Breaking News: ભારતની દીકરી મનીષા ભાનવાલાએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ રેસલિંગ ટાઇટલ જીતનાર પ્રથમ મહિલા રેસલર બની
હરિયાણાની કુસ્તીબાજ મનીષા ભાનવાલાએ કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાયેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. મહિલા 59 કિગ્રા વર્ગની ફાઇનલમાં તેણે અમેરિકાની એબીગેઇલ નેટને 8-6થી હરાવી હતી. એક સમયે 0-6થી પાછળ રહેલી મનીષાએ જોરદાર વાપસી કરીને જીત મેળવી અને વર્લ્ડ ચેમ્પિયન બનનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજનું ગૌરવ મેળવ્યું.

ભારતીય કુસ્તીબાજ મનીષા ભાનવાલાએ ઇતિહાસ રચ્યો છે. કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાયેલી વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં તેણીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મનીષાએ મહિલા 59 કિગ્રા વર્ગમાં ફાઇનલમાં જીત મેળવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સની એબીગેઇલ નેટને હરાવીને મનીષા ભાનવાલાએ વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
મનીષા ભાનવાલા પહેલી મહિલા વર્લ્ડ ચેમ્પિયન
મનીષા ભાનવાલા વર્લ્ડ ચેમ્પિયન બનનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ છે. સુશીલ કુમાર પછી પહેલીવાર કોઈ ખેલાડીએ વિશ્વ ચેમ્પિયન બનવાનું સન્માન મેળવ્યું છે. સુશીલ કુમારે 2010 માં 66 કિગ્રા વર્ગમાં વિશ્વ ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. મનીષા ભાનવાલા ફાઇનલ મેચમાં 0-6 થી પાછળ હતી પરંતુ તેણે ચમત્કારિક વાપસી કરીને 8-6 થી જીત મેળવી.
Manisha Bhanwala creates history as the first Indian woman to win gold at the Senior World Wrestling Championships, defeating USA’s Abigail Elizabeth Nette 8-6 in the 59kg final after trailing 0-6.
@IndiaSports @Media_SAI @YASMinistry @wfi_wrestling @narayansingh09 https://t.co/8P5Isgoxau
— DD India (@DDIndialive) October 30, 2026
મનીષા ભાનવાલાની સંઘર્ષમય સફર
મનીષા ભાનવાલાએ 2013માં તેની કુસ્તી કારકિર્દી શરૂ કરી હતી. મનીષાના પિતા સુરેશે તેની ફિટનેસ સુધારવા માટે મનીષાને કુસ્તીમાં મોકલી હતી, પરંતુ ધીમે-ધીમે મનીષાને તેની પ્રતિભાનો અહેસાસ થયો અને તે એક પ્રોફેશનલ કુસ્તીબાજ બની ગઈ. 2022માં મનીષાએ એક ખૂબ જ ચિંતાજનક ઘટનાનો અનુભવ કર્યો. તે 2022ની એશિયન ચેમ્પિયનશિપ માટે રવાના થવાની તૈયારીમાં હતી, પરંતુ તેના પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. મનીષાની કારકિર્દીની શરૂઆતમાં જ તેના પિતાનું મૃત્યુ થયું હતું, પરંતુ તેણીએ ક્યારેય હાર માની નહીં.
એશિયન ગેમ્સમાં હારી, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ
મનીષા ભાનવાલાને 2026 એશિયન ગેમ્સમાં પણ મોટો ઝટકો લાગ્યો હતો. આ ખેલાડીએ એશિયન ગેમ્સમાં મેડલ જીતવા માટે ખૂબ મહેનત કરી હતી. તેણી લાંબા સમય સુધી ઘરેથી દૂર રહી અને ખૂબ ટ્રેનિંગ કરીહતી, પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં તે જાપાનની અકારી ફુજીનામી સામે હારી ગઈ હતી અને એકપણ મેડલ જીતી શકી નહીં. આ પછી તેણીએ તેના વર્લ્ડ ચેમ્પિયનશિપ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને હવે તેણીએ વરદલ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો છે.
