AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ટાઈટન્સના રન મશીનની શ્રીલંકામાં બેક ટુ બેક સદી, છેલ્લી 11 માંથી 9 મેચમાં 50+ સ્કોર

IPL માં ગુજરાત ટાઈટન્સના રન મશીન સાબિત થયેલા સાઈ સુદર્શને ફરી એકવાર પોતાની બેટિંગ કુશળતા સાબિત કરી છે. સાઈ સુદર્શને શ્રીલંકામાં સતત બે સદી ફટકારી છે. ખાસ વાત એ છેકે છેલ્લી 11 માંથી 9 ઈનિંગમાં તેણે 50 થી વધુ રન બનાવ્યા છે.

ગુજરાત ટાઈટન્સના રન મશીનની શ્રીલંકામાં બેક ટુ બેક સદી, છેલ્લી 11 માંથી 9 મેચમાં 50+ સ્કોર
Sai SudharsanImage Credit source: X
| Updated on: Jul 03, 2026 | 6:23 PM
Share

ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન સાઈ સુદર્શનને રોકવું મુશ્કેલ જ નહીં પણ અશક્ય લાગે છે. આ ડાબા હાથના બેટ્સમેને ઈન્ડિયા A તરફથી રમતા શ્રીલંકામાં ફરી એકવાર દમદાર ઈનિંગ રમી છે. ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં સાઈ સુદર્શને શાનદાર સદી ફટકારી હતી. આ ડાબા હાથના બેટ્સમેને 166 બોલમાં સદી પૂરી કરી હતી. આ સાઈ સુદર્શનની સતત બીજી સદી છે. સાઈએ છેલ્લી બિનસત્તાવાર ટેસ્ટની પહેલી ઈનિંગમાં પણ 132 રન બનાવ્યા હતા.

સાઈ સુદર્શન છે રન મશીન

સાઈ સુદર્શનને રન મશીન કહી શકાય, કારણ કે તે IPL થી શાનદાર ફોર્મમાં છે. તેણે તેની છેલ્લી 11 મેચોમાંથી નવ મેચોમાં પચાસથી વધુ સ્કોર કર્યા છે, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. સાઈ સુદર્શનને સામાન્ય રીતે સફેદ બોલનો સારો ક્રિકેટર માનવામાં આવે છે, પરંતુ હવે તે રેડ બોલ ક્રિકેટમાં પણ પોતાનું કૌશલ્ય બતાવી રહ્યો છે. અફઘાનિસ્તાન સામેની તાજેતરની ટેસ્ટ મેચમાં ત્રીજા નંબર પર સાઈ સુદર્શનના સ્થાન અંગે પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ તેણે ત્રીજા નંબર પર શાનદાર 81 રન બનાવ્યા હતા. હવે, તેણે શ્રીલંકા પ્રવાસ પર સતત બે સદી ફટકારી છે, જેનાથી ભારતીય ટીમનો તેના પર વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

સાઈ સુદર્શને 10 મી સદી ફટકારી

સાઈ સુદર્શને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 10 મી સદી ફટકારી છે. આ ડાબોડી બેટ્સમેન લગભગ 3,000 ફર્સ્ટ-ક્લાસ રન બનાવી ચૂક્યો છે. તેની સરેરાશ 40 થી વધુ છે. જોકે, તેણે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ખાસ સારું પ્રદર્શન કર્યું નથી. તેણે સાત મેચમાં 31.91 ની સરેરાશથી 383 રન બનાવ્યા છે, અને ટીમ ઈન્ડિયા તેને નંબર 3 પર બેટિંગ આપી રહી છે. ટીમ ઈન્ડિયાને તેની પ્રતિભા પર વિશ્વાસ છે અને ભવિષ્યમાં તેના આંકડા સુધરશે તેવી આશા છે.

ગુરનૂર બ્રાર, સરંશ જૈને બતાવી તાકાત

સાઈ સુદર્શન પહેલા શ્રીલંકા સામેની બીજી બિનસત્તાવાર ટેસ્ટમાં ગુર્નુર બ્રાર અને સરાંશ જૈને શાનદાર દેખાવ કર્યો હતો. ગુર્નુર બ્રારે 77 રન આપીને 4 વિકેટ લીધી હતી, જ્યારે ઓફ-સ્પિનર ​​સરાંશ જૈને 92 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા પ્રથમ ઈનિંગમાં ફક્ત 366 રન જ બનાવી શક્યું હતું.

FIFA World Cup 2026: મેક્સિકો સામેની મેચ પહેલા ઈંગ્લેન્ડનો સિક્રેટ પ્લાન, હોટલથી લઈને ઊંઘ સુધી બધું રહેશે ગુપ્ત

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">