Breaking News : ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં ભીષણ આગ, અનેક દસ્તાવેજને નુકસાનની ભીતિ
મુંબઈના ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં ભીષણ આગ લાગી છે. લગભગ આઠ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ ઓલવવા માટે સખત પ્રયાસો કરી રહ્યા છે. આગનું કારણ હજુ સુધી અસ્પષ્ટ છે.
ચર્ચગેટ સ્ટેશન નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં આગ લાગી હતી. લગભગ આઠ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચીને ફાયર કર્મચારીઓ આગને કાબુમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સદનસીબે, કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી.
ચર્ચગેટ સ્ટેશન નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારમાં આગનો ગાઢ ધુમાડો છવાઈ ગયો હતો. કાળા ડીંબાગ ધૂમાડાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. આગ લાગી ત્યારે ઓફિસમાં કેટલાક કર્મચારીઓ હાજર હતા પરંતુ ફાયર એલાર્મ વાગતા જ બધાને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. આનાથી થોડા સમય માટે અફરા તફરી મચી ગઈ હતી. અધિકારીઓ હાલમાં તપાસ કરી રહ્યા છે કે શું બીજું કોઈ અંદર ફસાયેલું છે કે નહીં, જ્યારે ફાયર બ્રિગેડ આગને કાબુમાં લેવા માટે સઘન પ્રયાસો ચાલુ રાખે છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.
ચર્ચગેટ સ્ટેશન નજીક આવકવેરા વિભાગની એક મોટી ઓફિસ છે. અહેવાલો અનુસાર, સોમવારે બપોરે ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા છે અને તે ઝડપથી વધી ગઈ હતી. ઓફિસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે કારણ કે આગ ગ્રાઉન્ડ ફ્લોર પર ફેલાઈ રહી છે. આઠ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
ક્યારેક 52 દરવાજાઓથી ઘેરાયેલું હતું આ ઐતિહાસિક શહેર, જાણો ભારતનું ‘સિટી ઓફ ગેટ્સ’ અને તેના દરવાજાઓનો રસપ્રદ ઇતિહાસ
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
આજનું રાશિફળ : અટકેલી ડીલ ફાઇનલ, વિદેશથી નફો કે નવી નોકરીની ઓફર?

