AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ડેબ્યૂ મેચમાં જ ચમક્યો ભારતીય મૂળનો ખેલાડી, ઓસ્ટ્રેલિયાને અપાવી જીત

બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણીની પહેલી મેચ ભારતીય મૂળના ઓલરાઉન્ડર નિખિલ ચૌધરી માટે ખાસ હતી. તેણે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમ માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને પહેલી જ મેચમાં પ્રભાવ પાડ્યો.

Breaking News: ડેબ્યૂ મેચમાં જ ચમક્યો ભારતીય મૂળનો ખેલાડી, ઓસ્ટ્રેલિયાને અપાવી જીત
nikhil chaudharyImage Credit source: X
| Updated on: Jun 17, 2026 | 8:30 PM
Share

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મંચ પર એક અનોખી અને ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી. ભારતીય મૂળના ઓલરાઉન્ડર નિખિલ ચૌધરીએ ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય ટીમ માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ચિત્તાગોંગમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચ માટે તેને ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી અને પોતાને એક ખાસ યાદીમાં સ્થાન અપાવ્યું.

નિખિલ ચૌધરીની કારકિર્દીની ખાસ ક્ષણ

આ ડેબ્યૂ સાથે, નિખિલ ચૌધરી એક ખાસ ક્લબમાં જોડાયો છે. તે ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ભારતીય મૂળનો ત્રીજો ક્રિકેટર બન્યો છે. વધુમાં, ઓસ્ટ્રેલિયન પુરુષ ક્રિકેટના છેલ્લા છ દાયકામાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય મૂળના પુરુષ ખેલાડીએ ઓસ્ટ્રેલિયન જર્સી પહેરી છે. અગાઉ, રેક્સ સેલર્સ ઓસ્ટ્રેલિયા માટે રમનાર છેલ્લા ભારતીય મૂળના પુરુષ ક્રિકેટર હતા.

પંજાબ માટે રમ્યો, ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ

નિખિલ ચૌધરીની સફર કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. દિલ્હીમાં જન્મેલા નિખિલે પોતાની ક્રિકેટ કારકિર્દી ભારતમાં શરૂ કરી હતી. તેણે પંજાબની સ્થાનિક ટીમ માટે કુલ 14 લિસ્ટ A મેચ રમી હતી. આ દરમિયાન તેણે હરભજન સિંહ, શુભમન ગિલ અને અભિષેક શર્મા જેવા દિગ્ગજ ભારતીય ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો હતો. તેણે IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ ઓડિશન આપ્યું હતું, પરંતુ તક મેળવવામાં નિષ્ફળ ગયો હતો. 2020 માં, COVID-19 રોગચાળા દરમિયાન નિખિલ ક્વીન્સલેન્ડમાં તેના કાકાને મળવા ગયો હતો અને ત્યાં ફસાયો હતો. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયામાં રમવાનું શરૂ કર્યું.

 ડેબ્યૂ મેચમાં ચમક્યો નિખિલ ચૌધરી

ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ સામેની પહેલી વનડે ચાર વિકેટથી જીતી લીધી. નિખિલ ચૌધરીએ બે ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી. તેણે 13 બોલમાં 18 રનની મહત્વપૂર્ણ ઇનિંગ પણ રમી, જેમાં બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશ 19 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું.

Breaking News: 82 રનમાં 8 વિકેટ ગુમાવી, છતાં ટીમ ઈન્ડિયાએ 400 રન ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Follow Us
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
g clip-path="url(#clip0_868_265)">