AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દિલ્હી-પંજાબ મેચમાં મોટો અકસ્માત, કેચ પકડવા જતા સ્ટાર ખેલાડીને માથામાં થઈ ગંભીર ઈજા, એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો

IPL 2026 ની 35મી મેચમાં એક મોટી દુર્ધટના બની, જેનાથી સ્ટેડિયમમાં હાજર બધા ચોંકી ગયા. કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે દિલ્હી કેપિટલ્સનો બોલર લુંગી એનગિડી ઘાયલ થયો, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું.

Breaking News: દિલ્હી-પંજાબ મેચમાં મોટો અકસ્માત, કેચ પકડવા જતા સ્ટાર ખેલાડીને માથામાં થઈ ગંભીર ઈજા, એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો
DC vs PBKSImage Credit source: X
| Updated on: Apr 25, 2026 | 7:32 PM
Share

IPL 2026 2026 ની 35મી મેચમાં પંજાબ કિંગ્સની ઈનિંગની ત્રીજી ઓવરમાં એક મોટી દુર્ધટના બની, જેનાથી સ્ટેડિયમમાં હાજર બધા ચોંકી ગયા. ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર પ્રિયાંશ આર્યએ એક શોટ ફટકાર્યો, બોલ હવામાં ઊંચો ગયો અને મિડ-ઓફમાં ઉભેલો લુંગી એનગિડી કેચ પકડવા પાછળની તરફ દોડ્યો. તેણે હાથ ઉંચા કરીને બોલ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો. આ દરમિયાન, લુંગી એનગિડી પડી ગયો અને તેના માથાનો પાછળનો ભાગ જમીન પર જોરથી અથડાયો. જેના કારણે તેને ગંભીર ઈજા થઈ.

લુંગી એનગિડીને ગંભીર ઈજા થઈ

લુંગી એનગિડીએ બોલને સમજવામાં ભૂલ કરી જેના કારણે કેચ લેવા જતા તેને ઈજા થઈ. એનગિડી મેદાનમાં પડી ગયો અને તેના માથાનો પાછળનો ભાગ જમીન પર અથડાયો. આ ટક્કરથી તેનું માથું ધ્રુજી ગયું અને તે પાછળની તરફ લપસી ગયો. તેણે તરત જ બંને હાથ તેના માથા પર મૂક્યા. તે થોડીવાર માટે જમીન પર પડ્યો રહ્યો અને એક મિનિટથી વધુ સમય સુધી હલ્યા વિના એમ જ પડ્યો રહ્યો.

એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો

મેડિકલ ટીમ તરત જ મેદાનમાં પહોંચી. ફિઝિયોએ લાંબા સમય સુધી લુંગી એનગિડીની ગરદનને ચેક કરી યોગ્ય સારવાર આપી. આ દરમિયાન લુંગી એનગિડીએ ફિઝિયો સાથે વાતચીત કરી શક્યો એ દિલ્હી માટે સારા સમાચાર હતા. જોકે, ખૂબ જ સાવધાની રાખીને એનગિડી માટે સ્ટ્રેચર મંગાવવામાં આવ્યું. આ દરમિયાન ડોકટરો અને ફિઝિયોની ટીમે તેની સારવાર કરી. એનગિડીના ગળા પર નેક બ્રેસ લગાવવામાં આવ્યું અને તેના શરીર પર સ્ટ્રેપ્સ બાંધવામાં આવ્યા. લગભગ દસ મિનિટ પછી એમ્બ્યુલન્સ મેદાન પર આવી અને એનગિડીને તેમાં લઈ જવામાં આવ્યો. આ દરમિયાન મેચ રોકી દેવામાં આવી હતી, અને ખેલાડીઓએ રાહ જોવી પડી હતી.

દિલ્હીને મળ્યો કન્કશનના સબસ્ટિટ્યુટ

ઈજાની ગંભીરતાને કારણે વિપ્રાજ નિગમને લુંગી એનગિડીના સ્થાને કન્કશનના સબસ્ટિટ્યુટ તરીકે લાવવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સનો યુવા લેગ-સ્પિન ઓલરાઉન્ડર વિપ્રાજ નિગમ હવે લુંગી એનગિડીના સ્થાને ટીમમાં સામેલ થયો છે. આનો અર્થ એ થયો કે તે લુંગી એનગિડીના સ્થાને બોલિંગ કરી શકે છે.

Breaking News: હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રાજસ્થાન પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">