IND vs PAK ODI World Cup 2027: ભારત-પાકિસ્તાન મેચનો જબરદસ્ત ક્રેઝ, 84 લાખ લોકોને જોઈએ છે ટિકિટ
2027ના વનડે વર્લ્ડ કપને હજુ સમય છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મુકાબલા માટે ટિકિટની માંગે બધાને ચોંકાવી દીધા છે. સ્થિતિ એવી છે કે સ્ટેડિયમની ક્ષમતા અને ટિકિટ ઇચ્છતા લોકોની સંખ્યા વચ્ચે મોટો તફાવત છે. ભારત-પાકિસ્તાન મેચ જ્યાં રમાશે તે સ્ટેડિયમની ક્ષમતા 34,000 છે. જોકે, 84 લાખ લોકો ટિકિટ માટે હરીફાઈ કરી રહ્યા છે.

જરા વિચારો કે આવતા વર્ષે 10 ઓક્ટોબરે શું થશે? કારણ કે 10 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ યોજાવાની છે, જેના માટે 84 લાખ લોકો ટિકિટ માંગે છે. ભારત-પાકિસ્તાન મેચ 10 ઓક્ટોબર, 2027ના રોજ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપમાં રમાશે. આ આશ્ચર્યજનક છે કારણ કે વાન્ડરર્સ સ્ટેડિયમમાં ફક્ત 34,000 દર્શકોની ક્ષમતા છે.
ODI WC 2027 મેચની ટિકિટ માટે સ્પર્ધા
ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027 ની ફાઇનલ પણ 21 નવેમ્બરે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે, જેમાં કુલ 900,000 ટિકિટ માટે ઝપાઝપી છે. 7 ઓક્ટોબરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ 2023 વર્લ્ડ કપ ફાઇનલનું પુનરાવર્તન હશે. એટલે કે પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ભારત એકબીજા સામે ટકરાશે.
’ ️
India and Pakistan will face off on October 10 at Johannesburg’s Wanderers stadium, which has a capacity of just 34,000 spectators. The same venue will host the final on November 21 – a match that trails close behind with almost eight million ticket requests.
: https://t.co/9tUmd5aoMg | : Vijay Soneji
#IndVsPak #odiworldcup2027
— Sportstar (@sportstarweb) November 3, 2026
ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ માટે ઝપાઝપી
જોકે ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કરતાં મોટો મુકાબલો બીજો કોઈ નથી, ખાસ કરીને જ્યારે તે વર્લ્ડ કપ મેચ હોય. સિક્કાની બીજી બાજુ એ છે કે તાજેતરના સમયમાં આ બે કટ્ટર હરીફો વચ્ચેની ટક્કર એકતરફી રહી છે. છેલ્લા નવ મુકાબલામાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. ભારત સામે પાકિસ્તાનનો છેલ્લો વિજય 2022 એશિયા કપમાં થયો હતો. તેમ છતાં, ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ જ એવો છે કે ટિકિટ માટે અત્યારથી જ ઝપાઝપી શરૂ થઈ ગઈ છે.
THE CRAZE FOR ICC ODI WORLD CUP 2027
– 120 Millions ticket applications registered.
– Fans from 193 countries have registered for ticket ballot. https://t.co/vfDekWlM5B
— Tanuj (@ImTanujSingh) November 2, 2026
આ ટીમો ભારત-પાકિસ્તાન xસાથે ગ્રુપમાં
ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે સાથે ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં છે. ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ બીજા ગ્રુપમાં છે. ગ્રુપ સ્ટેજમાં દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમો, ચોથા ક્રમે રહેલી શ્રેષ્ઠ ટીમ સાથે, સુપર 7 સ્ટેજમાં જશે, જ્યાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
