AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :  સાપને બચાવવા જતા હાસ્ય કલાકારની કારને નડ્યો અકસ્માત, હકાભા ગઢવીને કારની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા, જુઓ Video

Breaking News : સાપને બચાવવા જતા હાસ્ય કલાકારની કારને નડ્યો અકસ્માત, હકાભા ગઢવીને કારની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2026 | 11:05 AM
Share

સુરેન્દ્રનગરમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારનો અકસ્માત નડ્યો છે. કાર હકાભા ગઢવી ચલાવતા હોવાનું સામે આવી રહ્યું છે. કોઈ જાનહાની થઈ નથી. હકાભા ગઢવીને કાચની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા.

સુરેન્દ્રનગરમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારનો અકસ્માત થયો છે.સુરેન્દ્રનગરના ધાંગધ્રા નજીક ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે.હકાભા ગઢવીની કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી.રોડ ક્રોસ કરી રહેલ સાપને બચાવવા જતા અકસ્માત થયો હતો.અકસ્માતમાં હકાભા ગઢવીનો ચમત્કારીક બચાવ થયો છે.હકાભાને અન્ય લોકોએ કારની બારીમાંથી બહાર કાઢ્યા હતા.

સૌથી મોટી વાત એ છે કે, હકાભા ગઢવીનો ચમત્કારીક બચાવ થયો છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હકાભા ગઢવી તેના મિત્રો સાથે માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે આ સમગ્ર અકસ્માત થયો હતો.લોકસાહિત્યકાર હકાભા ગઢવીના જોક્સ અને લોકગીત, માતાજીના દુહા, છંદ થી રમઝટ બોલાવે છે.

 

ભાવનગરમાં જન્મ થયો, માતા-પિતાનું છે એકમાત્ર સંતાન, ચાહકોની ફેવરિટ અભિનેત્રીનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">