AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026 ના મધ્યમાં અર્જુન તેંડુલકરને મળી એક નવી ટીમ, પાંચ ગણો પગાર પણ મળ્યો

છેલ્લા કેટલાક અઠવાડિયા અર્જુન તેંડુલકર માટે ખૂબ જ ખાસ રહ્યા છે. તેણે તાજેતરમાં લગ્ન કર્યા છે અને એક નવી સફર શરૂ કરી છે. સાથે જ IPL 2026 માં નવી ટીમ લખનૌમાં જોડાયો, પણ તેને હજુ સુધી IPL 2026 માં એક પણ મેચ રમવાની તક નથી મળી. આ બધા વચ્ચે અર્જુનને એક નવી ટીમ મળી ગઈ છે, અને આ ટીમમાં જોડવા માટે તેને પાંચ ગણો પગાર પણ મળ્યો છે.

Breaking News: IPL 2026 ના મધ્યમાં અર્જુન તેંડુલકરને મળી એક નવી ટીમ, પાંચ ગણો પગાર પણ મળ્યો
Arjun Tendulkar got new teamImage Credit source: X
| Updated on: May 02, 2026 | 6:21 PM
Share

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને હજુ સુધી IPL 2026 માં એકપણ મેચ રમવાની તક મળી નથી. અર્જુન તેંડુલકર આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ છે અને તેની પહેલી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. પરંતુ આ રાહ દરમિયાન તેને એક સારા સમાચાર મળ્યા છે.

અર્જુન તેંડુલકરને મળી નવી ટીમ

IPL સિઝનના મધ્યમાં અર્જુન તેંડુલકરને એક નવી ટીમ મળી ગઈ છે, જેના માટે તે થોડા અઠવાડિયામાં જ રમતો જોવા મળશે. આ ટીમ ARCS અંધેરી છે, જેણે T20 મુંબઈ લીગની હરાજીમાં અર્જુન માટે મોટી બોલી લગાવી હતી.

T20 મુંબઈ લીગની હરાજી

શનિવાર, 2 મેના રોજ, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ T20 મુંબઈ લીગ માટે ખેલાડીઓની હરાજી યોજી હતી. આ હરાજીમાં અર્જુન તેંડુલકર પર બધાનું ધ્યાન હતું, કારણ કે તેને લીગમાં રમવા માટે ખાસ મંજૂરી આપવામાં આવી છે.

અર્જુન તેંડુલકરને મળી ખાસ તક

અર્જુન ડોમેસ્ટિક સર્કિટમાં ગોવા ટીમ માટે રમે છે, જ્યારે T20 મુંબઈ લીગ ફક્ત એવા ખેલાડીઓને જ રમવાની મંજૂરી આપે છે જે MCAનો ભાગ હોય. અર્જુન MCAનો ભાગ જ હોવા છતાં તે મુંબઈ માટે રમ્યો હોવાથી તેને તક આપવામાં આવી છે.

ARCS અંધેરીએ અર્જુન માટે ₹10 લાખની બોલી લગાવી

26 વર્ષીય અર્જુન તેંડુલકરને આ લીગમાં રમવાની તક જ નહીં, પણ તેને એક ટીમ પણ મળી છે. ARCS અંધેરીએ ડાબા હાથના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર માટે ₹10 લાખની બોલી લગાવી, જે તેની બેઝ પ્રાઈસ કરતાં પાંચ ગણી વધારે છે. આ હરાજીમાં તેંડુલકરની બેઝ પ્રાઈસ ₹2 લાખ હતી.

મુશીર ખાનને ₹11 લાખ મળ્યા

અર્જુન તેંડુલકર ઉપરાંત ARCS અંધેરીએ યુવા સ્ટાર બેટ્સમેન મુશીર ખાનને ₹11 લાખમાં ખરીદ્યો. પ્રસાદ પવાર માટે ફ્રેન્ચાઇઝીએ સૌથી વધુ 11.5 લાખ બોલી લગાવી. ફ્રેન્ચાઇઝીએ ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ચેમ્પિયન ઓલરાઉન્ડર શિવમ દુબેને પહેલાથી જ ₹20 લાખમાં રિટેન કર્યો હતો.

Breaking News: વુમન્સ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌર કરશે ટીમની કપ્તાની

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
g clip-path="url(#clip0_868_265)">