં ઈલેક્ટ્રિક ગાડીઓના વેંચાણમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈ મહિનામાં EV માર્કેટમાં એક નવો રેકોર્ડ બન્યો છે. પેટ્રોલની ઉંચી કિંમત, વધારે વિકલ્પો અને વધતી ડીલર નેટવર્ક વચ્ચે તમામ કેટેગરીમાં રજિસ્ટ્રેશન 66 ટકાથી વધીને 3.3 લાખ યુનિટ થયું છે. ગત વર્ષે જુલાઈ મહિનામાં આ આંકડો 2 લાખ યુનિટથી થોડું ઓછું હતુ. એક રિપોર્ટ મુજબ જૂન મહિનામાં દેશભરમાં 3.1 લાખ ઈવી રજિસ્ટર થયા હતા.
આ ગ્રોથમાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સ ગાડીઓનું સૌથી મોટું યોગદાન રહ્યું હતુ. જુલાઈ મહિનામાં પહેલી વખત એક મહિનામાં આનું રજિસ્ટ્રેશન 2 લાખના આંકડાને પાર થયું છે. ગત મહિને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ગાડીઓનું રજિસ્ટ્રેશન વધીને 2,04,201 યુનિટ રહ્યું હતુ. જ્યારે જુન મહિનામાં આ આંકડો અંદાજે 1.95 લાખનો હતો. ગત્ત વર્ષે જુલાઈ મહિનામાં આ આંકડો 1.1 લાખ યુનિટનો હતો.
ટુ વ્હીલર્સ ગાડીઓનું રજિસ્ટ્રેશન
જુલાઈ મહિનામાં રજિસ્ટર થયેલા ટુ વ્હીલર્સ ગાડીઓમાં ઈલેક્ટ્રિક મોડલની ભાગીદારી અંદાજે 11.2 ટકા રહી હતી. આ પહેલા જુન મહિનામાં આ 10.6 ટકા હતી. આ વર્ષે અત્યારસુધી ઈલેક્ટ્રિક વાહનોમાં એવરેજ મંથલી રજિસ્ટ્રેશન અંદાજે 1.7 લાખ યુનિટ થયું છે. જ્યારે ગત વર્ષે આ આંકડો 1.1 લાખ યુનિટ હતો.
ટુ વ્હીલર્સ ઈવીમાં ટીવીએસ મોટરે પોતાની લીડરશીપ બનાવી રાખી છે. જુલાઈમાં કંપની 55,465 ઈલેક્ટ્રિક ટુ વ્હીલર રજીસ્ટર થયા છે. જૂન મહિનામાં આ સંખ્યા 47,418 હતી. બજાજા ઓટો ચેતક ઈવીનું રજિસ્ટ્રેશન 45,562 યુનિટ રહ્યું જ્યારે જૂન મહિનામાં આ આંકડો 43,505 યુનિટનો હતો. એથર એનર્જી ત્રીજા સ્થાને રહી છે. જૂન મહિનામાં આના રજિસ્ટ્રેશનમાં ઘટાડો થયો છે. જૂન મહિનામાં વેચાણ 31,440 યૂનિટ રહ્યું હતુ. જે જુલાઈ મહિનામાં ઘટી 30,317 યુનિટ રહ્યું છે.
તહેવારોની ઓફર આવતાં માગ વધશે. ઉદ્યોગ માને છે કે સ્થાનિક અને વિદેશમાં માંગ સારી દેખાઈ રહી છે.
ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધ્યો
ઈલેક્ટ્રિક વાહનો ચલાવવા માટે તેની બેટરી ચાર્જ કરવી પડે છે, જે રિચાર્જેબલ છે. આ વાહનો પર્યાવરણને અનુકૂળ પણ છે, કારણ કે તે કોઈપણ પ્રકારનો ધુમાડો છોડતા નથી. હાલમાં વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગ વધ્યો છે, જેમાં ઈલેક્ટ્રિક કાર, ઈલેક્ટ્રિક સ્કૂટર, ઈલેક્ટ્રિક બાઇકનો સમાવેશ થાય છે, તો ઈલેક્ટ્રિક ટ્રક સહિતના વાહનો પણ માર્કેટમાં આવી રહ્યા છે
