AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાહુલના 152 વ્યર્થ, પંજાબે IPL ઈતિહાસનો સૌથી મોટો રનચેઝ કરી દિલ્હીને આપી માત

IPL 2026, DC vs PBKS: પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે IPL ઈતિહાસનીમાં સૌથી મોટી જીત મેળવી. આ મેચમાં પંજાબને 265 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, અને શ્રેયસ અય્યરની ટીમે આ ટાર્ગેટ ચેઝ કરી IPLમાં સૌથી વધુ મોટો એન સૌથી સફળ રન ચેઝનો રેકોર્ડ બનાવ્યો.

Breaking News: રાહુલના 152 વ્યર્થ, પંજાબે IPL ઈતિહાસનો સૌથી મોટો રનચેઝ કરી દિલ્હીને આપી માત
Punjab KingsImage Credit source: X
| Updated on: Apr 25, 2026 | 8:34 PM
Share

અરુણ જેટલી સ્ટેડિયમ IPL ઈતિહાસની સૌથી યાદગાર મેચોમાંની એકનું સાક્ષી બન્યું. IPL 2026 ની 35મી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ દ્વારા આપવામાં આવેલા 265 રનના વિશાળ લક્ષ્યને 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યું. પંજાબે 6 વિકેટે જીત મેળવી અને 7 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. આ IPL ઈતિહાસમાં સૌથી વધુ સફળ રન ચેઝ છે. અગાઉનો સૌથી વધુ રન ચેઝ 262 રનનો હતો, જે પણ પંજાબે હાંસલ કર્યો હતો.

કેએલ રાહુલની સદી વ્યર્થ ગઈ

આ મેચમાં, દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 2 વિકેટે 264 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. કેએલ રાહુલે 67 બોલમાં 16 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે અણનમ 152 રનની ધમાકેદાર ઈનિંગ રમી. નીતિશ રાણાએ 44 બોલમાં 91 રન બનાવ્યા. બીજી વિકેટ માટે તેમની વચ્ચે 220 રનની ભાગીદારી મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. જોકે, પંજાબની બેટિંગે આ બધા પ્રયાસોને નબળો પાડ્યો.

પંજાબ કિંગ્સનો ઐતિહાસિક રન ચેઝ

જવાબમાં પંજાબ કિંગ્સની શરૂઆત ધમાકેદાર રહી. ટીમે પાવરપ્લેમાં જ 116 રન બનાવ્યા. પ્રિયાંશ આર્યએ 17 બોલમાં 43 રન બનાવ્યા, જેમાં પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રભસિમરન સિંહે માત્ર 26 બોલમાં 76 રનની જ્વલંત ઇનિંગ રમી, જેમાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. બંનેએ પ્રથમ વિકેટ માટે 126 રન ઉમેર્યા. આર્ય અને પ્રભસિમરન આઉટ થયા પછી, કેપ્ટન શ્રેયસ અય્યરે 36 બોલમાં અણનમ 71 રન બનાવીને જીત સુનિશ્ચિત કરી. અય્યરે સાત જોરદાર છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન, નેહલ વાઢેરાએ 15 બોલમાં 25 રન અને શશાંક સિંહે 10 બોલમાં અણનમ 19 રન બનાવ્યા.

IPL 2026 માં પંજાબનો દબદબો

આ જીત સાથે, પંજાબ કિંગ્સે IPL 2026 માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. પંજાબે અત્યાર સુધી સાત મેચ રમી છે અને તે અજેય છે. પંજાબે છ મેચ જીતી છે અને એક વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. 13 પોઈન્ટ સાથે, તેઓ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સને સાત મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો.

Breaking News: 4,4,4,4,4,4… 1 ઓવરમાં 6 ચોગ્ગા, પંજાબ કિંગ્સના ઓપનરે કર્યો મોટો કમાલ

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">