AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જો ટીમ ઈન્ડિયા હવે હારી, તો T20Iમાં આવું પહેલી વાર થશે

Team India under Shreyas Iyer : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ નોટિધમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા જો હારી જાય છે. તો T20I પહેલી વખત એક એવો રેકોર્ડ બનતો જોવા મળશે. જે શ્રેયસ અય્યર ઈચ્છશે નહી કે, તેની કેપ્ટનશીપમાં આવો રેકોર્ડ બને.

Breaking News : જો ટીમ ઈન્ડિયા હવે હારી,  તો T20Iમાં આવું પહેલી વાર થશે
Image Credit source:
| Updated on: Jul 07, 2026 | 8:41 AM
Share

શ્રેયસ અય્યરે જ્યારથી ટી20 મેચમાં કેપ્ટનશીપ સંભાળી છે. ટીમ ઈન્ડિયા જાણે મેચ જીતવાનું ભુલી ગઈ તેવું લાગી રહ્યું છે. અય્યરની કેપ્ટનશીપમાં ટીમને હવે પહેલી જીતની રાહ છે. આવું ત્યારે થશે જ્યારે ટીમ ઈન્ડિયાએ 4 T20 અય્યરની કેપ્ટનશીપમાં રમી છે. જેમાં 2 ટી20 મેચ તો આયરલેન્ડ વિરુદ્ધ હતી. જેમણે પહેલા ક્યારેય ભારતને હરાવ્યું ન હતુ. પરંતુ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં તે રેકોર્ડ તુટી ગયો છે. આયરલેન્ડે પહેલી વખત ભારતને પોતાના ઘરમાં રમાયેલી ટી20માં હારતા સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યું છે.

આયરલેન્ડથી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચે છે તો પણ સ્થિતિ બદલી નથી. અહી પણ 5 ટી20ની સીરિઝની પહેલી 2 મેચ બાદ ટીમ ઈન્ડિયાને જીતની રાહ છે. હવે તો ડર છે કે, વધુ એક હાર ટીમ ઈન્ડિયાને શર્મનાક રેકોર્ડની ભાગીદાર ન બનાવી દે.

જો ભારત નોટિધમમાં હારી જાય છે, તો T20I માં આ પહેલી વાર હશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટી20ની સીરિઝની ત્રીજી મેચ નોટિધમમાં રમાશે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા જો આ મેચ હારી જાય છે તો ટી20ના ઈતિહાસમાં પહેલી વખત આવું થશે. જે સતત 5 ટી20 મેચ જીત્યા વગર પૂર્ણ કરશે.આ પહેલા અય્યરની કેપ્ટનશીપમાં રમાયેલી છેલ્લી 4 ટી20 મેચમાં ભારતને 3 મેચમાં હાર મળી છે. જ્યારે 1 મેચનું પરિણામ આવ્યું ન હતુ. આ આંકડાની સાથે છેલ્લા 5 વર્ષમાં પહેલી વખત આવું થયું છે. જ્યારે ટીમ ઈન્ડિયા સતત 4 ટી20 મેચ રમ્યા બાદ એક પણ મેચ જીતી શકી નથી.

નોટિધમમાં ત્રીજી ટી20, શું કહે છે આંકડા?

હવે સવાલ એ છે કે, નોટિધમમાં ટીમ ઈન્ડિયા પોતાની હાર દુર કરશે. અહી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ રમાશે. આંકડા જોઈએ તો નોટિધમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યારસુધીમાં માત્ર એક ટી20 મેચ રમાઈ છે. 2022માં આ હાઈ સ્કોરિંગ મેચમાં ઈંગ્લેન્ડને 17 રનથી જીત મેળવી હતી. ટુંકમાં હવે 4 વર્ષ પછી કોઈ ટી20 ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટિધમમાં રમશે.પરંતુ આ હારનો સિલસિલો તોડવા માટે, શ્રેયસ ઐયર અને કંપનીએ ઇતિહાસ બદલવો પડશે. તેમણે વધુ સારું ક્રિકેટ રમવું પડશે.

ક્રિકેટર દુનિયામાં બેટ્સમેનનું છે મોટું નામ શ્રેયસ અય્યરનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">