AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 8.6 કરોડનો ખેલાડી અડધી IPL સિઝન રહ્યો બહાર, હવે માત્ર એક મેચ રમ્યા બાદ થયો ઈજાગ્રસ્ત, LSG ને મોટો ફટકો

IPL 2026, LSG vs RCB: લખનૌ સુપર જાયન્ટ્સનું IPL 2026 માં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ દરમિયાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ₹8.6 કરોડમાં ખરીદાયેલો એક ખેલાડી ઘાયલ થયો છે. ખાસ વાત એ છે કે આ ખેલાડી અડધી સિઝન બહાર રહ્યો હતો અને માટે એક મેચ બાદ ઘાયલ થયો હતો.

Breaking News: 8.6 કરોડનો ખેલાડી અડધી IPL સિઝન રહ્યો બહાર, હવે માત્ર એક મેચ રમ્યા બાદ થયો ઈજાગ્રસ્ત, LSG ને મોટો ફટકો
Josh Inglis ijuredImage Credit source: PTI
| Updated on: May 07, 2026 | 9:00 PM
Share

IPL ની 19 મી સિઝનની 50 મી લીગ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે. RCBના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન, લખનૌ સુપર જાયન્ટ્સે ત્રણ ફેરફારો કર્યા, જેમાં બે ખેલાડીઓ ઈજાને કારણે બહાર રહ્યા છે.

LSG ટીમને મોટો ફટકો

લખનૌનો ફાસ્ટ બોલર મોહસીન ખાન ઈજાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને મયંક યાદવને તક મળે તેવી શક્યતા છે. જોશ ઈંગ્લિસ પણ ઈજાગ્રસ્ત થયો છે, અને તેના સ્થાને અર્શીન કુલકર્ણીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મણિમારન ​​સિદ્ધાર્થના સ્થાને શાહબાઝ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોશ ઈંગ્લિસની ઈજા ટીમ માટે મોટો ફટકો છે.

8.6 કરોડનો ખેલાડી અડધી સિઝન બહાર

જોશ ઈંગ્લિસે આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે ફક્ત એક જ મેચ રમી છે. તે મુંબઈ ઈન્ડિયન્સ સામેની છેલ્લી મેચમાં મેદાનમાં ઉતર્યો હતો. આ મેચ પહેલા તે ઉપલબ્ધ નહોતો. IPL હરાજી પહેલા ઈંગ્લિસે ફ્રેન્ચાઈઝીને તેના લગ્નને કારણે તેની મર્યાદિત ઉપલબ્ધતા વિશે જાણ કરી હતી, જેના કારણે તે IPLનો લગભગ અડધો ભાગ રમી શક્યો ન હતો.

ફક્ત એક જ મેચ રમ્યા બાદ ઈજાગ્રસ્ત

જોકે, હવે તે ફક્ત એક જ મેચ રમ્યા બાદ ઘાયલ થઈ ગયો છે. નોંધનીય છે કે હરાજીમાં લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ઈંગ્લિસને ખરીદવા માટે જોરદાર લડાઈ જોવા મળી હતી. હૈદરાબાદે તેના માટે 8.4 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી, પરંતુ આખરે લખનૌએ તેને 8.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન

મિશેલ માર્શ, અરશિન કુલકર્ણી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહેમદ, દિગ્વેશ સિંહ રાઠી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ.

Breaking News: 200… ભુવનેશ્વર કુમારની ઐતિહાસિક સિદ્ધિ, આ કમાલ કરનાર IPL ઈતિહાસનો પહેલો ફાસ્ટ બોલર બન્યો

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">