AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FASTag Statement: FASTag માંથી ક્યાં કપાયા પૈસા? 3 રીતે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરીને મેળવો માહિતી, સમજો દરેક સ્ટેપ

જો તમને લાગતું હોય કે તમારા FASTag માંથી ખોટા પૈસા કપાઈ ગયા છે, તો તમે ફોન પર જ ત્રણ અલગ-અલગ રીતોથી FASTag સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. આ માટે NHAI ની સત્તાવાર વેબસાઇટ અથવા તમારી બેંકિંગ અને પેમેન્ટ એપની મદદ લઈ શકો છો.

FASTag Statement: FASTag માંથી ક્યાં કપાયા પૈસા? 3 રીતે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરીને મેળવો માહિતી, સમજો દરેક સ્ટેપ
| Updated on: Aug 04, 2026 | 6:17 PM
Share

શું તમારી સાથે પણ ક્યારેય એવું બન્યું છે કે તમે તાજેતરમાં જ તમારું FASTag રિચાર્જ કરાવ્યું હોય અને થોડા દિવસો પછી ખબર પડે કે બેલેન્સ કપાઈ ગયું છે? આવી સ્થિતિમાં બેલેન્સ ક્યાં કપાયું તે યાદ રાખવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિમાં તમે તમારા FASTag નું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરીને ચકાસી શકો છો કે તમારું બેલેન્સ ક્યાં કપાયું છે. આ કામ તમે તમારા મોબાઇલ ફોન પર પણ કરી શકશો અને FASTag સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવાની એક-બે નહીં, પરંતુ પૂરી ત્રણ રીતો છે. આ માટે તમે FASTag ની સત્તાવાર વેબસાઇટ, બેંકિંગ એપ્લિકેશન અથવા પેમેન્ટ એપ દ્વારા સરળતાથી સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો.

સત્તાવાર વેબસાઇટ પરથી આ રીતે ડાઉનલોડ કરો FASTag સ્ટેટમેન્ટ

  • તમે IHMCL પોર્ટલ પરથી તમારા FASTag નું સ્ટેટમેન્ટ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે આ NHAI નું સેન્ટ્રલ પોર્ટલ છે.
  • આ માટે ફોન અથવા કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં fastag.ihmcl.com પર જાઓ.
  • સાઇટ પર લોગિન વિકલ્પમાં જઈને FASTag Login પસંદ કરો.
  • ત્યારબાદ તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને OTP દ્વારા સાઇન-ઇન કરી શકશો.
  • સાઇન-ઇન કર્યા પછી ડેશબોર્ડ પર રહેલા Statement અથવા Toll Transaction Details વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તે સમયગાળો પસંદ કરો જે સમયનું તમે સ્ટેટમેન્ટ મેળવવા માંગો છો અને Download PDF પર ક્લિક કરો.
  • આટલું કરતા જ તમારા ડિવાઇસમાં પૂરૂં સ્ટેટમેન્ટ ખુલી જશે અને સેવ થઈ જશે.

બેંકિંગ એપ દ્વારા FASTag સ્ટેટમેન્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • જો તમે તમારું FASTag કોઈ બેંકમાંથી લીધું છે, તો તમે બેંકની મોબાઇલ એપ દ્વારા પણ FASTag નું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકશો.
  • આ માટે સૌથી પહેલા ફોનમાં બેંકિંગ એપ ઓપન કરીને તેમાં લોગિન કરી લો.
  • જો તમે બેંક મારફતે FASTag લીધું હશે, તો તમને બેંકિંગ એપના FASTag સેક્શનમાં તમારા FASTag સંબંધિત વિગતો મળી જશે.
  • ત્યાં Transaction History અથવા Download Statement પર ક્લિક કરો.
  • સમયગાળો (તારીખ) પસંદ કરો અને સ્ટેટમેન્ટની PDF ફાઇલ ફોનમાં સેવ કરી લો.

પેમેન્ટ એપ દ્વારા FASTag સ્ટેટમેન્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • કેટલાક લોકો બેંકને બદલે પેમેન્ટ એપ્સ જેવી કે Paytm અથવા PhonePe વગેરે દ્વારા પણ FASTag ખરીદતા હોય છે. આ યુઝર્સ પોતાની પેમેન્ટ એપ પરથી પણ FASTag નું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકે છે.
  • આ માટે તમારે પેમેન્ટ એપમાં FASTag સેક્શનમાં જવાનું રહેશે.
  • ત્યાં આપેલા Transaction History ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે સમયગાળો પસંદ કરીને ડાઉનલોડ PDF પર ક્લિક કરો અને તમારી સ્ટેટમેન્ટ ફાઇલ મેળવી લો.

1.0-લીટર ટર્બો એન્જિનવાળી SUV ખરીદવાનો છે પ્લાન ? તો આ 5 ઓપ્શન તમારા માટે બેસ્ટ, જુઓ નામ અને કિંમત

Follow Us
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આણંદમાં સૌપ્રથમ વખત યોજાશે બ્રાહ્મણ મહાસંમેલન, 10હજાર ભૂદેવો થશે એકત્ર
આણંદમાં સૌપ્રથમ વખત યોજાશે બ્રાહ્મણ મહાસંમેલન, 10હજાર ભૂદેવો થશે એકત્ર
અમદાવાદમાં દિવાળી ટાણે લીધેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ જાહેર
અમદાવાદમાં દિવાળી ટાણે લીધેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ જાહેર
SSG હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે?
SSG હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે?
રાજકોટમાં ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટરે રૂ 2થી 4નો વધારો
રાજકોટમાં ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટરે રૂ 2થી 4નો વધારો
જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી! કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપ્યો
જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી! કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપ્યો
g clip-path="url(#clip0_868_265)">