Ahmedabad Rath Yatra 2026 : CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રાંરભ કરાવ્યો
અમદાવાદના જગન્નાથ મંદિરે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પહિંદ વિધિ કરી હતી. પહિંદ વિધિ બાદ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રથ ખેચીને 149મી રથયાત્રાનુ પ્રસ્થાન કરાવ્યું હતું.
આજે અમદાવાદની શેરીઓમાં ભગવાન જગન્નાથજીનો નાદ સાંભળવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રાંરભ કરાવ્યો હતો. ‘નંદીઘોષ’માં બિરાજી ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. ‘દેવદલન’માં માતા સુભદ્રાજી તો ‘તલધ્વજ’માં ભાઈ બળભદ્ર ત્રણેય રથને જગન્નાથ મંદિર પરિસરની બહાર લાવવામાં આવ્યા હતા.આજે અષાઢી બીજનો દિવસ એટલે જગતના નાથની નગરચર્યાનો દિવસ છે. ભગવાન જગન્નાથ આજે ભક્તોને દર્શન દેવા માટે નગરચર્ચાએ નીકળવાના છે. ભાવિક ભક્તો પણ પ્રભુને આવકારવા શહેરની પોળ, ગલી, મહોલ્લાની બહાર આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 149મી રથયાત્રામાં પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે.
જગન્નાથજી મંદિર ખાતે 149મી રથયાત્રાની પહિંદ વિધિ
અમદાવાદCM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રા પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી.ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે આયોજિત મહાઆરતીમાં સહભાગી થઈ પ્રભુના દર્શન-પૂજનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.અષાઢી બીજનું પાવન પર્વ સમરસતા, સેવા, શ્રદ્ધા અને સાંસ્કૃતિક એકતાનો ઉત્સવ છે. નગરચર્યાએ નીકળતા દરિદ્રનારાયણ ભગવાન જગન્નાથજી વંચિતો અને શ્રમિકો પ્રત્યે કરુણા તેમજ સેવાનો દિવ્ય સંદેશ આપે છે.રાજ્યના સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિનો સંચાર થાય તેવી મહાપ્રભુ જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના.
રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. અહી ક્લિક કરો
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

