AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026 ની વચ્ચે રુમર્ડ ગર્લફ્રેન્ડ સાથે ગુરુદ્વારા પહોંચ્યો પંજાબનો કિંગ અર્શદીપ સિંહ, વીડિયો વાયરલ

IPL 2026 દરમિયાન અર્શદીપ સિંહ ફરી ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ વખતે તેના ક્રિકેટ પ્રદર્શનને લઈને નહીં, પરંતુ તેના વ્યક્તિગત જીવનને કારણે. પંજાબી અભિનેત્રી સમરીન કૌર સાથે સંબંધની અફવાઓ વચ્ચે બંનેની ગુરુદ્વારાની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેન્સમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Breaking News: IPL 2026 ની વચ્ચે રુમર્ડ ગર્લફ્રેન્ડ સાથે ગુરુદ્વારા પહોંચ્યો પંજાબનો કિંગ અર્શદીપ સિંહ, વીડિયો વાયરલ
arshdeep singhImage Credit source: X
| Updated on: Apr 14, 2026 | 4:32 PM
Share

IPL 2026માં પંજાબ કિંગ્સ માટે રમતો અર્શદીપ સિંહ સતત સમાચારમાં છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સમરીન કૌર સાથે ગુરુદ્વારામાં દર્શન કરતો જોવા મળે છે. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેની લવ લાઈફને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે.

અર્શદીપ-સમરીન ફરી સાથે જીવ મળ્યા

અર્શદીપ અને સમરીન વચ્ચેના સંબંધોની અફવાઓ પહેલા પણ ઉઠી હતી, જ્યારે બંનેને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. જોકે તે સમયે બંનેમાંથી કોઈએ આ અંગે સ્પષ્ટતા કરી નહોતી. હવે ગુરુદ્વારાની મુલાકાતના ફોટા અને વીડિયો સામે આવ્યા બાદ બંનેના સંબંધની ચર્ચા ફરી શરુ થઈ છે.

બંનેએ ગુરુદ્વારાનો ફોટો શેર કર્યો

ખાસ વાત એ છે કે અર્શદીપે પોતાના સોશિયલ મીડિયા પર ફતેહગઢ સાહિબ ગુરુદ્વારાનો ફોટો શેર કર્યો હતો. બીજી તરફ, સમરીન કૌરે પણ એ જ સ્થળનો ફોટો પોસ્ટ કર્યો હતો. બંનેના ફોટા એકસરખા હોવાથી ચાહકોને ખાતરી થઈ ગઈ કે બંનેએ સાથે મુલાકાત લીધી હતી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર બંનેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને ફેન્સ કહી રહ્યા છે કે હવે તેઓ પોતાના સંબંધને છુપાવવા માંગતા નથી. કેટલાક યુઝર્સે તો આને તેમની ઓફિશિયલ કન્ફર્મેશન તરીકે પણ જોવાનું શરૂ કર્યું છે.

View this post on Instagram

A post shared by ikswaal (@_ikswaal)

અર્શદીપ સિંહ IPL 2026માં વ્યસ્ત

ક્રિકેટની વાત કરીએ તો અર્શદીપ સિંહનું IPL 2026માં પ્રદર્શન અત્યાર સુધી ખાસ રહ્યું નથી. તેણે ચાર મેચમાં ફક્ત બે વિકેટ જ લીધી છે. જોકે ટીમ તરીકે પંજાબ કિંગ્સનું પ્રદર્શન મજબૂત રહ્યું છે અને ટીમ હજી સુધી અજેય છે.

અર્શદીપની કારકિર્દી

અર્શદીપના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 15 વનડે અને 84 T20 મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 25 અને 127 વિકેટ લીધી છે. IPLમાં તેણે 99 વિકેટ લીધી છે અને તે 100 વિકેટના આંકડાથી ફક્ત એક પગલું દૂર છે.

Breaking News: કાવ્યા મારનને કોણે આપ્યું ગુલાબ ? SRHની જીત બાદ વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ, જુઓ Video

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">