AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાનનું જ કેમ? પંજાબ અને કર્ણાટકના શિક્ષણ મંત્રીનું કેમ નહી! પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ ઉઠાવ્યા સવાલ

જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે "સવાલ માત્ર એક વ્યક્તિનો કેમ? જવાબદારી તો દરેકની નક્કી થવી જોઈએ." તેમણે NEET પેપર લીક વિવાદ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અન્ય રાજ્યોમાં થયેલા પરીક્ષા વિવાદોમાં પણ જવાબદારી નક્કી થવી જોઈએ.

રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાનનું જ કેમ? પંજાબ અને કર્ણાટકના શિક્ષણ મંત્રીનું કેમ નહી! પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ ઉઠાવ્યા સવાલ
Ajay Jadeja
| Updated on: Jul 27, 2026 | 11:47 AM
Share

પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ NEET પેપર લીક અને વિવિધ પરીક્ષા વિવાદોને લઈને મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે જો એક કેસમાં જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવે છે, તો અન્ય રાજ્યોમાં થયેલા સમાન વિવાદોમાં પણ એકસરખા માપદંડ કેમ નથી અપનાવવામાં આવતા. જો પેપર લીક થવા પર ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું તો અગાઉ પણ જે રાજ્યમાં પેપરલીક થયું છે તે રાજ્યમાંથી શિક્ષણ મંત્રીઓએ કેમ રાજીનામું નથી આપ્યું.

રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાનનું જ કેમ?

જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે “સવાલ માત્ર એક વ્યક્તિનો કેમ? જવાબદારી તો દરેકની નક્કી થવી જોઈએ.” તેમણે NEET પેપર લીક વિવાદ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અન્ય રાજ્યોમાં થયેલા પરીક્ષા વિવાદોમાં પણ જવાબદારી નક્કી થવી જોઈએ.

પંજાબ અને કર્ણાટકમાં પણ થયા પેપર લીક છતા ના લેવાયા રાજીનામા

તેમણે ખાસ કરીને પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસ જે આમ આદમી પાર્ટીથી છે, જેમના સમયે ફાર્મસી ઓફિસર ભર્તીની પરીક્ષાનો મોટો વિવાદ થયા હતો તે બાદ પણ રાજીનામું ના આપ્યું અને કર્ણાટકના શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પા જે ઈન્ડિયન નેશનલ કોગ્રેંસ પાર્ટીના છે જેમના સમયે રાજ્ય સ્તરની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ તે બાદ પણ રાજીનામું લેવામાં ના આવ્યું. અને આ બે નામને લઈ સવાલ કર્યો કે તેમના રાજ્યોમાં પરીક્ષા સંબંધિત વિવાદો સામે આવ્યા હોવા છતાં રાજીનામાની માંગ અથવા કાર્યવાહી કેમ જોવા મળી નથી.

કાર્યવાહી અને રાજીનામું પંજાબ અને કર્ણાટકમાં કેમ નહીં?

અજય જાડેજા એ કહ્યું કે, દેશભરમાં પરીક્ષાઓની વિશ્વસનીયતા જાળવવા માટે ‘એક દેશ, એક જવાબદારીનો માપદંડ’ હોવો જોઈએ. કોઈપણ રાજ્ય હોય કે કેન્દ્ર, પરીક્ષા સંબંધિત ગંભીર ગેરરીતિ સામે સમાન રીતે જવાબદારી નક્કી થવી જરૂરી છે.

જાડેજાની આ ટિપ્પણી એવા સમયે સામે આવી છે જ્યારે NEET પેપર લીક મુદ્દે લાંબા સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા અને તેના પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ ઘટનાએ પરીક્ષા વ્યવસ્થા અને જવાબદારી અંગે ફરી ચર્ચા તેજ કરી છે.

ભારતમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીને કેટલો પગાર મળે છે? બીજી કઈ કઈ સુવિધાઓનો પણ મળે છે લાભ, જાણો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">