AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને મળી નવી દિશા, નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ- જુઓ Video

એકતા નગર ખાતે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝ લોન્ચ કરવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ પ્રવાસીઓ માટે આ સેવા શરૂ કરાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને મળી નવી દિશા, નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ- જુઓ Video
Image Credit source: Tv9Gujarati
| Updated on: Aug 04, 2026 | 6:20 PM
Share

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર, નર્મદા) ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની જરૂરી પૂર્વ મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરાવાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે, જેને પ્રવાસીઓ તરફથી અત્યંત સારો પ્રતિસાદ મળ્યો છે. નર્મદા નદીમાં ક્રૂઝ પ્રવાસ દરમિયાન કુદરતી સૌંદર્ય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના રમણીય દૃશ્યો નિહાળવાનો અનોખો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર બન્યો છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને હવે વધુ વિશાળ, આધુનિક અને બહુમુખી સુવિધાઓ ધરાવતી નવી ક્રૂઝ સેવા લોન્ચ કરવામાં આવી છે.

ઇવેન્ટ્સ અને સેલિબ્રેશન માટે વિશેષ ડિઝાઇન

નવી ક્રૂઝ માત્ર નદીમાં પ્રવાસ માટે જ નહીં પરંતુ વિવિધ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો, લગ્ન સમારંભો તેમજ અન્ય વિશેષ ઉજવણીઓનું આયોજન કરી શકાશે.

નવી ક્રૂઝને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં વિશેષ ડેકોરેટિવ લાઇટિંગની સુવિધા આપવામાં આવી છે, જેના કારણે ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે ક્રૂઝનું સૌંદર્ય અનેકગણું વધી જશે.

નવી ક્રૂઝ અને હાલમાં કાર્યરત ક્રૂઝની સરખામણી

નવી ક્રૂઝ કદ, ક્ષમતા અને સુવિધાઓની દ્રષ્ટિએ હાલની ક્રૂઝ કરતાં નોંધપાત્ર રીતે વધુ આધુનિક અને વિશાળ છે.

  • નવી ક્રૂઝની મુખ્ય વિશેષતાઓ:
  • મુસાફરી ક્ષમતા: 600 પ્રવાસીઓ
  • ડાઇનિંગ સુવિધા: 250 લોકો માટે એકસાથે
  • પરિમાણ: 30 મીટર લંબાઈ અને 12 મીટર પહોળાઈ
  • સ્ટેજ: 5 x 4 મીટરનું વિશાળ સ્ટેજ

અન્ય સુવિધાઓ: આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ, વિશેષ ઇવેન્ટ્સ અને પાર્ટીઓ માટે ખાસ ડિઝાઇન.

  • હાલમાં કાર્યરત ક્રૂઝની વિશેષતાઓ:
  • મુસાફરી ક્ષમતા: 200 પ્રવાસીઓ
  • ડાઇનિંગ સુવિધા: 100 લોકો માટે
  • પરિમાણ: 24 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈ
  • સ્ટેજ: 4 x 3 મીટરનું સ્ટેજ

પર્યટન અને સ્થાનિક રોજગારીને મળશે વેગ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા પ્રવાસીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત નવી પહેલ કરવામાં આવી રહી છે. તે જ દિશામાં આ નવી ક્રૂઝનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે એકતા નગરના પર્યટનને નવી ઊંચાઈ આપશે. આ નવી સુવિધાથી રાજ્યના પર્યટન વિકાસને વધુ વેગ મળશે તેમજ સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ મોટો પ્રોત્સાહન મળશે.

જુઓ Video

શ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">