AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારત સામેની ODI શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આક્રમક બેટ્સમેન બહાર, 16 વર્ષે ડેબ્યૂ કરનારને તક

ભારત સામેની ODI શ્રેણી માટે ઈંગ્લેન્ડને ટીમની જાહેરાત કરી છે. 16 ખેલાડીઓની ટીમની કમાન હેરી બ્રુકના હાથમાં રહેશે. માત્ર 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર ઓલરાઉન્ડરને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. જાણો કોણ-કોણ છે ટીમમાં સામેલ.

Breaking News: ભારત સામેની ODI શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આક્રમક બેટ્સમેન બહાર, 16 વર્ષે ડેબ્યૂ કરનારને તક
englandImage Credit source: X
| Updated on: Jul 03, 2026 | 6:34 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 14 જુલાઈથી શરૂ થઈ રહી છે. ઈંગ્લેન્ડે આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. એક અનુભવી ખેલાડીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, જ્યારે બે ફાસ્ટ બોલરો પરત ફર્યા છે. માત્ર 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર એક ઓલરાઉન્ડરને પહેલીવાર ટીમમાં તક આપવામાં આવી છે. ઈંગ્લેન્ડે હેરી બ્રુકના નેતૃત્વમાં વનડે શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં જોફ્રા આર્ચર, જેકબ બેથેલ, બેન ડકેટ અને વિલ જેક્સ જેવા સ્ટાર ખેલાડીઓનો પણ સામેલ છે.

ભારત સામેની ODI શ્રેણી માટે ઈંગ્લેન્ડ ટીમ

હેરી બ્રુક, રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, જેમ્સ કોલ્સ, સેમ કરન, લિયામ ડોસન, બેન ડકેટ, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, જો રૂટ, જોશ ટંગ.

ઈંગ્લેન્ડની ODI ટીમની હાઈલાઈટ્સ

  • માત્ર 16 વર્ષની ઉંમરે સસેક્સ માટે ડેબ્યૂ કરનાર ઓલરાઉન્ડર જેમ્સ કોલ્સને ટીમમાં સ્થાન મળ્યું.
  • ગુસ એટકિન્સન અને સાકિબ મહમૂદ વનડે ટીમમાં પાછા ફર્યા.
  • ઓપનર જેક ક્રાઉલીને પડતો મૂકવામાં આવ્યો, તેની જગ્યાએ જેકબ બેથેલ ઈનિંગની શરૂઆત કરી શકે.

જેક ક્રાઉલી ટીમમાંથી બહાર

ટેસ્ટ બાદ જેક ક્રાઉલીને વનડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જમણા હાથના આ બેટ્સમેનએ નવ વનડેમાં 25.6 ની સરેરાશથી બે અડધી સદી સાથે ફક્ત 205 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં પણ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. 64 ટેસ્ટમાં તેણે 31.18 ની સરેરાશથી ફક્ત 3586 રન જ બનાવ્યા હતા, જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે. હવે, તેને બંને ફોર્મેટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

ભારત-ઈંગ્લેન્ડ વનડે શ્રેણીનું શેડ્યૂલ

  • પહેલી વનડે – એજબેસ્ટન, બપોરે 3:30 વાગ્યે
  • બીજી વનડે – કાર્ડિફ, સાંજે 5:30 વાગ્યે
  • ત્રીજી વનડે – લોર્ડ્સ, બપોરે 3:30 વાગ્યે

ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણી માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ગુરનુર બ્રાર, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા.

ગુજરાત ટાઈટન્સના રન મશીનની શ્રીલંકામાં બેક ટુ બેક સદી, છેલ્લી 11 માંથી 9 મેચમાં 50+ સ્કોર

Follow Us
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
g clip-path="url(#clip0_868_265)">