AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બીજી T20માં પણ વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની શક્યતા ઓછી! ટીમ ઈન્ડિયામાં થશે મોટો ફેરફાર

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ 28 જૂને બેલફાસ્ટમાં રમાશે. પ્રથમ મેચમાં મળેલી 34 રનની હાર બાદ ટીમ ઈન્ડિયા શ્રેણી બચાવવા માટે મેદાનમાં ઉતરશે. જોકે, યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને બીજી મેચમાં પણ ડેબ્યૂ કરવાની તક મળે તેવી શક્યતા ઓછી છે, જ્યારે બોલિંગ વિભાગમાં એક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે.

Breaking News: બીજી T20માં પણ વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની શક્યતા ઓછી! ટીમ ઈન્ડિયામાં થશે મોટો ફેરફાર
Team IndiaImage Credit source: X
| Updated on: Jun 27, 2026 | 9:46 PM
Share

પ્રથમ T20માં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા પર બીજી મેચ જીતવાનું દબાણ વધી ગયું છે. બેલફાસ્ટમાં રમાયેલી પ્રથમ મેચમાં આયર્લેન્ડે 182 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 148 રનમાં સમેટાઈ ગઈ હતી. કોઈપણ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ભારત સામે આયર્લેન્ડનો આ પ્રથમ વિજય હતો. હવે બીજી અને અંતિમ મેચમાં ભારતીય ટીમમાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે.

ભારતીય ટીમમાં ફેરફાર થશે

આ જીત બાદ આયર્લેન્ડનો આત્મવિશ્વાસ ઊંચો છે. ટીમના ઘણા અનુભવી ખેલાડીઓ ગેરહાજર હોવા છતાં યુવા ક્રિકેટરોએ શાનદાર રમત બતાવી હતી. ખાસ કરીને ભારતીય મૂળના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ચાર ઓવરમાં માત્ર 25 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં આયર્લેન્ડ વિજેતા ટીમમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા ખૂબ ઓછી છે. બીજી તરફ ભારતીય ટીમમાં કેટલાક ફેરફારો થઈ શકે છે.

વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ માટે રાહ જોવી પડી શકે

બીજી મેચમાં ટીમ ઈન્ડિયામાં ઓછામાં ઓછો એક એન વધુમાં વધુ ત્રણ ફેરફાર થઈ શકે છે. જોકે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને હજુ પણ ડેબ્યૂ માટે રાહ જોવી પડી શકે છે. પ્રથમ મેચમાં ટોચના ક્રમના બેટ્સમેનો નિષ્ફળ ગયા હોવા છતાં કેપ્ટન શ્રેયસ અય્યર બેટિંગ વિભાગમાં મોટા ફેરફાર કરવા માંગશે નહીં.

એક ફાસ્ટ બોલરની જગ્યાએ સ્પિનરને તક

ભારત બોલિંગ વિભાગમાં ફેરફાર કરી શકે છે. લેગ-સ્પિનર રવિ બિશ્નોઈને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે, જ્યારે એક ફાસ્ટ બોલરને બહાર બેસાડવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે બેલફાસ્ટની પરિસ્થિતિમાં વધુ નિયંત્રિત બોલિંગ જ ભારતને જીત અપાવી શકે છે. બીજી મેચ ભારત માટે શ્રેણીમાં ટકી રહેવાની તક છે, જ્યારે આયર્લેન્ડ ઈતિહાસ રચીને શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ/પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.

આયર્લેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ટિમ ટેક્ટર, રોસ એડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (વિકેટકીપર/કેપ્ટન), બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, લિયામ મેકકાર્થી, મેથ્યુ હમ્ફ્રે અને જય મુન્દ્રા.

Breaking News: અભિષેક શર્માએ બતાવી ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ખામી, નહીં સુધરે તો હાથમાંથી જશે શ્રેણી

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">