AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિરાટ કોહલી 50,100 નહી માત્ર 4 રનથી ઈંગ્લેન્ડમાં બનાવશે મોટો રેકોર્ડ

બર્મિંગહામમાં વિરાટ કોહલીની પહેલી મેચ સારી નહોતી, જેમાં તેણે ફક્ત 5 રન બનાવ્યા હતા. હવે, બીજી મેચ એ જ મેદાન પર છે જ્યાં ટીમ ઈન્ડિયા 12 વર્ષ પછી રમી રહી છે, અને કોહલી છેલ્લી વખત પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ ગયો હતો.

Breaking News  : વિરાટ કોહલી 50,100 નહી માત્ર 4 રનથી ઈંગ્લેન્ડમાં બનાવશે મોટો રેકોર્ડ
Image Credit source: AI
| Updated on: Jul 16, 2026 | 8:50 AM
Share

કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં અંદાજે 12 વર્ષ પછી ભારતીય ક્રિકેટ ટીમ રમવા જઈ રહી છે. ગુરુવાર 16 જુલાઈના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ મેદાન પર વનડે સીરિઝની બીજી મેચ રમાશે. સીરિઝમાં 1-0ની લીડ લઈ ચૂકેલો કેપ્ટન શુભમન ગિલની ભારતીય ટીમની પાસે સતત બીજી વખત જીત સાથે કબજો કરવાની તક છે. તો ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે ઈંગ્લેન્ડમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન બનવાની તક છે. જેનાથી તેમને માત્ર 4 રનની જરુર છે.

બર્મિંગહામમાં વનડે સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમને જીત તો મળી પરંતુ તેમાં વિરાટ કોહલીના બેટમાંથી વધારે રન આવ્યા ન હતા. માત્ર 5 રન આવ્યા હતા અને જોફ્રા આર્ચના બોલ પર એલબીડબલ્યુ આઉટ થઈ પવેલિયન ફર્યો હતો. ત્યારે વિરાટ કોહલીના હાથ ગત્ત મેચમાં ઈંગ્લેન્ડમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ તોડવાની તક હતી. જે હવે નથી.

ઈંગ્લેન્ડમાં કોનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી?

બર્મિગહામમાં જે ન થઈ શક્યું તેના માટે હવે વિરાટ કોહલી પાસે કાર્ડિફમાં તક છે. આ મેદાન પર વિરાટ કોહલી જ્યારે બેટિંગ માટે ઉતરશે. તો માત્ર 4 રન જ તેમણે ઈંગ્લેન્ડમાં નંબર-1 ભારતીય બેટ્સમેન બનાવવા માટે પુરતા છે. આવું કરવા પર તે પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડી નાંખશે. જે દેશમાં સૌથી સફળ ભારતીય બેટ્સમેન રહ્યો છે.

દ્રવિડે ઈંગ્લેન્ડમાં 3 ફોર્મેટમાં કુલ 56 ઈનિગ્સમાં બેટિંગ કરી અને 2645 રન બનાવ્યા છે. તેમણે 8 સદી ફટકારી છે. જ્યારે તેની સરેરાશ 55ની રહી હતી. તો વિરાટ કોહલીએ અત્યારસુધી 74 ઈનિગ્સ રમી છે અને 40ની સરેરાશથી 2642 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ માત્ર 3 સદી ફટકારી બનાવ્યા છે. ત્રીજા નંબર પર સચિન તેંડુલકર છે. જેમણે 56 ઈનિગ્સમાં 2626 રન બનાવ્યા છે.

કાર્ડિફમાં કેવું રહ્યું વિરાટ કોહલીનું પ્રદર્શન

આમ તો આ એક રેકોર્ડ નથી. પરંતુ વિરાટ કોહલી કાર્ડિફમાં એક ખાસ સદી પુરી કરશે. જે SENA દેશો (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ,ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં પોતાના 100 વનડે મેચ પુરા કરશે. તેમજ ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલીની આ 35મી મેચ હશે. તેનો પ્રયત્ન એ હશે કે, આ ખાસ તક પર કાર્ડિફનું મેદાન માટે શાનદાર સાબિત થઈ શકે કારણ કે, 2014માં આ મેદાન પર રમાયેલી મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો નથી.

વિરાટને લોકો પ્રેમથી ‘ચીકુ’ કહે છે, વિરાટ કોહલીના સમગ્ર પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
g clip-path="url(#clip0_868_265)">